GSTV

કોર્પોરેટરોનો કકળાટ : મહાનગરપાલિકાની ચૂંટણીઓ પહેલા જ ભાજપમાં આંતરિક અસંતોષ સામે આવ્યો

ગુજરાતમાં ચાલુ વર્ષે યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીઓ પહેલા જ ભાજપમાં પ્રવર્તતો આંતરિક અસંતોષ સામે આવ્યો છે. ભાજપના અનેક કોર્પોરેટરો પક્ષથી નારાજ ચાલી રહ્યા છે અને કોર્પોરેટરોનો આ કકળાટ ઉત્તરાયણના દિવસે જ સામે આવ્યો છે. નારાજ કોર્પોરેટરોએ મુખ્યપ્રધાન રૂપાણી સમક્ષ પક્ષની કાર્યપદ્ધતિ અને તેની સાથે થઇ રહેલા વ્યવહાર મુદ્દે નારાજગી વ્યક્ત કરી.

કોર્પોરેટરોનો કકળાટ

  • એએમસીના પૂર્વ મેયર અને સિનિયર કોર્પોરેટરોની સીએમ સમક્ષ રજૂઆત
  • વહીવટી પાંખ, વિજય નેહરાનું ઉદ્ધત વર્તન અને હોદ્દેદારોની કાર્યપદ્ધતિ સામે નારાજગી
  • સ્વચ્છતાના દંડની જોગવાઇ રદ કરવા અથવા દંડ ઘટાડવાની માંગણી
  • સિનિયરોને વિશ્વાસમાં લઇ તંત્ર પગલાં ભરે તેવી માંગ
  • ગૃહમાં સન્માન સચવાતું ન હોવાની સિનિયર મહિલા કાઉિન્સલરની ફરિયાદ
  • બોર્ડની બેઠકમાં સિનિયરોને બોલવાની તક નથી મળતી
  • કેટલાક મુદ્દે સિનિયરોનો મત લેવાને બદલે તેની ઉપેક્ષા કરવામાં આવે છે
  • કોર્પોરેટરો દ્વારા સિનિયરોના અનુભવનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાની રજૂઆત

અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપમાં પ્રવર્તી રહેલો જૂથવાદ અને અસંતોષ સપાટી પર આવ્યો છે. મકરસંક્રાતિ પર્વ નિમિતે મુખ્યપ્રધાન રૂપાણી, મેયર બીજલ પટેલના નિવાસસ્થાને આવ્યા. એ દરમ્યાન ભાજપના સિનિયર કોર્પોરેટરોએ વહીવટી પાંખ અને હોદેદારોની કાર્ય પધ્ધતિ સામે ભારે નારાજગી વ્યક્ત કરી.

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જાહેરમાં ગંદકી કરનાર વ્યક્તિ કે ઔદ્યોગિક સંસ્થાને દંડ ફટકારવાની તંત્રને સૂચના આપી છે. જેના કારણે સત્તાપક્ષના સભ્યો હચમચી ગયા છે. એએમસીના પૂર્વ મેયર તેમજ સિનિયર કોર્પોરેટરોએ પતંગ પર્વના મોકાનો લાભ લઈને સીએમ સમક્ષ વહીવટી પાંખ, વિજય નેહરાનું ઉધ્ધત વર્તન અને હોદ્દેદારોની કાર્યપધ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી. સાથે જ માંગણી કરી કે સ્વચ્છતાના નામે જે દંડની જોગવાઈ કરાઈ છે તે રદ્દ કરવામાં આવે અથવા ઘટાડવામાં આવે. સાથે જ સિનિયર કોર્પોરેટરોને વિશ્વાસમાં લઈ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેવી લાગણી પણ વ્યક્ત કરી. જો કે આ મામલે સીએમે પૂછતાં તેમણે આવી કોઇ ફરિયાદ ન હોવાનું જણાવ્યું.

Ahmedabad fire safety

આ દરમ્યાન એક સિનિયર મહિલા કાઉન્સિલરે ફરિયાદ કરી કે તેમનુ ગૃહમાં સન્માન સચવાતું નથી. બોર્ડની બેઠકમાં સિનિયરોને બોલવાની તક આપવી જોઈએ જે મળતી નથી. કેટલાક મુદ્દા એવા હોય છે જેમાં સિનિયર કોર્પોરેટરનો મત લેવાને બદલે તેની ઉપેક્ષા કરવામાં આવે છે. કોર્પોરેટરો દ્વારા સિનિયરોના અનુભવનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાની પણ રજુઆત કરવામાં આવી. સીએમ રૂપાણીએ લગભગ એક કલાક સુધી તમામની ફરિયાદ સાંભળી. જે બાદ તેમણે દરેકને ભેગા થઈ કામ કરવા સૂચના આપી છે.

READ ALSO

Related posts

અમદાવાદ/ ચાંદખેડાની TLGH હોસ્પિટલની બેદરકારીએ વધુ એક વ્યક્તિનો જીવ લીધો, હોસ્પિટલમાં થઈ રહી છે પાર્ટીઓ

Pravin Makwana

દિલ્હી ખેડૂત આંદોલનના સમર્થનમાં આવ્યું ગુજરાત કોંગ્રેસ, 4 ડિસેમ્બરે જિલ્લા સ્તરે કરશે પ્રદર્શનો

Karan

સિંગાપોરમાં માંસાહાર માટે હવે નહિ થાય જીવહત્યા: લોકોને મળશે લેબમાં તૈયાર થયેલ ‘હાઈજેનીક’ માંસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!