GSTV
Gujarat Government Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્વોકેશન હોલમાં ભ્રષ્ટાચાર મામલે મોટો ખુલાસો, તપાસ સમિતીએ આપી આ પ્રતિક્રિયા

Last Updated on December 25, 2019 by Mayur

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્વોકેશન હોલના કામમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હતો જે મામલે આજે તપાસ થશે. તત્કાલીન કુલપતિ કમલેશ જોશીપુરા અને કુલનાયક કલ્પક ત્રિવેદી ના સમયગાળા દરમિયાન ભ્રષ્ટાચાર થયો હતો. દાતાના ફંડમાંથી બાંધકામ કરવાનું હતું. પરંતુ ટેન્ડર પ્રક્રિયા વિનાજ બારોબાર કામ કર્યુ હતું. જેથી હોલના પાયા ઉભા થયા ત્યારેજ કામ અટકાવી દેવામાં આવ્યુ હતું.

આ સમગ્ર પ્રકરણમાં ગાંધીનગર ફરિયાદ કરવામાં આવી હતી.જે મામલે આજે જાહેર હિસાબ સમિતિની ટીમે યુનિવર્સીટી પહોચીને આજે તપાસ કરી હતી. જે મામલે તપાસ સમિતીના ચેરમેન પૂજા વંશે નિવેદન આપ્યું કે નાણાકીય ગેરરીત જોવા નથી મળી પરંતુ બાંધકામ નબળું હોવાનું જાણવા મળ્યું છે.

યુનિવર્સીટીએ વધારાના જે 74 લાખ માગ્યા છે. તેની માહિતી યુનિવર્સીટી પાસેથી માગવામાં આવશે. જોકે પૂજાવંશ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે 2008થી અધુરુ કામ હોવાથી બાંધકામ નબળું થઈ જાય તે સ્વાભાવિક વાત છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સ્પેશિયલ ઑફર/ ફક્ત 1,099 રૂપિયામાં કરી શકશો ફ્લાઇટમાં મુસાફરી, ફટાફટ જાણો કેવી રીતે મળશે લાભ

Bansari

ટેકનોલોજી: માઈક્રોસોફ્ટે Windows 11 કર્યું લોન્ચ, સ્ટાર્ટ મેન્યુ સહિત આટલા કર્યા છે ફેરફાર

Pravin Makwana

ખેડૂતોને લૂંટો: કપાસમાં હલકી ગુણવત્તાવાળા બિયારણનું વેચાણ, સરકારે ભાવ ઘટાડવાને બદલે ખાતરની થેલીનું વજન ઘટાડી નાખ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!