GSTV

દર્દીઓ અને મૃત્યુની સંખ્યા વધતા લોકોમાં ગભરાટની સ્થિતિ, વિકટ પરિસ્થિતિમાં દોડધામમાં થયો વધારો

કોરોના

અમદાવાદમાં વચ્ચેના ગાળામાં લગભગ નિયંત્રણમાં આવી ગયેલા કોરોના વાયરસે દિવાળીના તહેવારો બાદ ફરી માથું ઉંચક્યું છે. 143 સુધી પહોંચી ગયેલો રોજીંદા દર્દીઓનો આંકડો ફરી એપ્રિલ- મેની યાદ અપાવતો 354ની ઉપર અને બેની આજુબાજુ રહેતો મૃત્યુનો આંકડો સીધો 13નો થઈ ગયો છે. દર્દીઓની સંખ્યા વધવા સાથે હૉસ્પિટલમાં દાખલ થવાની પ્રથામાં કરાયેલા ફેરફારે દર્દીની અને તેના કુટુંબીજનોની ચિંતામાં વધારો કર્યો છે.

108

મૃત્યુનો આંકડો સીધો 13નો થઈ ગયો

આ અંગેની વિગતો એવી છે કે, અત્યાર સુધી હૉસ્પિટલમાં દાખલ થવા ઇચ્છતા દર્દી એસવીપી હૉસ્પિટલ પહોંચી જાય તો ત્યાંથી તેમને જે ખાનગી હૉસ્પિટલમાં જગ્યા હોય ત્યાં રિફર કરવામાં આવતા હવે આ સત્તા 108ની ટીમને આપી દેવામાં આવી છે. 108માં આવતા ડૉક્ટર દર્દીની સ્થિતિ તપાસીને તેમના સિનિયર ડૉક્ટર સાથે ચર્ચા કરે છે ત્યારબાદ તે સૂચવે તે હૉસ્પિટલ દર્દીને લઈ જવામાં આવે છે. ક્યારેક તો કરમસદ, ખેડા, કલોલ, ગાંધીનગરની હૉસ્પિટલમાં દર્દીને તેમની ઇચ્છા ના હોય તો પણ લઈ જવાય છે. આ પ્રથાના ફેરફારની લોકોને હજુ પૂરતી જાણકારી નહી હોવાથી કેટલાય સીધા એસવીપી પહોંચી જાય છે. બાદમાં 108ને ત્યાં બોલાવવાની ફરજ પડે છે.

SVPના બદલે હૉસ્પિટલ નક્કી કરવાની સત્તા 108ની ટીમને આપતા ગુંચવાડો

બીજી તરફ એસવીપી કે અન્ય ખાનગી હૉસ્પિટલમાં જવા માગતા દર્દી 108 બોલાવી શકતા નથી. કેમકે, 108 પોતે નક્કી કરેલી હૉસ્પિટલમાં જ લઈ જાય છે. આવા દર્દીને પોતાના ઘરનું વાહન હૉસ્પિટલ મૂકવા જાય તો મૂકવા જનાર સંક્રમિત થાય છે અને રીક્ષામાં જાય તો ત્યારબાદ બેસના પેસેન્જર અને રીક્ષા ડ્રાઇવર સંક્રમિત થાય છે.

આ સ્થિતિનો નિવેડોલાવવા 108ને જો દર્દી ચોક્કસ હૉસ્પિટલ લઈ જવાનું કહે તો લઈ જવાની છૂટ આપવી જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે. ઉપરાંત મ્યુનિ અને સરકારી હૉસ્પિટલોમાં હાલમાં ડૉક્ટરોની સંખ્યા અને પેરા મેડિકલ સ્ટાફની ઘટ પડી રહી છે. એસવીપીનો કેટલોક સ્ટાફ સંજીવની મેડિકલ વાનમાં રોકાયેલો છે.

હૉસ્પિટલોમાં હાલમાં ડૉક્ટરોની સંખ્યા અને પેરા મેડિકલ સ્ટાફની ઘટ

આ સ્થિતિનો નીવેડો લાવવા બહારથી 300 ડોક્ટરો લાવવા ઉપરાંત જુદી જુદી મેડિકલ કોલેજોના 900થી વધુ વિદ્યાર્થીઓને અમદાવાદમાં બોલાવવા કયામત હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. દરમ્યાનમાં રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવા ફરી ડોમ વધારી દેવાયા છે. આમ છતાં અર્બન હેલ્થ સેન્ટરો અને ડોમમાં લોકોની લાઇનો લાગે છે. જ્યાં પોઝિટિવ નીકળતા દર્દીઓના આંકડા ઘણાં ઉંચા છે, જે દર્શાવાતા નહી હોવાનું જણાય છે.

READ ALSO

READ ALSO

Related posts

વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત

Ali Asgar Devjani

પ્રથમ દિવસે ના પૂર્ણ થયો વેક્સિન લગાવવાનો ટાર્ગેટ, 1.91 લાખ લોકોને જ લગાવવામાં આવ્યા ડોઝ

Ali Asgar Devjani

ઈતિહાસના પાને નોંધાઈ જશે આજનો દિવસ/ રસીકરણનો પ્રથમ દિવસ સફળ રહ્યો, આજે આટલા લોકોને અપાઈ કોરોનાની રસી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!