GSTV
India ટોપ સ્ટોરી

જો તમારો કેસ કોર્ટમાં ચાલતો હોય તો આવશે ઝડપી ચૂકાદો : સુપ્રીમ કોર્ટે કરશે મહત્વની કવાયત

દેશભરમાં ન્યાયિક પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે સુપ્રીમ કોર્ટે મહત્વની કવાયત શરૂ કરી છે. સુપ્રીમ કોર્ટે ડિસ્ટ્રિક્ટ કોર્ટ મોનિટરિંગ સિસ્ટમ નામથી એક સોફ્ટવેર તૈયાર કર્યું છે. આ સોફ્ટવેર દ્વારા સુપ્રીમ કોર્ટ સીધેસીધી દેશભરના ન્યાયિક અધિકારીઓના દરરોજના કામકાજનો હિસાબ-કિતાબ રાખશે. આની શરૂઆત દિલ્હીની જિલ્લા અદાલતો દ્વારા થઈ રહી છે.

દિલ્હીની તમામ જિલ્લા અદાલતોના ન્યાયિક અધિકારીઓ મટે આના સંદર્ભે સર્કુલયર જાહેર કરવામાં આવ્યો છે. સર્કુલરમાં સિવિલ જજ, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને સત્ર ન્યાયાધીશોને ડીસીએમએસ સાથે તાત્કાલિક જોડાવા માટે કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કડક સલાહ આપવામાં આવી છે કે દરેક ન્યાયિક અધિકારીએ પોતાના દરરોજનું કામ આ સોફ્ટવેરના માધ્યમથી વેબસાઈટ પર અપલોડ કરવાનું રહેશે. આ આખી પ્રક્રિયાની ખાસ વાત એ રહેશે કે ન્યાયિક અધિકારી મામલાના નિપટારા બાદ તેને અપલોડ કરવાની જવાબદારી તેમની નીચે કામ કરનારા કર્મચારીઓ પર નાખી શકશે નહીં. પરંતુ ખુદ તેમણે દરરોજ એ સુનિશ્ચિત કરવું પડશે કે તેમનો અહેવાલ કાર્ય સમાપ્તિ બાદ ડીસીએમએસ પર મૂકવામાં આવે.

ડીસીએમએસના માધ્યમથી દિલ્હીના તમામ ન્યાયિક અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ પોતાનું સબ-લોગિન આઈડી પણ તૈયાર કરે. તેના દ્વારા ન્યાયિક અધિકારીઓએ દરરોજ પુરા કરવામાં આવેલા મામલાના આંકડા ડીસીએમએસમાં નાખવાના રહેશે. તેના સિવાય વિલંબિત કેસો અને તેના નિપટારાની સંભવિત તારીખો પણ નક્કી કરવી પડશે. દિલ્હીના તમામ ન્યાયિક અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે શિયાળાની રજાઓની સમાપ્તિ બાદ આગામી વર્ષે બીજી જાન્યુઆરીથી ડીસીએમએસ સાથે જોડાવું ફરજિયાત રહેશે.

સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે દરેક જિલ્લાના મુખ્ય લોગિન આઈડી જિલ્લા ન્યાયાધીશ પાસે હશે. જ્યારે ન્યાયિક અધિકારી સબ-લોગિન દ્વારા રિપોર્ટ અપલોડ કરશે. આ પ્રકારે કેસના નિપટારામાં તેજી આવશે અને ઘણાં સ્તરે ન્યાયિક અધિકારીઓના કામકાજ પર નજર પણ રાખવી પડશે. રાજધાની નવી દિલ્હીમાં સફળ પ્રયોગ કર્યા બાદ આ પ્રણાલીને દેશની તમામ જિલ્લા અદાલતો સાથે જોડવા માટે પણ મોનિટરિંગ કમિટી કામગીરી કરી રહી છે. દિલ્હીમાં આની અસર ચકાસ્યા બાદ ટૂંક સમયમાં અલગ-અલગ રાજ્યોની જિલ્લા અદાલતો માટે આના સંદર્ભે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવશે.

Related posts

ઈતિહાસ / સુભાષ ચંદ્ર બોઝે નહીં પરંતુ આ ક્રાંતિકારીએ આપ્યો હતો જયહિંદનો નારો, જાણો તેમના વિશે

Zainul Ansari

શ્રીનગર / સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સૈન્ય- આંતકીઓ વચ્ચે અથડામણ, 1 પોલીસ જવાન ઘાયલ

Hardik Hingu

રાજસ્થાન / દલિત-માનવ અધિકાર સંગઠનોએ સીએમને પત્ર લખીને કરી આ માંગણી

Hardik Hingu
GSTV