GSTV

મમતા બેનર્જીના ધરણા, ટીએમસીના કાર્યકર્તાઓએ રાજ્યભરમાં દેખાવો કર્યા શરૂ, રાજકીય ગરમાવો

Last Updated on February 4, 2019 by Karan

મમતા બેનર્જીના ધરણા વચ્ચે ટીએમસીના કાર્યકર્તાઓએ રાજ્યભરમાં દેખાવો શરૂ કર્યો. ટીએમસીના કાર્યકર્તાઓએ રસ્તા પર જામ અને અનેક ટ્રેનને રોકવાનો પ્રયાસ કર્યો. મમતા બેનર્જી સીબીઆઈ અને કેન્દ્ર સરકારના વલણનો વિરોધ કરી રહ્યા છે. રવિવારે પોલીસ કમિશ્નર વિરૂદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી બાદ મમતા બેનર્જી આક્રમક મૂડમાં આવી ગયા હતા. તેમનો આરોપ છે કે, કેન્દ્ર સરકાર સીબીઆઈનો દુરુપયોગ કરી રહી છે. જે બાદ  તેમણે ધરણા શરૂ કરતા ટીએમસીના કાર્યકર્તાઓ ધરણા પર બેસી ગયા હતા.

કોલકત્તામાં સીબીઆઈ અને પશ્ચિમ બંગાળમાં પોલીસ વચ્ચે ઘમાસાણ પર રાજકીય ગરમાવો વધી ગયો છે. મમતા બેનર્જીના ધરણાનો આજે બીજો દિવસ છે. રવિવારે રાતે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ધરણા શરૂ કર્યા. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ સરકાર પર પણ આકરા પ્રહાર કર્યા. મમતા બેનર્જી મેટ્રો ચેનલની પાસે ધરણા પર બેઠા છે. તેમની સાથે પોલીસ કમિશ્નર રાજીવ કુમાર પણ ધરણા પર બેઠા હતા.

મમતા દીદી માટે મધરાતે સ્ટેજ પણ બનાવી દેવામાં આવ્યુ. રાતે એક કલાક અને 20 મિનિટે તેઓ સ્ટેજ પર પહોચી ગયા અને કડકડતી ઠંડીમાં શાલ ઓઢીને રાત ભર ખુરશી પર બેસી રહ્યા. તેમની સાથે કેટલાક નેતાઓ પણ સ્ટેજ પર આસન જમાવીને બેસી ગયા. આજે વિવિધ પક્ષના રાજકીય પક્ષો મમતા બેનર્જી સાથ મુલાકાત માટે આવે તેવી શક્યતા છે. આજે સવારે થનારી ભીડને લઈને તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે. ગત રાતથી જ હજારો લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. તો બીજીતરફ સીબીઆઈ ઓફિસની બહાર સીઆરપીએફ પણ તૈનાત છે.

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!