GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

સ્થાનિક ગ્રામજનોની રજૂઆતના પગલે નરેગા યોજનામાં થતા ભ્રષ્ટાચારનો થયો પર્દાફાશ

ડીસાના રામપુરા ગામમાં નરેગા યોજનામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે. સ્થળ પર ઓછા મજૂરો પાસે કામ કરાવીને વધુ જોબ કાર્ડ બનાવીને ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે. આજે સ્થાનિક ગ્રામજનની રજૂઆતને પગલે ડીસાના તાલુકા વિકાસ અધિકારી રામપુરા ગામ તળાવ ઊંડું કરવાની ચાલી રહેલી નરેગાની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચી ગયા હતા. તાલુકા વિકાસ અધિકારીએ રામપુરા ગામમાં પહોંચી તપાસ કરતાં ગામમાં જે તળાવ ઊંડું કરવાની નરેગાની કામગીરી ચાલી રહી હતી ત્યાં વ્યાપક ગેરરીતિઓ સામે આવી હતી. સ્થળ પર માત્ર ૧૪ મજૂરો કામ કરી રહ્યા હતા અને ગ્રામસેવક પાસે ૧૦૦ જેટલા જોબકાર્ડ મળી આવ્યા હતા.

ડીસાના તાલુકા વિકાસ અધિકારી ઘટનાસ્થળે પહોંચી કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના ગરીબ પરિવારોને વર્ષમાં ૧૦૦ દિવસ સુધી રોજગારી મળી રહે તે માટે નરેગા યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત દેશમાં બેરોજગારોને રોજગારી આપવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવે છે અને દર વર્ષે કરોડો રૂપિયા આ યોજના પાછળ ખર્ચ કરવામાં આવે છે. પરંતુ શું આ યોજના પાછળ થતો ખર્ચ ખરેખર ગરીબોના કલ્યાણ માટે કરવામાં આવતો નથી. આજે નરેગા યોજના હેઠળ જ આચરવામાં આવતા મોટા ભ્રષ્ટાચારને ડીસાના તાલુકા વિકાસ અધિકારી રામપુરા ગામના જાગૃત નાગરિકની રજૂઆતને પગલે ખુલ્લો પાડ્યો છે.

આજે સ્થાનિક ગ્રામજનની રજૂઆતને પગલે ડીસાના તાલુકા વિકાસ અધિકારી રામપુરા ગામ તળાવ ઊંડું કરવાની ચાલી રહેલી નરેગાની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચી ગયા હતા. તાલુકા વિકાસ અધિકારીએ રામપુરા ગામમાં પહોંચી તપાસ કરતાં ગામમાં જે તળાવ ઊંડું કરવાની નરેગાની કામગીરી ચાલી રહી હતી ત્યાં વ્યાપક ગેરરીતિઓ સામે આવી હતી. સ્થળ પર માત્ર ૧૪ મજૂરો કામ કરી રહ્યા હતા અને ગ્રામસેવક પાસે ૧૦૦ જેટલા જોબકાર્ડ મળી આવ્યા હતા. આ અંગે જ્યારે તાલુકા વિકાસ અધિકારી અહી કામનું નિરીક્ષણ કરી રહેલા ગ્રામસેવકની પૂછપરછ કરતાં તેમણે પણ સંતોષ કારક જવાબ આપ્યો નહોતો અને અહી ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.

READ ALSO

Related posts

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!