GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા વધુ 26 હજાર કેસ, વિશ્વમાં ભારત 6.67 લાખથી વધુ કેસોની સાથે ચોથા ક્રમે

જીવલેણ કોરોનાવાયરસનો કહેર ભારતમાં વધી રહ્યો છે. દિવસેને દિવસે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 26,301 કેસ સાથે ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 6.67 લાખને પાર થઈ ગઈ છે.કોરોનાના કેસના સંદર્ભમાં ભારત કેટલાક દિવસથી ચોથા ક્રમે છે. જોકે વૈશ્વિક સ્તરે કોરોનાના આંકડાઓ પર નજર રાખતી વેબસાઈટ વર્લ્ડોમીટર મુજબ રશિયા (6.74 લાખ) અને ભારતમાં કોરોનાના કેસ વચ્ચેનું અંતર ઘટી ગયું હોવાથી રવિવારે ભારત વિશ્વમાં રશિયાને પાછળ રાખીને ત્રીજા ક્રમે પહોંચી જવાની સંભાવના છે.

રવિવારે ભારત વિશ્વમાં રશિયાને પાછળ રાખીને ત્રીજા ક્રમે પહોંચી જવાની સંભાવના

પીટીઆઈની રાજ્યવાર ટેલી મુજબ ભારતમાં શનિવારે એક દિવસમાં કોરોનાના સૌથી વધુ 26,301 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 615નાં મોત નીપજ્યાં હતાં. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 6,67,144 થઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક 19,268 થયો છે. જોકે, દેશમાં એક દિવસમાં 15,508 લોકો સાથે અત્યાર સુધીમાં કુલ 4,07,911 લોકો કોરોના સામેનો જંગ જીતી ચૂક્યા છે. આ સાથે રિકવરી રેટ 61.14 થયો છે. દેશમાં કોરોનાની સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે જ્યાં કોરોનાના કુલ કેસ બે લાખને પાર થઈ ગયા છે જ્યારે મૃત્યુઆંક પણ 8,671 થયો છે. ત્યાર પછી તમિલનાડુમાં પણ કોરોનાના કેસ એક લાખને વટાવી ગયા છે જ્યારે દિલ્હીમાં કોરોનાના કુલ કેસ એક લાખની નજીક પહોંચી ગયા છે.

કેન્દ્ર દ્વારા કેટલાક લોકલક્ષી પગલાંઓ લેવામાં આવ્યા

દેશમાં કોરોનાની વકરતી જતી પરિસ્થિતિ વચ્ચે સરકારે જણાવ્યું હતું કે, કેન્દ્ર દ્વારા કેટલાક લોકલક્ષી પગલાંઓ લેવામાં આવ્યા છે અને ‘ટેસ્ટ, ટ્રેસ, ટ્રીટ’ વ્યૂહરચના અપનાવીને કોરોનાના ટેસ્ટિંગ માટેના અવરોધો દૂર કરવામાં આવ્યા છે.કોરોનાને કાબૂમાં લેવા માટે રાજ્યોમાં દરરોજ સેમ્પલ ટેસ્ટની સંખ્યા સતત વધારવામાં આવી છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં 2,42,383 સેમ્પલ્સ લેવામાં આવ્યા છે. આ સાથે દેશમાં કુલ 95,40,132 સેમ્પલ ટેસ્ટ કરાયા છે. દેશમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસ 20,000થી વધુ વધ્યા છે.

દેશમાં 30મી જાન્યુઆરીએ કેરળમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો

દેશમાં 30મી જાન્યુઆરીએ કેરળમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા પછી એક લાખ કેસ થતાં 110 દિવસ થયા હતા જ્યારે છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના નવા એક લાખ કેસનો ઉમેરો થયો હતો.દરમિયાન બિહારમાં મુખ્ય મંત્રી નિતિશ કુમાર અને નાયબમુખ્ય મંત્રી સુશીલ મોદીએ શનિવારે કોરોનાના ટેસ્ટ માટે સેમ્પલ આપ્યા હતા. નિતિશ કુમાર અને સુશીલ મોદી વિધાનસભા પરિષદના કાર્યકારી અધ્યક્ષ અવધેશ નારાયણ સિંહ સાથે એક મંચ પર બેઠા હતા.

નિતિશ કુમાર અને સુશીલ મોદીએ કોરોનાનો ટેસ્ટ કરાવવાની ફરજ પડી

અવધેશ નારાયણ સિંહ કોરોનાગ્રસ્ત હોવાનું જણાયા પછી નિતિશ કુમાર અને સુશીલ મોદીએ કોરોનાનો ટેસ્ટ કરાવવાની ફરજ પડી છે. નિતિશ કુમાર અને સુશીલ મોદીના સેમ્પલ ઈન્દિરા ગાંધી ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સને મોકલી અપાયા છે.મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપરાંત તેમની કચેરીઓના કુલ 25થી વધુ કર્મચારીઓના પણ સેમ્પલ લેવાયા હતા અને હોસ્પિટલને મોકલી અપાયા હતા તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ બધાના રિઝલ્ટ્સ રવિવારે આવી જવાની શક્યતા છે.બિહારમાં 1લી જુલાઈએ નવા ચૂંટાયેલા ધારાસભ્યોના શપથ સમારંભમાં નિતિશ કુમાર અને સુશીલ મોદી વિધાન પરિષદના કાર્યકારી અધ્યક્ષ અવધેશ સિંહ સાથે એક મંચ પર બેઠા હતા. દરમિયાન દેશની સરહદોનું રક્ષણ કરતી બીએસએફ અને આઈટીબીપીના વધુ 79 જવાનો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે તેમ શનિવારે અધિકારીઓએ જણાવ્યું હતું.

જીવલેણ વાયરસનો કહેર બીએસએફમાં પણ ફેલાયો

જ્યારે જીવલેણ વાયરસનો કહેર બીએસએફમાં પણ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં કુલ 1,312 જવાનોને કોરોના થયો છે, જેમાંથી 523 જવાનો સારવાર હેઠળ છે જ્યારે 784 જવાનો સાજા થઈ ગયા છે. કોરોનાના કારણે પાંચ જવાનનાં મોત નીપજ્યાં હતાં. ચીનની સરહદે વાસ્તવિક નિયંત્રણ રેખાનું રક્ષણ કરતી આઈટીબીપીના કુલ 403 જવાનોને કોરોના થયો હોત, જેમાંથી 134 જવાન સારવાર હેઠળ છે અને 269 સાજા થઈ ગયા છે.

READ ALSO

Related posts

મહિંદા રાજપક્ષે ચોથીવાર બન્યા શ્રીલંકાનાં પ્રધાનમંત્રી, બૌદ્ધ મંદિરમાં લીધા શપથ

Mansi Patel

કોંગ્રેસ પાર્ટી મઝધારમાં ફસાઈ ગઈ છે, જનતાની વચ્ચે બનેલી આપણી છબીને સુધારવાની જરૂર

Pravin Makwana

દિયોદર પંથકમાં વરસ્યો વરસાદ, ખેતીપાકને પણ નવજીવન મળતા ખેડૂતોમાં હરખની હેલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!