GSTV

સુરત/ જીવલેણ વાયરસનો ભરડો વધતા પાલિકાએ જાહેર કરી નવી ગાઈડલાઈન, કન્ટેનમેન્ટ ઝોનમાં લદાશે આ નિયમ

સુરતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ઉલ્લેખનીય છે કે આ ઘાતક વાયરસે માથું ઉચકતા ઓફિસ માટે પાલિકાએ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જ્યારે કોરોનાના કેસ વધ્યા તો ઓફિસ બંધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં ઓફિસ ખોલવાની મંજૂરી નથી. નોંધપાત્ર છે કે ઓફિસમાં હાજર દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. ઉલ્લેખનીય છે કે નવી ગાઇડલાઇન મુજબ દરેક ઓફિસમાં એક કોવીડ નોડલ ઓફિસર ફરજિયાત રહેશે.

નવી ગાઇડલાઇન મુજબ દરેક ઓફિસમાં એક કોવીડ નોડલ ઓફિસર ફરજિયાત રહેશે

કોરોનાના કેસ વધ્યા તો ઓફિસ બંધ કરવામાં આવશે

ઓફિસમાં ૨૫ કર્મચારીઓ વચ્ચે એક ગ્રુપ લીડર હોવો જોઈએ..ઓફિસના દરેક રૂમમાં વેન્ટિલેશનની વ્યવસ્થા ફરજિયાત કરવાની રહેશે. ઓફિસમાં વિડિયો કોન્ફરન્સથી મીટીંગ નું આયોજન થવું જોઈએ. નોંધપાત્ર છે કે અનિવાર્ય સંજોગોમાં સોશિયલ ડિસ્ટનસિંગના અમલ સાથે મીટીંગ થવી જોઈએ. ઈનવર્ડ અને આઉટવર્ડ વિભાગમાં કામ કરતા કર્મચારીઓએ ગ્લવ્ઝનો ઉપયોગ કરવો.

જમવાના સ્થળે સોશિયલ ડિસ્ટન્સનો ફરજિયાત અમલ કરવો પડશે

ઉલ્લેખનીય છે કે જમવાના સ્થળે સોશિયલ ડિસ્ટન્સનો ફરજિયાત અમલ કરવો પડશે…કોઈ કર્મચારીને પોઝિટિવ કેસ આવે તો ઓફિસને સેનેટાઈઝ કર્યા બાદ તેનો ઉપયોગ કરી શકાશે..એક અથવા બે કેસ આવે તો ઓફિસને સેનેટાઈઝની કામગીરી કરી બાદમાં વપરાશ કરી શકાશે…બેથી વધુ કેસ આવે તો સેનેટાઈઝ કર્યા બાદ ૪૮ કલાક ઓફિસ બંધ રાખવાની રહેશે….જ્યારે કન્ટેન્મેન્ટ ઝોનમાં ઓફિસને મંજૂરી આપવામાં આવશે નહી.

READ ALSO

Related posts

ગુજરાતની જીવાદોરી નર્મદાની જળ સપાટીમાં થયો વધારો, ડેમાં 10 દરવાજા ખોલ્યા

Pravin Makwana

ગુજરાત સહિત આ રાજ્યોમાં ત્રણ દિવસ પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે આપી ચેતવણી

Mansi Patel

પાક નુકસાનીના સર્વે પર આપના વત્તી GSTVએ સરકારને કર્યો આ સવાલ, જાણો સરકારે શું આપી છે ખાતરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!