GSTV

કોર્પોરેશન ચૂંટણી/ લાયકાતના પેરામિટર્સ વધુને વધુ થયા સખ્ત, કોર્પોરેટર રહી ચૂકેલા ભાજપી નેતાઓને ટિકીટથી હાથ ધોવા પડે તેવી સ્થિતી

કોર્પોરેશન ચૂંટણી માટે ભાજપના પ્રદેશ પ્રમુખ ઉમેદવારોની લાયકાતના પેરામિટર્સ વધુને વધુ કડક જાહેર કરી રહ્યાં હોવાથી અમદાવાદમાં કોર્પોરેટર રહી ચૂકેલા ભાજપ નેતાઓને ટિકીટથી હાથ ધોવા પડે તેવી સ્થિતી ઉભી થઇ છે. જે રીતે ભાજપે ઉમેદવાર પસંદગીના ધારાધોરણો બનાવ્યા છે તે જોતા હાલના 142ના 50 ટકા એટલે કે 71થી વધુ કોર્પોરેટરોના નામ પર કાતર ફરશે તેમ જણાય છે. એમાં પણ 55 વર્ષથી મોટી ઉંમરનાએ ટિકીટ માગવી નહીં તે મતલબની કરાયેલી જાહેરાતે અનેકની ઉંઘ હરામ કરી દીધી છે. બીજી તરફ નવા મૂરતિયાઓને ચાન્સ વધવાની આશાએ ટિકીટવાંચ્છુઓની લાઈનો લાગી છે. ‘

અમદાવાદના ત્રણ પૂર્વ મેયરોના નામ પર પણ કાતર ફરી રહ્યાનું જણાય છે

આ વખતે અમદાવાદના ત્રણ પૂર્વ મેયરોના નામ પર પણ કાતર ફરી રહ્યાનું જણાય છે. આમ તો મીનાક્ષીબેન પટેલ અને ગૌતમભાઈ શાહે સામેથી ચૂંટણી લડવાની અનિચ્છા જાહેર કરી દીધી છે. જ્યારે ત્રીજા પૂર્વ મેયર અમિત શાહે તેમના બદલે તેમના પુત્ર સન્ની શાહના નામને ટિકીટ માટે આગળ કર્યું છે. એવી જ રીતે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે તેમના પુત્ર જયમલ ભટ્ટનું નામ આગળ કર્યું છે.

મેયર અમિત શાહે તેમના બદલે તેમના પુત્ર સન્ની શાહના નામને ટિકીટ માટે આગળ

ગઈ ચૂંટણીમાં ત્રણ જેટલાં પૂર્વ કોર્પોરેટરોના પત્નીઓને ટિકીટ અપાઈ હતી. આ વખતે પણ કેટલાંક પત્નીઓને ટિકિટ અપાવાની ફિરાકમાં છે. આમ કોંગ્રેસના વંશવાદનો વિરોધ કરી રહેલા ભાજપમાં ટિકીટોની વહેંચણી સમયે જુદું જ વાતાવરણ જોવા મળે છે.અનામત બેઠકોના સંદર્ભમાં પણ 35 થી 40 જેટલાં નામોમાં ફેરફારો થશે. આ તમામ બાબતોનો સરવાળો એ છે કે આગામી સમયમાં મ્યુનિ.માં મોટી સંખ્યામાં નવા કોર્પોરેટરો જોવા મળશે.

એવી જ રીતે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે તેમના પુત્ર જયમલ ભટ્ટનું નામ આગળ કર્યું છે. ગઈ ચૂંટણીમાં ત્રણ જેટલાં પૂર્વ કોર્પોરેટરોના પત્નીઓને ટિકીટ અપાઈ હતી. આ વખતે પણ કેટલાંક આ ફિરાકમાં છે. કોંગ્રેસના વંશવાદનો વિરોધ કરી રહેલા ભાજપમાં ટિકીટોની વહેંચણી સમયે જુદું જ વાતાવરણ જોવા મળે છે.

વંશવાદનો વિરોધ કરી રહેલા ભાજપમાં ટિકીટોની વહેંચણી સમયે જુદું જ વાતાવરણ જોવા મળે છે

ઉપરાંત 55 વર્ષ થઈ ગયા હોય તેવા કોર્પોરેટરો અને નાની કમિટીઓના કેટલાંક પૂર્વ ચેરમેનો કપાશે તે બાબતે ઘણાની ધડકન વધારી દીધી છે. અનામત બેઠકોના સંદર્ભમાં પણ 35 થી 40 જેટલાં નામોમાં ફેરફારો થશે. આ તમામ બાબતોનો સરવાળો એ છે કે આગામી સમયમાં મ્યુનિ.માં મોટી સંખ્યામાં નવા કોર્પોરેટરો જોવા મળશે.

મ્યુનિ.માં મોટી સંખ્યામાં નવા કોર્પોરેટરો જોવા મળશે

બીજી તરફ કોંગ્રેસમાં પણ ઉમેદવારોની પસંદગીનો ધમધમાટ શરૂ થયો છે. બદરૂદ્દીન શેખનું અવસાન થતાં તે જગ્યા ખાલી પડી છે. બે કોર્પોરેટરોએ વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ છોડી છે. કેટલાંકની ઉંમર થવાની સાથે તબિયત સારી રહેતી નથી. એટલે કોંગ્રેસમાં પણ જુનાના સ્થાને અનેક નવા ચહેરા ઉમેરાશે તે નક્કી છે. એમાં પણ ઓવૈસીની પાર્ટીએ થોડો ગભરાટ પણ ઉભો કર્યો છે. આ સંજોગોમાં કોંગ્રેસનું મોવડીમંડળ ફુંકી ફુંકીને આગળ વધી રહ્યું છે.

ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો તેમનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે ત્યારે ‘ભ્રષ્ટાચાર મુક્ત વહિવટની’ ગુલબાંગો શરૂ કરશે પણ ભ્રષ્ટાચારના છાંટા ઉડેલા છે, તેવા કેટલાંને કાપે છે, તે જોવાનું રહે છે.ભાજપ સામે એન્ટી-ઈન્કમ્બન્સી માઈનસ પોઈન્ટ છે, તો બીજી તરફ કોંગ્રેસ પ્રજાકિય પ્રશ્નો લઈને ક્યારેય મક્કમતાથી રોડ પર નથી આવી તે તેનો માઈનસ પોઈન્ટ છે.

READ ALSO

Related posts

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana

સરકારી નોકરી/ રેલવેમાં 2500 પદ પર નીકળી ભરતી, મળશે બમ્પર સેલરી, અહીંયા જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!