GSTV

જાણો નાસાના વોયેજર-2 યાન સાથેનું ગુજરાતનું કનેક્શન

Last Updated on June 30, 2019 by Alap Ramani

વોયેજર યાન સતત ચાલતા રહે તો ભવિષ્યમાં તેને કોઇ પરગ્રહવાસીનો ભેટો થઇ શકે છે. આવી ધારણા સાથે નાસાએ બંને યાનમાં ગોલ્ડન રેકર્ડ મુકેલી છે. આ રેકોર્ડમાં ગુજરાતી સહિત દુનિયાની કુલ 55 ભાષામાં પૃથ્વીવાસીઓનો સંદેશો રેકોર્ડ કરેલો છે.

બ્રહ્માંડમાં બીજા કોઇ ગ્રહ પર પૃથ્વી જેવું જ જીવન છે કે નહીં તેની આપણને ખબર નથી. સંભવિત એલિયન એટલે કે પરગ્રહવાસીઓ પૃથ્વીવાસીઓ કરતા ટેકનોલોજીની દ્રષ્ટિએ ઘણા આગળ પણ હોઇ શકે અને ઘણા પછાત પણ હોઇ શકે છે. વોયેજર સતત સફર કરતા રહે તો ભવિષ્યમાં તેને એલિયનનો ભેટો થઇ શકે. આ ધારણા સાથે નાસાએ બંને વોયેજર યાનમાં ગોલ્ડન રેકર્ડ મુકેલી છે.

મહત્વની વાત એ છે કે નાસાએ આ રેકર્ડમાં ગુજરાતી સહિત દુનિયાની કુલ 55 ભાષાઓમાં પૃથ્વીવાસીઓનો સંદેશો રેકોર્ડ કરાયેલો છે. વિવિધ માધ્યમો દ્વારા સંદેશો રેકોર્ડ કરી વોયેજરમાં ગોઠવવામાં આવ્યા છે. પૃથ્વીવાસીઓ તરપથી રેકર્ડ થયેલા સંદેશામાં કહેવામાં આવ્યું છે કે. પૃથ્વી પર વસનાર એક માનવ તરફથી બ્રહ્માંડમાં અન્ય અવકાશમાં વસનારાઓને હાર્દિક અભિનંદન. આ સંદેશો મળ્યે વળતો સંદેશો મોકલાવશો.

પરગ્રહવાસીઓ આપણી એકાદ ભાષા જાણતા હોય તેમ માનીને કુલ 55 ભાષામાં આ સંદેશો રેકર્ડ કરવામાં આવ્યો છે.

 

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!