GSTV

દેશમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત, પુના શહેરની આ ઈન્સિટીટ્યુટે વેક્સિન બનાવવાનો કર્યો દાવો

Last Updated on August 2, 2020 by pratik shah

સમગ્ર દેશમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે. ત્યારે દેશની પુના શહેરની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ અદાર પુનાવાલાએ સૌથી પહેલા મોટી માત્રામાં વેક્સીન તૈયાર કરવાનો દાવો કર્યો છે. કંપનીએ પ્રતિ મિનિટના હિસાબથી 500 ઓવર ડોઝ બનાવાનો દાવો કર્યો છે.

વેક્સીન તૈયાર કરવાનો દાવો કર્યો

જો કે કેટલી માત્રામાં વેક્સીન તૈયાર થશે તે અત્યારે સ્પષ્ટ નથી. વધુમા ચીફ એક્ઝિક્યુટિવ પુનાવાલાએ જણાવ્યું કે બહુ ઓછા લોકો આટલી ઓછી કિંમતમાં કોરોના વેક્સીનનું ઉત્પાદન મોટી માત્રામાં કરી શકે છે. તે પણ આટલી ઝડપથી, કોરોના વેક્સિનના પહેલા જથ્થા માટે દેશ વિદેશના કેટલાય નેતાના ફોન મારી પર આવી રહ્યા છે .મારે તેમને સમજવું પડે છે કે હું તમને એમ જ આ વીક્સીન ના આપી શકું.

હું તમને એમ જ આ વીક્સીન ના આપી શકું.

ઓક્સફર્ડના વૈજ્ઞાનિકો સાથે મળીને કોરોના વેક્સીન તૈયાર કરવામાં લાગેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટે એપ્રિલ-મેં માં જ વેક્સીન તૈયાર કરી લીધાનો દાવો કર્યો હતો. હવે કંપની પ્રતિ મિનિટના હિસાબથી 500 ડોઝ તૈયાર કરી રહી છે. જો કે કેટલી માત્રામાં વેક્સીન તૈયાર થશે તે હજુ સુધી સ્પષ્ટ નથી. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દુનિયાની સૌથી મોટી રસી નિર્માતા કંપની છે. તે દર વર્ષે 1.5  અરબ વેક્સીન ડોઝ તૈયાર કરે છે.જેમાં પોલિયોથી લઈને ઓરી સુધીની રસીઓ બનાવે છે.ઓક્સફર્ડ યુનિવર્સીટી અને એસ્ટ્રાઝેનેકાએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કંપનીને કોવિડ 19ની વેક્સીન બનાવા માટે પસંદ કરી છે.

READ ALSO

Related posts

ખેતીવાડી: ઈલાયચીની ખેતી કરીને પણ લાખો રૂપિયા કમાઈ શકે છે ખેડૂત, આ રહી જમીન અને પિયત સહિતની રીતો

Pravin Makwana

Monsoon / આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લે તેવાં એંધાણ, હજુ પણ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી

Dhruv Brahmbhatt

ખુશખબર! ભારતમાં આવશે ઉડતી કાર, એક સાથે આટલા લોકો આકાશમાં ઉડશે, સરકારે શેર કરી તસવીરો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!