કોરોનાનું સંક્રમણ વધતાં ગુજરાતીઓ હવે એલોપેથી દવા કરતાં આયુર્વેદમાં વધુ વિશ્વાસ કરતાં થયા છે જેના કારણે એવી પરિસિૃથતીનું નિર્માણ થયુ છેકે, આજે અમદાવાદ સહિત રાજ્યની સરકારી-ખાનગી આયુર્વેદ હોસ્પિટલ-ક્લિનિકોમાં દર્દીઓની સંખ્યામાં 45 ટકા સુધીનો વધારો થયો છે. નોંધ લેવા જેવી વાત તો એછેકે, હોમ કવોરન્ટાઇનમાં ય આયુર્વેદની દવાનો ઉપયોગ કરનારાં વધ્યાં છે. ગુજરાતમાં હજુય કોરોના કાબૂમાં આવી શક્યો નથી. દિવાળી બાદ તો અમદાવાદમાં ય કોરોનાના કેસો વધ્યાં છે. જોકે, એલોપેથી કરતાં લોકો આયુર્વેદની દવાનો સહારો લેતાં થયા છે.

કોરોનામાં ય આયુર્વેદની દવાથી ખૂબ સારા પરિણામ મળી રહ્યાં છે જેના કારણે આજે આયુર્વેદની દવાનો વપરાશ વધ્યો છે. ગુજરાત આયુર્વેદ બોર્ડના ચેરમેન ડો.હસમુખ સોનીનું કહેવંવ છેેકે, આજે સરકારી-ખાનગી આર્યુવેદિક હોસ્પિટલ-કલિનિકોમાં દર્દીઓની સંખ્યામાં 45 ટકાનો વધારો થયો છે.આ એજ દર્શાવે છેકે, લોકોને આયુર્વેદમાં વિશ્વાસ જન્મયો છે. એટલું જ નહીં, કોરોનામાં ગળો અસરકારક દવા છે.આજે ગળોની બજારમાં અછત વર્તાઇ રહી છે. ગળોના વપરાશમાં 300 ટકાનો વધારો થયો છે.આ ઉપરાંત રાજ્યમાં 22 હજાર ખાનગી આયુર્વેદ ડોક્ટરોની પ્રેકટીસ વધી છે અને કલિનિકો ધમધમતાં થયા છે. લોકો સામે ચાલીને સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં જઇને આયુષની માર્ગદર્શિકા મુજબ ઉકાળાથી માંડીને અન્ય દવાઓ વિના મૂલ્યે મેળવે છે.

એક વર્ષ પહેલાં આયુર્વેદ કલિનિકો સૂના પડયાં હતાં પણ હવે સિૃથતી બદલાઇ છે.અસારવા સિૃથત મણિબેન સરકારી આયુર્વેદ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.પ્રણવ દલવાડી કહે છેકે, આજે કોરોનાના કેસો વધ્યાં છે ત્યારે રોજ 350 દર્દીઓ ઓપીડીમાં આવે છે અને સિનિયર વૈદ્યોને મળીને વિનામૂલ્યે દવા મેળવે છે.
લોકોને હવે આયુર્વેદનું મહત્વ સમજાવવા માંડયુ છે. આયુર્વેદના સારા પરિણામ મળતાં લોકો આયુર્વેદની સારવાર લેતા થયા છે.કોરોનાના લીધે હર્બલ ટી થી માંડીને આયુર્વેદિક ઉકાળો સહિતની દવાનો ઉપયોગ વધ્યો છે. મહત્વની વાત એ છેકે, કોરોનાના સંક્રમણ બાદ હોમ કવોરન્ટાઇનમાં ય આયુર્વેદની દવાનો ઉપયોગ કરનારાની સંખ્યામાં વધારો થયો છે. આમ, કોરોનાકાળમાં આયુર્વેદ સારવાર માટે દર્દીઓની સંખ્યા વધી છે.
ઓનલાઇન કન્સલ્ટન્ટ પણ વધ્યું, 30 ટકા સુધીનો વધારો થયો
આખાય વિશ્વમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે.હજુ ય કોરોનાની દવા શોધાઇ નથી ત્યારે આયુર્વદની દવામાં લોકોને એક આશા જન્મી છે. આ કારણોસર ભારતીયોને જ નહીં, વિદેશીઓને ય આયુર્વેદમાં રસ પડયો છે. વૈધ પ્રવિણ હિરપરાનું કહેવું છેકે, ઓનલાઇન વિડીયો કન્સલ્ટીગમાં 30 ટકા સુધીનો વધારો થયો છે.
લોકો ઓનલાઇન માર્ગદર્શન-સલાહ મેળવે છે. અમેરિકા, દુબઇ , કતાર , સાઉથ આફ્રિકા , કઝાકિસ્તાન સહિતના દેશોથી આયુર્વેદની સારવાર માટે વિદેશીઓ સલાહ લઇ રહ્યાં છે. ઓનલાઇન કન્સલ્ટન્ટ બાદ કુરિયરથી આયુર્વેદ દવા મોકલવામાં આવે છે. વિદેશમાં લોકો હેલૃથ સપ્લીમેન્ટ તરીકે આયુર્વેદની દવા લે છે.
READ ALSO
- સુરત/ 120 બેઠક માટે અત્યાર સુધી 2700 થી વધુ ફોર્મ વહેંચાયા
- જાણો શું છે આધાર ચેટબોટ અને આધાર હેન્ડબુક, જે આપે છે તમારા સવાલના જવાબ
- ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા અન્ના હજારે, 30 માર્ચથી શરુ કરશે આમરણ અનશન
- સંસદ માર્ગ પર આકાશવાણી ભવનમાં આગ, ફાયરની 8 ગાડીઓએ મેળવ્યું આગ નિયંત્રણ
- કાર્યક્રમમાં પહોંચેલા ભાજપના મંત્રી સ્થાનિકોની નારાજગીનો બન્યા ભોગ, પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ લીધો ઉધડો!