GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

CORONAએ જગત જમાદારને ઘૂંટણિયે પાડી દીધો : મહાસત્તા પણ હારી ગઈ, વિશ્વમાં સૌથી વધુ કોરોનાનો કહેર અમેરિકામાં

દુનિયાભરના 195 દેશોમાં ફેલાઈ ચુકેલા કોરોના (corona) વાઈરસ(કોવિડ-19)નો કહેર અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. આ વાઈરસથી અત્યાર સુધી 33 હજાર 509 લોકોના મોત થયા છે. સાત લાખ કરતા વધારે લોકો સંક્રમિત થઈ ગયા છે. દુનિયાના સૌથી ( શક્તિશાળી દેશ અમેરીકામાં પણ કોરોના (corona) કહેર બનીને વરસી રહ્યો છે. અમેરિકામાં 24 કલાકમાં 518 લોકોના મોત થયા છે. વર્લ્ડોમીટરના જણાવ્યા પ્રમાણે, દેશમાં અત્યાર સુધી 2,484 લોકોના મોત થઈ ચુક્યા છે. સાથે જ એક લાખ 42 હજારથી વધારે લોકો સંક્રમિત થયા છે. અમેરિકામાં ન્યૂયોર્ક સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. અહીંયા 24 કલાકમાં સંક્રમણના 7200 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા 59 હજારથી વધારે થઈ ગઈ છે. જેમાં માત્ર ન્યૂયોર્ક સિટીમાં 33,768 કેસ છે. આ સમયે અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરીને જાણકારી આપી કે વ્હાઈટ હાઉસની કોરોના ટાસ્કફોર્સને ન્યુયોર્કમાં કડક ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

અમેરીકામાં કોરોનાના સંક્રમીતોની સંખ્યા વધીને 1.42 લાખ પર પહોંચી

દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં પણ કોરોના વાયરસનો જીવલેણ પ્રકોપ વધી રહ્યો છ. એક બાજૂ જ્યાં પોઝિટીવ કેસ સતત વધી રહ્યા છે, ત્યાં વળી મરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અમેરિકામાં અત્યાર સુધીમાં એટલે કે, રવિવાર સુધીમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 1.42 લાખ પર પહોંચી ગયો છે. તો વળી મરનારા લોકોની સંખ્યા વધીને 2484 થઈ ગઈ છે. આ ઉપરાંત 1095 દર્દી સાજા થયા છે. કોરોનાના વધતા કેસને ધ્યાનામાં રાખતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે, આગામી બે સપ્તાહમાં મોતનો આંકડો જોર પકડશે. સાથે જ કહ્યું કે, દેશમાં સોશ્યલ ડિસ્ટેસિંગનો નિયમ 30 એપ્રિલ સુધી લાગુ રહેશે.

વિશ્વમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો

વિશ્વમાં કોરોના વાઈરસથી પીડિત દર્દીઓની સંખ્યામાં સતત થઈ રહેલો વધારો સ્પષ્ટપણે સંકેત આપે છે કે વિશ્વએ ઘણી લાંબી લડત લડવાની છે. જર્મન ચાન્લેસલર એન્જેલા મર્કેલે એક ઓડિયો સંદેશામાં જણાવ્યું હતું કે, આ તબક્કે આપણે કોરોનાનો પ્રસાર સંપૂર્ણપણે અટકાવી શકીશું નહીં, પંરતુ આપણે દૈનિક નવા કેસોની સંખ્યામાં ઘટાડો કરવાનો પ્રયત્ન જરૂર કરી શકીએ છીએ. આમ કરવાથી કોરોનાનો પ્રસાર ધીમો થઈ શકશે. મર્કેલ પોતે કોરોનાનો કેસ પોઝીટીવ આવતાં હોમ ક્વોરેન્ટાઈનમાં છે. મર્કેલે દેશવાસીઓને ધીરજ રાખવા અપીલ કરી હતી. જર્મનીમાં આવશ્યક ચીજો સિવાયની બધી જ દુકાનો બંધ કરી દેવાઈ છે અને બેથી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ પ્રતિબંધો ૨૦મી એપ્રિલ સુધી ચાલશે.

Related posts

હવે આખી ગલવાન ઘાટી પર ચીને દાવો કર્યોઃ ભારતને દૂર રહેવાની ચેતવણી આપી

Nilesh Jethva

ભારતમાં કોરોના પોઝિટીવ 1.50 લાખને પાર, માત્ર 8 દિવસમાં વધ્યા નવા 50 હજાર કેસ

Harshad Patel

ડરના જરૂરી હૈઃ 3 અઠવાડિયામાં ભારતમાં કોરોનાનાં 1 લાખથી વધારે કેસ, 2600થી વધારે મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!