GSTV
Gujarat Government Advertisement

દેશમાં જીવલેણ વાયરસનો ગ્રાફ દિવસેને દિવસે વધ્યો, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 48294 કેસો નોંધાયા

Last Updated on July 23, 2020 by pratik shah

ભારતમાં કોરોના વાયરસનો ફેલાવો અતી ઝડપથી થઈ રહ્યો છે, ત્યારે દેશની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે દિવસે ને દિવસે વાઇરસના નવા કેસોનો ગ્રાફ આગળ વધી રહ્યો છે. માત્ર 24 કલાકમાં જ દેશમાં કોરોનાના નવા અધધધ 48294 કેસો સામે આવ્યા છે જે અત્યાર સુધીમાં દૈનિક કેસોમાં સૌથી વધુ છે. જે સાથે જ કુલ કેસોની સંખ્યા 12,34,269ને પાર પહોંચી ગઇ છે. જ્યારે માત્ર 24 કલાકમાં જ આશરે 700 લોકોએ જીવ ગૂમાવ્યો છે. જ્યારે બીજી તરફ સરકારના દાવા મુજબ રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે, ભારતમાં સવા બાર લાખ કેસોની સામે 7.79 લાખ લોકોને સાજા પણ કરી લેવાયા છે, જોકે મૃત્યુઆંક 29396એ પહોંચી ગયો છે. બુધવારે વધુ 34593 દર્દીઓને સાજા કરી લેવાયા હતા જે સાથે જ દેશનો રિકવરી રેટ 63.13 ટકાએ પહોંચી ગયો છે.

24 કલાકમાં જ દેશમાં કોરોનાના નવા અધધધ 48294 કેસો સામે આવ્યા

રાજ્યો પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં 337607 કેસો છે અને 12556 લોકો મૃત્યુ પામ્યા છે. તામિલનાડુમાં આંકડો 186492એ પહોંચી ગયો છે, દિલ્હીમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા 126323 છે. બીજી તરફ કર્ણાટકમાં કેસો વધીને 75833એ પહોંચી ગયા છે. ગુજરાતમા 51485 કેસો છે તેવી જ રીતે ઉત્તર પ્રદેશમાં પણ આંકડો ઝડપથી વધી રહ્યો છે અહીં કુલ કેસોની સંખ્યા 55588એ પહોંચી ગઇ છે.

મહારાષ્ટ્રમાં 337607 કેસો છે અને 12556 લોકો મૃત્યુ પામ્યા

કેન્દ્રીય મંત્રાલય દ્વારા જાહેર કરેલા રિકવરીના આંકડા મુજબ દેશમાં રિકવરી રેટ સુધરી રહ્યો છે જ્યારે બીજી તરફ કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત 19 રાજ્યોમાં આ રેટની પરિસ્થિતિમા વધુ સુધારો જોવા મળ્યો અને તેની ટકાવારી 63 ટકાથી પણ આગળ નીકળી ગઇ છે. જ્યારે મૃત્યુઆંક છે તે કેટલાક રાજ્યોમાં વધારે છે. દેશનો કુલ મૃત્યુઆંક મંગળવારે 2.43 ટકા હતો કે હવે ઘટીને 2.41 ટકા પર આવી ગયો છે. 17મી જુને મૃત્યુઆંક 3.36 ટકા હતો, જેટલો મૃત્યુઆંક વધુ તેટલી પરિસ્થિતિ વધુ કથળી રહી છે તેમ નિષ્ણાંતોનો દાવો છે.

રિકવરીના આંકડા મુજબ દેશમાં રિકવરી રેટ સુધરી રહ્યો છે

સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોના ઘરે ઘરે જઇને હવે કોરોનાના ટેસ્ટિંગ અને તપાસને વધુ ઝડપી બનાવવા રાજ્યોને આદેશ આપ્યા છે, જેટલો ઝડપી ટેસ્ટ તેટલી ઝડપથી સારવાર પણ દર્દીને મળી રહેશે અને આમ કરવાથી કોરોના સામેની લડાઇમાં મદદ મળી શકશે તેમ સરકારનો દાવો છે. દિલ્હી સરકારે આ ગતીને વધુ ઝડપી બનાવી દીધી છે અહી સેરો સરવેને આગામી પહેલી ઓગસ્ટથી પાંચ તારીખ સુધી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાસવાન ગયા પાવર પણ ગયો: ચિરાગ-પશુપતિ આમને સામને, બન્નેએ એકબીજાને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા

Pravin Makwana

રસીકરણ: કોરોનાથી થતાં મોતના જોખમ સામે રસી લીધા બાદ મોતનું જોખમ નગણ્ય, લાખો લોકોમાં ફક્ત એકના મોતની કેન્દ્રએ કરી પુષ્ટી

Pravin Makwana

વિશ્વની મહાસત્તાઓમાં પરમાણુ હથિયારો ઘટાડવાની ચર્ચા વચ્ચે ચીન, ભારત અને પાકિસ્તાનની શસ્ત્રો વધારવા સ્પર્ધા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!