GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

દેશમાં વાયરસના 90 ટકા એક્ટિવ કેસ નોંધાયા 8 રાજ્યોમાં, પરિસ્થિતિ વધુ વિકટ

Corona

ભારતમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ સહિત આઠ રાજ્યોમાં કોરોનાના વાયરસ 90 ટકા એક્ટિવ કેસ છે અને 80 ટકા કેસ 49 જિલ્લાઓમાં નોંધાયા છે. ઉપરાંત કોરોનાથી 86 ટકા મોત મહારાષ્ટ્ર, ગુજરાત સહિત છ રાજ્યોમાં અને 80 ટકા મોત 32 જિલ્લામાં નોંધાયા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. દેશમાં ગુરૂવારે 24 કલાકમાં કોરોનાના નવા 27,045 કેસ નોંધાયા હતા,

દેશમાં ગુરૂવારે 24 કલાકમાં કોરોનાના નવા 27,045 કેસ નોંધાયા

જ્યારે વધુ 493નાં મોત નીપજ્યાં હતા. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 7,87,463 થઈ છે, જેમાંથી 4,93,333 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાનો કુલ મૃત્યુઆંક 21,593 થયો છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલીમાં જણાવાયું હતું. ભારતમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને તેલંગાણા સહિત આઠ રાજ્યોમાં કોરોનાના 90 ટકા એક્ટિવ કેસ નોંધાયા છે જ્યારે 86 ટકા મોત મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં નોંધાયા છે.

કોરોનાના કુલ કેસની સંખ્યા 7,87,463 પર પહોંચી

ભારતમાં હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સંદર્ભમાં કોવિડ-19 પરના ગૂ્રપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ)ને જણાવાયું હતું કે, સમગ્ર દેશમાં 3,914 કેન્દ્રો છે, જેમાં આઈસીયુ સપોર્ટ વિના 3,77,737 આઈસોલેશન બેડ્સ, 39,820 આઈસીયુ બેડ અને 20,047 વેન્ટિલેટર્સ સાથે 1,42,415 ઓક્સિજનની સુવિધા ધરાવતા બેડ છે. વધુમાં દેશમાં 21.3 કરોડ એન-95 માસ્ક, 1.2 કરોડ પીપીઈ કીટ અને 6.12 કરોડ હાઈડ્રોક્સીક્લોરોક્વિન ટેબ્લેટ્સનું વિતરણ કરાયું છે.

દેશમાં વાયરસના 90 ટકા એક્ટિવ કેસ નોંધાયા 8 રાજ્યોમાં

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના કેસ વધતા અટકાવવા માટે અનલૉક 2.0 દરમિયાન કન્ટેનમેન્ટ ઝોનના સીમાંકન સહિત કન્ટેનમેન્ટ વિસ્તારો પર ફોકસ કરવા સહિતની બાબતોનો સમાવેશ કરાયો છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસમાં સરેરાશ 20,000થી વધુનો ઊછાળો આવ્યો છે.

86 ટકા મોત 6 રાજ્યોમાં

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો બીજો દેશ હોવા છતાં પ્રતિ 10 લાખ વ્યક્તિએ ભારતમાં કોરોનાના કેસ અને મોત વૈશ્વિક સરેરાશ કરતાં ઘણા ઓછા છે. વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત પાંચ રાજ્યોની સરખામણી કરતાં સ્પષ્ટપણે જોવા મળે છે કે ભારતમાં પ્રતિ 10 લાખ વ્યક્તિએ કોરોનાના કેસ 538 અને મોત 15 નોંધાયા છે જ્યારે વૈશ્વિક સરેરાશ અનુક્રમે 1453 અને 68.7 છે.

READ ALSO

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva

દિલ્હી: વેન્ટિલેટર સપોર્ટ પર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, થોડા સમય પહેલા કરવામાં આવી સફળ બ્રેન સર્જરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!