દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસના સંકટ અને આવનારા સમયમાં વેક્સીનના વિતરણને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં તેમણે સંકેત આપ્યા કે ટૂંક સમયમાં વેક્સીનને લઈને સારા સમાચાર મળશે. વૈજ્ઞાનિકો તરફથી મંજૂરી મળતાં જ તેની પર કામ શરૂ થઈ જશે.

પીએમ મોદીએ બોલાવી સર્વપક્ષીય બેઠક
કોરોના સંકટને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સર્વદળીય બેઠક મળી હતી. જેમાં તેમણે જણાવ્યું કે હજુ આઠ વેક્સીન એવી છે જે ટ્રાયલના ચરણમાં છે. વેક્સીનને લઈને સારા સમાચાર મળશે. વૈજ્ઞાનિકો તરફથી મંજૂરી મળતાં જ તેની પર કામ શરૂ થઈ જશે.

રાજ્ય સરકારોની મદદથી વેક્સીન વિતરણ પર કામ કરાશે
કેન્દ્ર સરકાર મોટા સ્તર પર વેક્સીન વિતરણને લઇને કામ કરી રહી છે, જે રાજ્ય સરકારની મદદથી જમીન પર ઉતારવામાં આવશે. સરકારે એક નેશનલ એક્સપર્ટ ગ્રુપ બનાવ્યુ છે, જેમની ભલામણ અનુસાર જ કામ થશે. એક વિશેષ સોફ્ટવેર પર કામ કરી રહ્યું છે જે દરેકને વેક્સીન પહોંચાડવા પર ટ્રેકિંગ કરશે.

રાજ્ય સરકારો પાસેથી લેવાઈ રહ્યા છે સૂચનો
સરકાર દરેક પાસેથી સુચનો લઈ રહી છે અને તે મુજબ જ આગળ વધી રહી છે. વેક્સીનને લઈ કોઈ પ્રકારની અફવા ન ફેલાય અને રાષ્ટ્રહિત સૌથી વધુ હોય, એવામાં રાજકીય પાર્ટીઓએ જાગૃત થવું જોઈએ. વડાપ્રધાન મોદીએ સંકેત આપ્યા કે કોરોના વેક્સીન પહેલા વૃદ્ધો, કોરોના વોરિયર્સને મળી શકે છે.

વેક્સીનની કિંમત પર રાજ્ય સરકારોની લેવાશે સલાહ
વેક્સીનની કિંમત શું થશે, તેના પર કેન્દ્ર અને રાજ્યમાં મળીને નિર્ણય લઇશું. કિંમત પર નિર્ણય લોકોને જોતા કરવામાં આવશે અને રાજ્યની તેમાં સહભાગીદારી હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને લોકસભા અને રાજ્યસભાના સાંસદ હાજર રહ્યા હતા.
પીએમ મોદીએ કરી હતી વેક્સીન સેન્ટરની મુલાકાત
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા જ અમદાવાદ, હૈદરાબાદ અને પુણેની કોરોના વેક્સીન તૈયાર કરનારી કંપનીઓની મુલાકાત લીધી હતી. કોવિડ-19 વેક્સીનના વિકાસ માટે થઈ રહેલા કાર્યોનું તેમણે નિરીક્ષણ કરીને ચર્ચા કરી હતી. ત્યારબાદ સરકારે આ સર્વપક્ષીય બેઠક બોલાવી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ગાંધીનગર/ આરોગ્ય કર્મચારી સંઘના બે લીડરની ધરપકડ, એપેડેમિક એક્ટ હેઠળ ગુન્હો થયો દાખલ
- તમને લખપતિ બનાવી શકે છે આ 2 ઈંચનો દેડકો, મિનિટોમાં કોઈપણ વ્યક્તિને સુવડાવી શકે છે મોતની ઊંઘ
- ટોઇલેટમાં ભૂલથી પણ ન વાપરો મોબાઈલ ફોન, થઇ શકે છે જીવલેણ બીમારી
- ચીનમાં ફરીથી ઝડપથી વધી રહ્યો છે કોરોના વાયરસ, અનેક રાજ્યોમાં લાગૂ કરાયું લોકડાઉન
- ભરૂચમાં દબાણ હટાવો ઝુંબેશનો લારીધારકોએ કર્યો ઉગ્ર વિરોધ, વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ કરી