દેશને ખાન હિરો માટે પક્ષપાત છે અને મુસ્લિમ હિરોઈનોનું વળગણ છે એવાં વિધાન કરીને અભિનેત્રી કંગના રણૌત ફસાઈ છે. લોકોએ તેને બોલીવૂડ ફિલ્મોની સફળતાના ધર્મના ત્રાજવે તોલવાં બદલ આકરો ઠપકો આપ્યો છે. લગભગ પોણા બે વર્ષથી કંગનાનું ટ્વિટર એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે તેને ફરી એકાઉન્ટ મળ્યું છે તો ત્યારથી તે બોલીવૂડને ભાંડી રહી છે. જો કે તેની વાતોમાં કેટલાક તથ્યો પણ હોય છે.

તેમાં પણ પોતાની ફિલ્મો છેલ્લાં કેટલાંય વર્ષોથી સુપરફલોપ જઈ રહી હોવાથી ‘પઠાણ’ના કલેક્શનના આંકડા વિશે બેફામ પોસ્ટસ કરી રહી છે. તાજેતરમાં તેણે ટ્વિટ કર્યુ હતું કે આપણા દેશના લોકોને ખાન હિરો માટે પક્ષપાત છે અને મુસ્લિમ હિરોનું વળગણ છે.આથી આ દેશને નફરત કે ફાસીવાદની માનસિકતા ધરાવતો હોવાનો આરોપ લગાવવાનું ખોટું છે. કંગના કદાચ દેશમાં નફરત જેવું કાંઈ નથી અને લોકો હિંદુ-મુસ્લિમના ભેદભાવ વગર ફિલ્મો જોએ છે એમ કહેવા માગતી હતી પરંતુ તેની પોસ્ટના ડ્રાફટિંગમાં તે ખુદ ફસાઈ હતી. લોકોએ તેની આકરી ટીકા કરી હતી.
Very good analysis… this country has only and only loved all Khans and at times only and only Khans…And obsessed over Muslim actresses, so it’s very unfair to accuse India of hate and fascism … there is no country like Bharat 🇮🇳 in the whole world 🥰🙏 https://t.co/wGcSPMCpq4
— Kangana Ranaut (@KanganaTeam) January 28, 2023
નેટ યૂઝર્સે કંગનાને જણાવ્યું હતું કે તેણે ધર્મનાં કાટલાંથી બોલીવૂડની સફળતા કે નિષ્ફળતા માપવી જોઈએ નહીં. કોઈએ તો એમ પણ કહ્યું હતું કે તારી ફિલ્મો તો ફલોપ જાય છે તો શું આ દેશનો ભાગ નથી એમ તું કહેવા માગે છે.
READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ