મોંઘી ગાડી, ઘરેણાં હવે થશે સસ્તા, જીએસટી પર સમાપ્ત થયો આ ટેક્સ

હવે તમારે મોંઘી ગાડી, આભૂષણ અને સોનું ખરીદવુ થોડું સસ્તુ પડી જશે. કેન્દ્રીય અપ્રત્યક્ષ કર બોર્ડે (સીબીઆઈસી) આ ઉત્પાદનોની ખરીદી પર કપાતા ટેક્સ ક્લેક્શન એટ સોર્સ (ટીસીએસ)ને લેવાથી ઈનકાર કર્યો છે. આ ટેક્સ જીએસટી પર એક ટકા લાગતો હતો.

જેના પર કપાતો હતો ટીસીએસ

10 લાખ રૂપિયાથી વધારાની ગાડી, પાંચ લાખ રૂપિયાથી વધુના આભૂષણ અને બે લાખ રૂપિયાથી વધારે સોનાની ખરીદી પર જીએસટી સિવાય એક ટકા ટીસીએસ કપાતો હતો. સીબીઆઈસીએ પોતાના ડિસેમ્બરમા આપવામાં આવેલા એક નિર્ણયને પાછો લીધો છે. સીબીડીટી અને બીજા પક્ષોની સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ ટીસીએસને જીએસટીમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો.

આટલા બચશે પૈસા

હવે મોંઘી ગાડી ખરીદવી લોકો માટે સસ્તી થઇ જશે. 10 લાખ રૂપિયાથી વધારે કિંમતવાળી એસયૂવી, એમયૂવી, સ્પોર્ટ્સ કાર અને સેડોન ખરીદવા પર લોકોને 28 ટકા જીએસટી કપાય છે. આ સિવાય વાહનની કિંમતનો એક ટકા ટીસીએસ ચૂકવણી થતી હતી.

લોકોને મળશે મોટી રાહત

સીબીઆઈસીના આ નિર્ણયથી લોકોને મોટી રાહત મળવાની સંભાવના છે. આ વેચાણ ના થવાથી બેહાલ ઑટો સેક્ટરમાં નવા પ્રાણ ફૂંકી શકે છે. ઈન્ડસ્ટ્રી પહેલાંથી આ ડિમાન્ડ કરી રહી હતી કે ટીસીએસ પર ઈનકમ ટેક્સ કપાવવો જોઈએ નહીં. વર્તમાન નાણાંકીય વર્ષના 11 મહિનામાંથી 8 મહિના મુસાફરના વાહનોનું વેચાણ ઘટે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter