GSTV

મોંઘવારી: ઈતિહાસમાં પહેલીવાર કપાસિયા તેેલે સિંગતેલની સાઈડ કાપી, 10 રૂપિયા ઊંચા ભાવે થયા સોદા

કપાસિયા

Last Updated on August 6, 2021 by Pravin Makwana

ખાદ્યતેલોમાં બેફામ સટ્ટાખોરીના પગલે ચાલુ વર્ષે ભાવમાં સતત ઉથલપાથલ થતી રહી છે ત્યારે આજે ઈતિહાસમાં પ્રથમવાર રાજકોટમાં સિંગતેલ કરતાંય કપાસિયા તેલ રૂ।.10 ઉંચા ભાવે સોદા થયા હતા. વેપારી સૂત્રોએ જણાવ્યું કે કેટલીક મિલોનું સિંગતેલ કપાસિયા કરતા પણ ઓછા ભાવે મળે છે.

એક સમયે સિંગતેલના ભાવ ઉંચા હોય કરકસર માટે લોકો કપાસિયા તેલ  તરફ વળ્યા હતા પરંતુ, પ્રથમવાર બજારમાં ઉલ્ટુ ચિત્ર  સર્જાતા  ભારે વિમાસણ સર્જાઈ છે. રાજકોટમાં આજે 15 કિલો સિંગતેલ નવા ડબ્બાના રૂ।.2435થી મહત્તમ રૂ।.2485ના ભાવે સોદા થયા હતા. ગઈકાલે તેના ભાવ આટલા જ રહ્યા હતા.

જ્યારે ગઈકાલે રૂ।.2435-2465ના ભાવે વેચાયેલ કપાસિયા તેલમાં આજે રૂ।.10નો વધારો થતા આજે રૂ।.2455-2485ના ભાવે સોદા થયા હતા. ગુજરાત એડીબલ ઓઈલ એન્ડ ઓઈલ સીડ્ઝ એસો.ના પ્રમુખ સમીર શાહે જણાવ્યું કે ભૂતકાળમાં ગત વર્ષ સુધી ભાવમાં આવી ઉથલપાથલ થઈ નથી. એમ જણાય છે કે સિંગતેલના ભાવ માંગ અને પૂરવઠા મૂજબ છે ત્યારે કપાસિયા તેલમાં સટ્ટાખોરીથી ભાવ વધ્યા છે.

આશ્ચર્યની વાત એ છે કે પામોલીન તેલમાં સરકારે આયાત માટે છૂટછાટ આપી છે, 30 સપ્ટેમ્બર સુધી ડયુટીમાં પણ ઘટાડો કર્યો છે છતાં પામોલીન તેલના ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે. ગત તા.3ના રાજકોટમાં રૂ।.1995-2000ના ભાવે પામ તેલના આજે રૂ।.30ના વધારા સાથે રૂ।.2025-2030ના ભાવે સોદા થયા હતા. અમે કેન્દ્ર સરકારને અગાઉ સટ્ટાખોરી, ફ્યુચર ટ્રેડીંગ પર નિયંત્રણ મુકવા ભારપૂર્વક રજૂઆત પણ કરેલી છે.

‘કેટલીક મિલોનું સિંગતેલ આજે કપાસિયા કરતા રૂ।.10-15 ઓછા ભાવે વેચાઈ રહ્યું છે, છતાં ફરસાણના ધંધાર્થીઓ, હોટલવાળા તેમના વેચાતા કોમર્શીયલ ફૂડના ટેસ્ટમાં ફેરફાર ન થાય તેમ કહીને કપાસિયા તેલની જ માંગ કરી રહ્યા છે. તો ઘરેલુ વપરાશ માટે ગૃહિણીઓ હવે સિંગતેલ વધારે ખરીદતી થઈ છે’ તેમ  તેલના વેપારી રાજુ તન્નાએ જણાવ્યું હતું. 

માર્કેટ યાર્ડમાં કપાસિયાનો ભાવ ઓલટાઈમ હાઈ થયો

રાજકોટ માર્કેટયાર્ડમાં આજે કપાસિયાનો સૌથી ઉંચો રૂ।.1790 સુધીના ભાવ મળ્યા હતા. યાર્ડમાં 250 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. માત્ર એક સપ્તાહમાં જ કપાસના પ્રતિ મણ દીઠ ભાવમાં રૂ।.57નો વધારો થયો છે. જ્યારે મગફળીની જારી રહેલી આવક, તેમજ હવે બજારમાં અન્ય રાજ્યોની પણ મગફળીની આવક સાથે તેના રૂ।.1000-1200ના ભાવ સિૃથર રહ્યા છે.

READ ALSO

Related posts

Monsoon / આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લે તેવાં એંધાણ, હજુ પણ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી

Dhruv Brahmbhatt

ખુશખબર! ભારતમાં આવશે ઉડતી કાર, એક સાથે આટલા લોકો આકાશમાં ઉડશે, સરકારે શેર કરી તસવીરો

Bansari

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!