GSTV

બેહતરિન સ્ટેડિયમ/ મને વિશ્વાસ નથી થતો કે હું દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં છું, ભારતના ખેલાડીઓ બન્યા અભિભૂત

મોટેરા

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ગણાતા અમદાવાદના મોટેરામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે અને આ સ્ટેડિયમને જોઈને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ અભિભૂત થઈ ગયા છે. ત્રીજી ટેસ્ટ રમવા માટે બંને ટીમો અમદાવાદ પહોંચી ચુકી છે ત્યારે આજે ટીમ ઈન્ડિયાના સ્પિનર કુલદીપ યાદવે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મોટેરા સ્ટેડિયમની તસવીરો શેર કરી હતી. એક તસવીરમાં કુલદીપ તેમજ રોહિત શર્મા, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ સ્ટેડિયમ તરફ જોઈને ચર્ચા કરતા નજરે પડે છે અને તેમના ચહેરા પર સ્ટેડિયમને લઈને અહોભાવ જોઈ શકાય છે.

દરેક વ્યક્તિએ અદભૂત કામ કર્યું

કુલદીપ યાદવે તસવીરો શેર કરવાની સાથે લખ્યું હતું કે, બેહતરિન સ્ટેડિયમ છે અને અહીંયા રમવાનો અનુભવ અદભૂત હશે. આ સ્ટેડિયમના પુન નિર્માણ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિએ અદભૂત કામ કર્યું છે. આ પહેલાં હાર્દિક પંડ્યાએ પણ સ્ટેડિયમની એક સેલ્ફી શેર કરી હતી અને કહ્યુ હતું કે, મને વિશ્વાસ નથી થતો કે હું દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં છું.

1.10 લાખ પ્રેક્ષકો બેસી શકે તેવી ક્ષમતા

ઉલ્લેખનીય છે કે, મોટેરા સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલું છે અને મેદાન પર કુલ 11 પિચ છે. ખેલાડીઓ માટે જીમ સહિતની સુવિધાઓ છે. સ્ટેડિયમમાં ચાર ડ્રેસિંગ રુમ છે અને આવું આ પહેલું સ્ટેડિયમ છે. ઈનડોર આઉટડોર પ્રેક્ટિસની પણ સ્ટેડિયમમાં સુવિધાઓ છે. આ સ્ટેડિયમમાં એક સાથે 1.10 લાખ પ્રેક્ષકો બેસી શકે તેવી ક્ષમતા છે. 2016માં આ સ્ટેડિયમનનું પુન નિર્માણ શરુ કરાયું હતું. હવે અહીંયા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 24 ફેબ્રુઆરીથી ટેસ્ટ મેચ રમાશે.

READ ALSO

Related posts

પીએમ મોદીની દાઢીની તુલના નીચે જતી જીડીપી સાથે, શશિ થરુરે શેર કર્યો મેમ

Mansi Patel

ગુજરાત બજેટ : 182 ધારોંસભ્યોમાં ખુશીની લહેર, બજેટમાં નાણામંત્રી નીતિન પટેલની મોટી જાહેરાત

Mansi Patel

અમદાવાદનું નામ કર્ણાવતી કરવા અંગે સીએમએ કોંગ્રેસના ધારસભ્યને આપ્યો લેખિતમાં જવાબ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!