GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

વિશ્વમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત, પોઝીટિવ કેસોની સંખ્યા 1 કરોડ 32 લાખને પાર

વિશ્વભરમાં કોરોના વાયરસનો કેર યથાવત છે. દુનિયામા કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1 કરોડ 32 લાખ 36 હજારને પાર પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે જેમાં 49 લાખ 64 હજાર એક્ટિવ કેસ છે. જ્યારે વિશ્વમાં 58 હજાર 881 દર્દીઓની પરિસ્થિતિ વધુ ગંભીર છે. ઉલ્લેખનીય છે કે દુનિયામાં કોરોનાથી કુલ મૃત્યુઆંક પાંચ લાખ 75 હજારને પાર થયો છે.

કુલ મૃત્યુઆંક પાંચ લાખ 75 હજારને પાર

જ્યારે દુનિયામાં 76 લાખ 96 હજારથી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અમેરિકામાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 34 લાખ 79 હજાર 400ને પાર થઈ છે.જ્યારે અમેરિકામાં કુલ મૃત્યુઆંક 1 લાખ 38 હજાર 247ને પાર થઈ છે. બ્રાઝિલમાં કુલ પોઝિટિવ કેસ 18  લાખ 87હજારથી વધુ નોંધાયા છે. 72 હજાર 921 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે.

દેશભરમાં કોરોનાનો કેર યથાવત છે. ત્યારે બીજીતરફ દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 9 લાખન પાર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 28 હજાર 178 પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ પોઝિટિવ કેસની સંખ્યા 9 લાખ સાત હજાર 645 થયા છે. જેમાં 3 લાખ 11 હજારથી વધુ એક્ટિવ કેસ છે..દેશમાં 24 કલાકમાં કોરોનાથી 540 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 23 હજાર 727 થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 6,497 પોઝિટિવ કેસ નોંધાયા છે..જ્યારે દિલ્હીમાં બારસોથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે..

READ ALSO

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: લોકલ ટ્રેનોમાં ફસાયા 200 લોકો, અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ રેડ એલર્ટ

Pravin Makwana

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!