ભારતમાં જ નહીં બલ્કે બીજી તરફ વૈશ્વિક સ્તરે કોરોના વેક્સિનની સફળતા સહિતના અન્ય સાનુકૂળ અહેવાલોની આજે ભારતીય શેરબજાર પર સાનુકૂળ અસર જોવા મળી હતી. તો બીજી તરફ બુલીયન બજારમાં કડાકો બોલી ગયો હતો. આ અહેવાલો પાછળ ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ સેન્સેક્સે પ્રથમ વખત 44600ની સપાટી કૂદાવી હતી. જ્યારે નિફટીએ પણ પ્રથમ વખત 13000ની સપાટી કૂદાવી હતી. બીજી તરફ આ અહેવાલો પાછળ અમદાવાદ તેમજ મુંબઇ બુલિયન બજારમાં સોના અને ચાંદીમાં પ્રચંડ કડાકા બોલી જવા પામ્યા હતા.

અમદાવાદ તેમજ મુંબઇ બુલિયન બજારમાં સોના અને ચાંદીમાં પ્રચંડ કડાકા બોલી જવા પામ્યા
સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસમાં વધારો થવાની બીજી તરફ વિશ્વની આગેવાન ફાર્મા કંપનીઓને કોરોના વેક્સિનમાં સફળતા મળી રહ્યાના દાવા વચ્ચે ચાલુ વર્ષના અંતિમ તબક્કામાં અથવા તો નવા વર્ષના પ્રારંભે બજારમાં રજૂ કરાશે તેવા અહેવાલોની આજે શેરબજાર પર સાનુકૂળ અસર થવા પામી હતી.

ચૂંટણીમાં ઊદભવેલ પ્રતિકૂળતાનો અંત નજીકમાં હોવાના તેમજ ટ્રમ્પ બાઇડનને સહકાર આપવા તૈયાર હોવાના અહેવાલો
આ ઉપરાંત અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ઊદભવેલ પ્રતિકૂળતાનો અંત નજીકમાં હોવાના તેમજ ટ્રમ્પ બાઇડનને સહકાર આપવા તૈયાર હોવાના અહેવાલો પાછળ ક્રૂડ-ઓઇલમાં તેજીનો પવન ફૂંકાતા તેની શેરબજાર પર સાનુકૂળ અસર જોવાઇ હતી. ઘરઆંગણે પણ સરકાર દ્વારા કોરોના વેક્સિનના વિતરણ માટે તમામ રાજ્યોને તૈયારી કરવાના અપાયેલ આદેશોએ બજારની તેજીને વેગ સાંપડયો હતો.
આદેશોએ બજારની તેજીને વેગ સાંપડયો
આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલ નવી લેવાલીએ મુંબઇ શેરબજારમાં ઓલરાઉન્ડ તેજીનો માહોલ સર્જાયો હતો. એકધારી નવી લેવાલી પાછળ સેન્સેક્સ ઈન્ટ્રાડે ઊછળીને પ્રથમ વખત 44600ની સપાટી કૂદાવી 44601.63ની નવી ઊંચાઇએ વિક્રમ રચીને કામકાજના અંતે 445.87 પોઇન્ટ ઊછળીને 44523.02ની નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો.
વિક્રમ રચીને કામકાજના અંતે 445.87 પોઇન્ટ ઊછળીને 44523.02ની નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ બંધ
એનએસઇ ખાતે પણ આ અહેવાલો પાછળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ નિફટી ઈન્ટ્રાડે પ્રથમ વખત જ 13000ની સપાટી કુદાવીને 13079.10ની ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શી કામકાજના અંતે 128.70 પોઇન્ટ વધીને 13055.15ની નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં નોંધાયેલ ઊછાળાના પગલે આજે રોકાણકારોની સંપતિમાં (બીએસઇ માર્કેટ કેપ.) રૂા. 1.35 લાખ કરોડનો વધારો થતા અંતે તે રૂા. 174.81 લાખ કરોડ પહોંચ્યું હતું. વિદેશી રોકાણકારો દ્વારા આજે ભારતીય શેરબજારમાં રૂા. 4563 કરોડની નવી લેવાલી હાથ ધરાઇ હતી.

ભારતીય શેરબજારમાં રૂા. 4563 કરોડની નવી લેવાલી હાથ ધરાઇ
વૈશ્વિક સ્તરે કોરોના વેક્સિનની સફળતાના અહેવાલોથી વિશ્વભરના બુલીયન બજારોમાં કડાકો બોલી ગયો હતો. આ અહેવાલો પાછળ વિશ્વ બજારમાં સોનું 1868 ડોલરથી તૂટી 1812 ડોલર અને ચાંદી તૂટીને 23.26 ડોલર મુકાતી હતી. આ અહેવાલો પાછળ અમદાવાદ સોના ચાંદી બજારમાં સોનાના ભાવમાં રૂા. 1200નું ગાબડું બોલાતા 99.50ના રૂા. 51000 અને 99.90ના રૂા. 51200 પર ઊતરી આવ્યા હતા. જ્યારે ચાંદી રૂા. 2000 તૂટીને રૂા. 60,500ના તળીયે પટકાઇ હતી. મુંબઇ 99.50 સોનામાં રૂા. 1300નું ગાબડું પડતાતે રૂા. 48779 ઊતરી આવ્યું હતું. જ્યારે ચાંદી રૂા. 1800 તૂટીને રૂા. 59704ની સપાટીએ નરમ રહી હતી.
અમેરિકી શેરબજારમાં તેજીનો પવન
કોરોના વેક્સિનની ટ્રાયલમાં સફળતા તેમજ સ્થાનિક ચૂંટણીનું કોકડું ઊકેલાયાના અહેવાલોની આજે અમેરિકી શેરબજાર પર સાનુકૂળ અસર જોવા મળી હતી. છેલ્લા સમાચાર મુજબ ડાઉજોન્સ ઈન્ડેક્સ 484 પોઇન્ટ ઊછળી 30075ની સપાટીએ કાર્યરત હતો. જ્યારે નાસ્ડેક 113 પોઇન્ટ વધીને 11994ની સપાટીએ હતો.
READ ALSO
- ગુજરાત એટીએસને મળી સૌથી મોટી સફળતા/ ઓઈલ પાઈપલાઈનમાં પંચર કરી કરોડોની કમાણી કરતો, 8 રાજ્યોની પોલીસ શોધતી હતી
- Hiring 2021: બેરોજગાર લોકો માટે ખુશખબર, આ સેક્ટર્સમાં આવવાની છે નોકરીની ભરમાર
- ભારતીય શેરબજારમાં આવેલા જબરદસ્ત ઉછાળાથી રોકાણકારો સાવધાન રહેજો નહીંતર…
- ગીર સોમનાથ/ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીએ વધું એક જીવ લીધો, ઝેરી દવા પી આપધાત કર્યો
- અરિંદમ ભટ્ટાચાર્યએ મમતા સરકાર પર લગાવ્યા મોટા આરોપો, હાલમાં જ TMC છોડીને ભાજપમાં થયા છે સામેલ