GSTV

સાવધાન! વિશ્વમાં જીવલેણ મહામારીના કુલ કેસોનો આંકડો વધીને બે કરોડ, દર આટલા દિવસે ચેપગ્રસ્તોની સંખ્યા થાય છે બમણી

વિશ્વ જીવલેણ વાયરસની સામે ઝઝૂમી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ઘાતક વાયરસને કારણે દુનિયામાં કોરોનાના કેસોની સંખ્યા બે કરોડનો આંક વટાવી ગઇ છે. જેમાં અડધાથી વધારે કેસો અમેરિકા, ભારત અને બ્રાઝિલમાં નોંધાયેલાં છે. હાલ કોરોનાના કેસોની સંખ્યા 45 દિવસમાં બમણી થઇ રહી છે. ચીનમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા બાદ દસ મિલિયન કેસો નોંધાતા છ મહિનાનો સમય લાગ્યો હતો પણ બીજા દસ મિલિયન કેસો નોંધાતાં માત્ર છ સપ્તાહનો સમય લાગ્યો છે.

પ્રથમ કેસ નોંધાયા બાદ દસ મિલિયન કેસો નોંધાતા છ મહિનાનો સમય લાગ્યો

22 જુલાઇએ કોરોનાના 15 મિલિયન કેસો નોંધાયા બાદ 9 ઓગસ્ટ સુધીના ડેટા અનુસાર બે તૃતિયાંશ કેસો અમેરિકા, ભારત અને બ્રાઝિલમાં નોંધાયા છે. ભારતમાં સાત દિવસોમાં સરેરાશ 58,768 કેસો નોંધાયા છે તો અમેરિકામાં 22 જુલાઇથી તેની દૈનિક સરેરાશ 53000 કેસો કરતાં વધારે રહી છે. ભારતમાં મંગળવારે 53,601 કેસ નોંધાયા હતા.  બીજી તરફ દક્ષિણ આફ્રિકામાં પાંચ મિલિયન કરતાં વધારે કોરોનાના કેસો છે. પણ હવે કોરોના મહામારીને કારણે એચઆઇવી પોઝિટિવ દર્દીઓ માટેની દવાનો પુરવઠો ખોરવાઇ જવાને કારણે એઇડસ સંબધિત બીજા પાંચ લાખ મોત થવાની સંભાવના હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું.

બીજા દસ મિલિયન કેસો નોંધાતાં માત્ર છ સપ્તાહનો સમય લાગ્યો

મેક્સિકોમાં પણ કોરોનાના કેસોની સંખ્યા વધીને પાંચ લાખે પહોંચશે

ન્યુ ઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડેને જણાવ્યું હતું કે દેશમાં 102 દિવસ પછી કોરોનાના કુલ ચાર કેસો નોંધાયા છે. જેમાં એક ઓકલેન્ડનો કેસ લોકલ ટ્રાન્સમિશનનો છે, જેનો ચેપ ક્યાંથી આવ્યો તે જાણી શકાયું નથી. બીજી તરફ મેક્સિકોમાં પણ કોરોનાના કેસોની સંખ્યા વધીને પાંચ લાખે પહોચવામાં છે અને મરણાંક 50,300 પર પહોંચી ગયો છે. મેકિસકોની અડધી વસ્તી ગેરકાયદે કામ કરે છે. તેથી જો સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવે તો તેમની રોજી છીનવાઇ જાય તેમ છે અને તેમને કોઇ સરકારી સહાય કરાઇ નથી.

ન્યુ ઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડેને જણાવ્યું હતું કે દેશમાં 102 દિવસ પછી કોરોનાના કુલ ચાર કેસો નોંધાયા

નાયબ આરોગ્ય પ્રધાન હ્યુગો લોપેઝ-ગટેલે જણાવ્યું હતું કે અમે લોકડાઉન કરીએ તો તે કોરોના રોગ કરતાં પણ મોંઘું પડે તેમ છે. મેકિસકોમાં મેદસ્વિતા અને ડાયાબિટિસની સમસ્યા પણ મોટી છે. માત્ર ગંભીર કેસોમાં ટેસ્ટ કરવામાં આવતાં હોવા છતાં 47 ટકા કેસો પોઝિટિવ નીકળે છે.  દરમ્યાન જાપાન, વિયેટનામ, ઇન્ડોનેશિયા અને હોંગકોંગમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. હોંગકોંગમાં નવા 69 કેસો નોંધાયા હતા.

દરમ્યાન ગ્લોબલ ઇકોનોમી અમેરિકા તેની કોરોના મહામારીને કાબૂમાં લઇ તેના અર્થતંત્રને ફરી ધમધમતું કરે તેની રાહ જોઇ રહી છે પણ આમ થાય તેમ લાગતું નથી. જેને કારણે ચીને હવે જર્મન લકઝરી કારો ખરીદવા માંડી છે જેને કારણે યુરોપની એસેમ્બલી લાઇન્સ ધમધમવા માંડી છે. અમેરિકા હવે દુનિયામાં વેપાર પર અગાઉની જેમ વર્ચસ ધરાવતું નથી પણ હજી તે દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર છે. દુનિયાના કુલ આથક ઉત્પાદનનો 22 ટકા હિસ્સો અમેરિકાનો છે તે પછી 14 ટકા સાથે બીજા ક્રમે ચીન આવે છે તેમ વિશ્વ બેન્કના આંકડાઓ જણાવે છે.

READ ALSO

Related posts

યુરોપીય દેશોમાં આતંકવાદી બોંબધડાકાઓ કરવા માટે એકઠા કરી રહ્યા છે રસાયણો, અમેરિકાએ આપી દીધી આ ચેતવણી

Dilip Patel

ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન, અસદુદ્દીન ઓવૈસીને આતંકવાદી અને દેશ વિરોધી જાહેર કરો !

Dilip Patel

ખેડૂત આંદોલન ન અટક્યું તો આ રાજ્યમાં ભાજપ સરકાર થઈ શકે છે ઘરભેગી, પંજાબ જ નહીં હરિયાણા પણ સળગ્યું

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!