GSTV

ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન શરૂ, કાલે બપોરે 2.43 વાગ્યે થશે લોન્ચિંગ

Last Updated on July 22, 2019 by Mayur

ચંદ્ર પર જનારા ભારતના ચંદ્રયાન -2 નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારતીય સ્પેસ સંશોધન સંસ્થા (ISRO)ના ચીફ કે. સીવાને તેની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ચંદ્રમા પર મોકલવામાં આવનારા ભારતના બીજા યાનની રવિવારની સાંજે ઊલટી ગણતરી 6.43 વાગ્યેથી શરૂ થઈ છે. પહેલા ચંદ્રયાન -2ને 15 જુલાઈના રોજ મોકલવાનુ હતું.

પરંતુ લોંચિંગના એક કલાક પહેલા તેમાં ટેકનીકલ ખામીની ખબર પડી જતા તેને અટકાવી દેવામાં આવ્યું હતું. હવે 22 જુલાઈના રોજ બપોરે 2.43 વાગ્યે તેને લોન્ચ કરવામાં આવશે. ઇસરોએ જણાવ્યું હતું કે જિઓસિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ માર્ક -3 (જીએસએલવી માર્કે -3) માં આવેલી ટેકનીકલ ખામીને દુર કરવામાં આવી છે.

ચંદ્રયાન -2 ભારતનું બીજું સૌથી મહત્વનું ચંદ્ર મિશન છે. તેને શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી હેવી વેઈટ રોકેટ જિઓસિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ માર્ક -3 (જીએસએલવી માર્કે -3) દ્વારા લોન્ચ કરવામાં આવશે.
જીએસએલવીને ‘બાહુબલી’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ રોકેટ 44 મીટર લાંબુ અને 640 ટન વજન વાળું છે. તેમાં 3.8 ટનનું ચંદ્રયાન રાખવામાં આવ્યું છે.

પૃથ્વી અને ચંદ્રનું અંતર લગભગ 3.844 કિલોમીટર છે. પ્રયાણની થોડીક જ મિનિટમાં 375 કરોડ રૂપિયાનું જીએસએલવી-માર્ક -3 રોકેટે 603 કરોડ રૂપિયાનું ચંદ્રયાન -2ની સ્થાપના પૃથ્વીની કક્ષામાં કરશે. ત્યાથી ચંદ્રની યાત્રા શરૂ થશે. ચંદ્રયાન -2માં લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન ચંદ્ર સુધી જશે. લેન્ડર વિક્રમ સપ્ટેમ્બર અથવા ઑક્ટોબરમાં ચંદ્ર પર પહોંચશે અને પછી ત્યાં પ્રજ્ઞાન કામ શરૂ કરશે.

ઊલટી ગણતરી દરમિયાન રોકેટ અને સ્પેસ યાનની સિસ્ટમની તપાસ કરવવામાં આવશે. અને રોકેટ એન્જિનમાં ઈંધણ ભરવામાં આવશે. અત્યાર સુધીમાં ઇસરોએ 3 જીએસએલવીવી-એમકે 3 રોકેટ મોકલ્યા છે. પ્રથમ રોકેટ 18 ડિસેમ્બર 2014, બીજુ 5 ફેબ્રુઆરી 2017 અને ત્રીજુ 14 નવેમ્બર 2018 મોકલવામાં આવ્યું હતુ. જીએસએલવી-એમકે 3 નો ઉપયોગ ભારતના માનવ અવકાશ મિશન માટે કરવામાં આવશે, જે વર્ષ 2022 માટે નક્કી છે.

READ ALSO

Related posts

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk

CM યોગીના 80: 20ની ફોર્મુલા સામે સ્વામી પ્રસાદ મોર્યાએ રજૂ કર્યું પોતાનું અલગ ફોર્મુલા, સપામાં સામેલ થનાર નેતાના કારણે ભાજપને થઈ શકે છે મોટું નુકશાન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!