GSTV
Home » News » ભ્રષ્ટાચારમાં ખદબદતું આ શહેરનું કોર્પોરેશન , 17 અધિકારીઓને ફટકારી નોટિસ

ભ્રષ્ટાચારમાં ખદબદતું આ શહેરનું કોર્પોરેશન , 17 અધિકારીઓને ફટકારી નોટિસ

ભ્રષ્ટાચારમાં ખદબદતા વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ પર વડોદરા મ્યુનિસિપલ કમિશનર તવાઈ બોલાવવાની તૈયારીમાં છે.. વડોદરા પાલિકામાં છેલ્લા કેટલાક સમયથી એક પછી એક કૌભાંડ બહાર આવતા કમિશનર અજય ભાદુ અકળાયા છે.

સફાઈ, બાંધકામ, ડ્રેનેજ અને રસ્તા સહિતના કામોમાં કૌભાંડ સામે આવતા કમિશનરે 17 અધિકારીઓને નોટિસ ફટકારતા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયેલી વડોદરા મહાનગરપાલિકાને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા કમિશનર અજય ભાદુએ બીડુ ઝડપ્યું છે.

છેલ્લા ઘણા સમયથી સફાઇ, ડ્રેનેજ, પાણી અને રસ્તાના કામોમાં કૌભાંડ સામે આવ્યું છે .ત્યારે અજય ભાદુએ એકસાથે 17 અધિકારીઓને શો-કોઝ નોટિસ ફટકારી સપાટો બોલાવ્યો છે.

ફરજમાં બેદરકારી અને ભ્રષ્ટાચાર મુદ્દે કમિશનર દ્વારા એકસાથે આટલા ઉચ્ચ અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી હોય તેવું પ્રથમ વખત બન્યું છે.

READ ALSO

Related posts

ઉત્કર્ષ પ્લોટર્સ કંપનીથી છેતરાયેલા ગુજરાતના રોકાણકારો માટે સારા સમાચાર

Bansari

પાકિસ્તાન: કરાચીમાં 320 રૂપિયા કિલો ટામેટા, લોકો 1-2 નંગ ખરીદવા મજબૂર

Bansari

NDAમાંથી બહાર થતા શિવસેનાના તેવર બદલાયા, સંસદમાં ખેડૂતોના મુદ્દે કર્યુ પ્રદર્શન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!