GSTV
Home » News » દેશને બોલનાર નહીં, કામ કરનાર PM જોઇએ: માયાવતી

દેશને બોલનાર નહીં, કામ કરનાર PM જોઇએ: માયાવતી

બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહના નિવેદનની આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે, દેશને બોલનારા નહીં, પણ કામ કરી દેખાડનારા વડાપ્રધાનની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે, કામ કરી દેખાડનારા વડાપ્રધાન દ્વારા મોંઘવારી, બેરોજગારી, ગરીબીથી દેશને છૂટકારો મળી શકશે.

માયાવતીએ કહ્યું કે, કામ કરનારા વડાપ્રધાન હોય તો શિક્ષણ, આરોગ્ય અને કાયદાની ખરાબ હાલતમાંથી છૂટકારો મળી શકે. મહત્વપૂર્ણ છે કે અમેઠીની સભામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યુ હતુ કે તેમની પાર્ટીએ દેશને બોલનારા વડાપ્રધાન આપ્યા છે. માયાવતીએ કહ્યું છે કે આઝાદ ભારતના ઈતિહાસમાં પહેલા પ્રસંગ છે કે જ્યારે દેશના વડાપ્રધાન માત્ર પોતાની વાત રજૂ કરવામાં વિશ્વાસ ધરાવે છે. માયાવતીએ આરોપ લગાવ્યો છે કે આના માટે સરકારી તંત્રોનો પણ દુરુપયોગ કરવામાં આવે છે. વિપક્ષના અવાજને દબાવવાની કોશિશ થઈ રહી છે.

Related posts

બાલાકોટ ‘એરસ્ટ્રાઈક’ વખતે રાફેલ ફાઈટર હોત તો પાકિસ્તાન ના જવું પડત: રાજનાથ સિંહ

Arohi

તેજસ્વી યાદવની ચૂંટણી સભામાં કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી

Arohi

સરહદ પર જોવા મળતા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવાને મળી મંજૂરી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!