GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

અમદાવાદની આ સભામાં એવો બખેડો થયો કે કોર્પોરેટરો, અધિકારીઓ અને પોલીસની ખૂલી ગઈ પોલ

અમદાવાદમાં ઠેર ઠેર થઇ રહેલાં ગેરકાયદે બાંધકામના ભાજપ-કોંગ્રેસના કાર્યકરો અને આરટીઆઈના કાયદા હેઠળ અરજીઓ કરનારા હપ્તા લેતા હોવાની મ્યુનિ. બોર્ડમાં ચર્ચા થઇ હતી. જે દરમ્યાન દરિયાપુરના કોંગ્રેસના કોર્પોરેટરે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે કાર્યકરો જ નહીં આવી ભ્રષ્ટ પ્રવૃત્તીમાં કોર્પોરેટરો પણ સામેલ છે, તે બાબત હું સ્પષ્ટ રીતે કહું છું. આવા કોર્પોરેટરોના નામ જાહેર કરવા જોઇએ. અધ્યક્ષ સ્થાનેથી મેયર બિજલ પટેલે કહ્યું હતું કે તમે કોર્પોરેટરોના નામ આપો. જેના જવાબમાં દરિયાપુરના કોર્પોરેટરે કહ્યું હતું કે તમે વડા છો, તમે સાતેય ઝોનના એસ્ટેટ-ટીડીઓ અધિકારીઓ પાસે નામો માગો તુરત મળી જશે. તમે બચાવ કરો છો.

મેયરે પગલાં લેવા કર્યું આ

મેયરે કહ્યું તમે આમ ના બોલો, બચાવ કરો છો એટલે શું ? આવા શબ્દો સાંભળી લેવામાં નહીં આવે. પૂર્વ મેયરે કહ્યું હતું કે, તમે એમ કહેવા માગો છો કે ગેરકાયદે બાંધકામ અંગે કોર્પોરેટરે અધિકારીનું ધ્યાન ના દોરવું ! જો કે પછી તેમણે ઉમેર્યું હતું કે ભૂતકાળમાં ભાજપ-કોંગ્રેસે ભેગા થઇ આવા નામોની યાદી તૈયાર કરી હતી, જેમની અરજીઓ ધ્યાને નાલેવા તંત્રને જણાવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જમાલપુરના કોંગ્રેસના કોર્પોરેટરે શાહનવાઝે આજે સોશ્યલ મીડિયામાં મધ્યઝોનના ડે.ટીડીઓ આર.કે.તડવી વિરૂદ્ધ સોશ્યલ મીડિયામાં એવી પોસ્ટ મુકી હતી કે તેઓ તોડબાજ છે, જપ્ત કરેલ લારીગલ્લાવાળાનો સામાન છોડાવાના હપ્તા લે છે.

સામે અધિકારીએ જણાવ્યું કે…

સામે અધિકારીએ જણાવ્યું હતું કે ભદ્ર ત્રણ દરવાજા અને પાનકોર નાકાથી જપ્ત કરેલ માલસામાન છોડી દેવા તેમણે ભલામણ કરી હતી, તેનો સ્વીકાર નહીં થતાં આમ કરવામાં આવ્યું છે. આ બાબતનો પડઘો બોર્ડની બેઠકમાં પડ્યો હતો. પ્રારંભમાં ભાજપના નેતાએ કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં આવી બાબતો મૂકી અધિકારીનું મોરલ તોડવાની વાત ના કરાય. ગેરકાયદે બાંધકામની વાત કરીશું તો તેમા બહુમતિ-લઘુમતિનો મુદ્દો આવશે.

લઘુમતિ વિસ્તારમાં કોઈ રોકવા જાવ તો કર્મચારીને ભગાડી મુકાય છે. બાકી કમિશનરે તપાસ કરી આક્ષેપ સાચો હોય તો અધિકારી સામે પગલા લેવા જોઇએ અને ખોટો હોય તો સભ્યને ઠપકો આપવો જોઇએ. જેના જવાબમાં જમાલપુરના કોર્પોરેટરે કહ્યું હતું કે શહેરમાં 90 ટકા બાંધકામો ગેરકાયદેસર રીતે થાય છે. ભાજપના એક કોર્પોરેટરે કહ્યું હતું કે, તમારા વિસ્તારની વાત કરો છો.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે…

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું હતું કે સ્માર્ટ સિટી, સ્વચ્છ સિટી હમણાની ઇવેન્ટના કારણે દેશભરમાં અમદાવાદનું નામ ગાજ્યું છે. તમે આવી પોસ્ટ મુકીને શું સાબિત કરવા માગો છો. કોંગ્રેસના પૂર્વનેતાએ કહ્યું હતું કે ગેરકાયદે બાંધકામ પોલીસતંત્ર પણ ભૂમિકા ભજવવા માંડયું છે. કયા બંદોબસ્ત આપવો, કોની સામેની અરજી પાછી ખેંચાવવી તેમા રત રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગેરકાયદે બાંધકામના હપ્તામાં મધ્યઝોનના કોર્પોરેટરો સામે પણ વારંવાર આંગળી ચિંધાય છે. કેટલાંકની તો તેમના પક્ષના મોવડી મંડળ સુધી વાતો પહોંચેલી છે. આગામી ચૂંટણીમા તેઓ કપાશે તેમ પણ માનવામાં આવે છે.

Read Also

Related posts

જમ્યા બાદ સસરા અવનીને બાજુમાં બેસાડી ન શોભે એવું કરતા અને ડૉક્ટર પતિ પ્રેમિકાને લઈને ફરતો..

Ankita Trada

બોયફ્રેન્ડ સાથે કોરોનાકાળમાં પાણી પુરી ખાતી હતી પત્ની અને પતિ જોઈ ગયો, એવું થયું કે કેસમાં પોલીસની થઈ એન્ટ્રી

Pravin Makwana

અમદાવાદમાં કોર્પોરેટરની દબંગાઈ, વીજ બિલ અંગે રજૂઆત કરવા જતા કર્યો આવો વ્યવહાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!