GSTV
Home » News » અમરેલીમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવામાં પણ ભ્રષ્ટાચાર

અમરેલીમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવામાં પણ ભ્રષ્ટાચાર

અમરેલી નગરપાલિકાનાં કથળેલા વહિવટનાં કારણે પ્રજામાં સર્જાયેલ અસંતોષની લાગણી સામે આજે પાલિકાનાં વિરોધપક્ષ કોંગ્રેસના સદસ્યો દ્વારા કલેકટર અને ચિફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવેલ હતું. ડોર-ટુ ડોર કચરા કલેકશન તેમજ સફાઈ કામમાં ભ્રષ્ટાચાર ભુગર્બ ગટરનાં કારણે રોડ ઉપર સર્જાતિ અફડા તફડી સામે નિંભર તંત્ર પગલા ભરવાં માંગણી કરવામાં આવેલ હતી.

પ્રાપ્ત વિગત મુજબ અમરેલી શહેરમાં ભુગર્ભ ગટરનાં કામે પ્રજાને છેલ્લા પાંચ વર્ષથી બાનમાં લીધેલ છે. ભુગર્ભ ગટરનાં ભ્રષ્ટાચારીઓ દ્વારા પ્રજાની ફરીયાદ કાને ધરાતિ નતી. ત્યારે પાલિકા દ્વારા ભુગર્ભ ગટરનાં કામ અંગે ઉંચા હાથ કરી દેવામાં આવેલ છે. સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ રોડ સમારકામની કરોડોની ગ્રાંટ દલા તરવાડીની નિતિથી વપરાઈ ચૂકેલ છે. 

રોડનાં કામ અંગે પાલિકાનાં જવાબદાર એન્જનિયર દ્વારા યોગ્ય પ્રત્યુતર પણ આપવામાં આવતાં નથી. કારણ કે, રોડ સમારકામમાં ભ્રષ્ટાચારની બુ આવી રહેલ છે. રોડનું સમારકામ ગુણવતાનાં ધોરણે કરવામાં ન આવતાં આગામી ચોમાસામાં રોડનાં અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ સર્જાયેલ છે.

ભુગર્ભ ગટરનું કામ ૮૦ ટકા પૂર્ણતાનાં આરે છે ત્યારે શહેરમાં હાઉસ ટુ હાઉસ કનેકશન કોન્ટ્રાકટર દ્વારા આચરેલ ભ્રષ્ટાચારની તપાસની માંગમી કરવામાં આવેલ છે. પાલિકામાં દરમાસે આચરવામાં આવતું લાખો રૂપિયાનું ડોર ટુ ડોર અને સફાઈ કોન્ટ્રાકટનાં કૌભાંડની તપાસની પણ માંગણી કરવામાં આવેલ છે. એક તરફ ભુગર્ભ ગટરનાં કામ અંગે પાલિકાનાં અધિકારી હાથ ઉંચા કરી રહેલ છે. જયારે બીજી તરફ આજ એન્જિનિયર દ્વારા આજે લોકોએ જાતે જ કનેકશન લઈ લેવા જણવેલ હતું.

શહેરમાં જયાં પાકા રોડ બની ગયેલ છે. ત્યાં હાુસ કનેકશન માટે રોડ તોડવા માટે જવાદાર જનતા કે પાલિકા? તેવા સવાલો ઉદ્દભવેલ છે. આજે પાલિકાનાં વિરોધપક્ષ કોંગ્રેસનાં સંદીપ ધાનાણીએ પાલિકાના એન્જિનિયર ઉપર આડકતરી રીતે ભ્રષ્ટાચારનાં ભારે આક્ષેપો કરેલ હતાં. આ સાથે શહેરનાં છેવાડાનાં વિસ્તારોમાં કારમી ગરમીમાં લોકોને પાણી મળતું નથી. મહિલાઓ એક બેડા માટે પાણી માટે વલખા મારી રહેલ છે. ત્યારે આવા વિસ્તારોમાં પીવાનાં પાણીની વ્યવસ્થા ઉભી કરવા સાથે પુરા ફોર્સથી પાણી આપવા માંગણી કરેલ છે.

શહેરમાં સપાઈ અંગે પણ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠેલ છે. અનેકવાર રજુઆત કરવા છતાં પણ શેરીઓ ગલીઓમાં સફાઈની દરકાર કરવામાં આવતિ નથી. શહેરમાં રાહદારીઓ વાહન ચાલકોને રખડતા ભટકતા પશુઓ અકસ્માત નોતરી મુશ્કેલીમાં સપડાવી રહેલ છે. ત્યારે પાલિકા દ્વારા શહેરી જનોની આ વિકટ સમસ્યા દૂર કરવાં માંગણી કરવામાં આવેલ હતી.

READ ALSO

Related posts

રાજ્યમાં બુટલેગરો બન્યા બેફામ, રેડ કરવા આવેલા પીએસઆઈ ઉપર કાર ચઢાવવાનો કર્યો પ્રયાસ

Nilesh Jethva

મગફળી, તુવેર અને ખાતર કૌભાંડ બાદ આ શહેરમાં સામે આવ્યું કચરા કૌભાંડ

Nilesh Jethva

અમદાવાદના કુખ્યાત ગુનેગાર શીવા મહાલીંગમની ક્રાઈમ બ્રાન્ચે કરી અટકાયત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!