અમેરિકા કોરોના કુલ કેસોમાં દરરજના સરેરાશ એક લાખ કોરોનાના નવા કેસ વધ્યા હતા જે એક નવો રેકોર્ડ હતો.જોન હોપકિન્સ યુનિ.ના આંકડાઓનો ઉલ્લેખ કરીને એક સમાચાર પત્રે આ માહિતી આપી હતી. અમેરિકામાં અત્યાર સુધીમાં આજે 114397 નવા કેસો નોંધાયા હતા અને 862 લોકો માર્યા ગયા હતા.જો કે સારા સમાચાર એ હતા કે શુક્રવારના રાતના દસ વાગ્યા સુધીમાં અમેરિકામાં 13047202 દર્દીઓ સાજા થયા હતા.તો દુખદ સમાચાર એ પણ છે કે વિશ્વમાં કોરોના ત્રાટક્યો ત્યાર પછીથી અમેરિકામાં અત્યાર સુધી 264000 કોરોના સંક્રમિત દર્દીઓ માર્યા ગયા હતા.

વિશ્વમાં કોરોના ત્રાટક્યો ત્યાર પછીથી અમેરિકામાં અત્યાર સુધી 264000 કોરોના સંક્રમિત દર્દીઓ માર્યા ગયા
વિશ્વ આરોગ્ય સંસૃથા (હુ)એ 11 માર્ચના રોજ કોરોના વાઇરસને મહામારી જાહેર કરી હતી. અમેરિકામાં કોરોનાના કુલ દર્દીઓ 13244417 હતા, એમ જોન હોપકિન્સ યુનિ. અને મેડિસીનના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું. તો આ તરફ કોરોનાને સફળતા પૂર્વક નિયંત્રણ કરનાર દેશ દક્ષિણ કોરિયામાં ફરીથી કોરોનાએ માથું ઉંચક્યું હતું. પરિણામે સત્તાવાળાઓએ નવા વર્ષના તમામ કાર્યકર્મો બંધ કરાવ્યા હતા.

દક્ષિણ કોરિયામાં ફરીથી કોરોનાએ માથું ઉંચક્યું
દેશમાં ફરીથી કોરોના દર્દીઓની સંખ્યા વધતા શાસકોએ તમામ કોફી શોપ અને સોનાબાથને પણ બંધ કરાવી દીધા હતા.કોરોનાની શરૂઆતમાં જે ઝડપ હતી તેના કરતાં બમણી ઝડપે અત્યારે કોરોના ફેલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં કોરોનાને સફળતાપૂર્વક નિયંત્રણ કરનાર દેશમાં દક્ષિણ કોરિયા પ્રથમ ક્રમે હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ફરી કેસોની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. વડા પ્રધાન ચુંગ સી ક્યુને કહ્યું હતું કે આગામી દિવસોમાં પ્રતિબંધ વધુ કડક બનાવવામાં આવશે. લોકોને ભીડ ભેગી નહીં કરવા કહેવામાં આવ્યું હતું.ખાસ કરીને પાટનગર સિઓલમાં લોકોને ભેગા થવા પર કડક કાર્યવાહી કરવાની તેમણે ચેતવણી આપી હતી. તો આ તરફ બ્રિટને મેડોરના ઇન્ક. કોવિડ-19ના વધુ વીસ લાખ ડોઝ મેળવી લીધા હતા.

બ્રિટને મેડોરના ઇન્ક. કોવિડ-19ના વધુ વીસ લાખ ડોઝ મેળવી લીધા
આગામી સ્પ્રીંગની શરઆતમાં આખા યુરોપમાં આ વેક્સિન ઉપલબૃધ થઇ જશે.અગાઉ બે સપ્તાહ પહેલાં બ્રિટને અમેરિકા તરફથી પચાસ લાખ ડોઝ તો મેળવી જ લીધા હતા. કોવિડ-19 વેક્સિન મેળવવા માટે નાદીમ ઝવાહીને જવાબદારી સોંપ્યાના બીજા જ દિવસે વડા પ્રધાન જોન્સને આ સોદો કર્યો હતો. હવે બ્રિટન પાસે આશરે 35 લાખ લોકોને આપી શકાય એવી વેક્સિન ઉપલબ્ધ છે.
READ ALSO
- હવે કોઇ પણ તમારી પરમિશન વિના WhatsApp Login નહીં કરી શકે, પ્રાઇવેસી ફિચર્સ જાણી ખુશ થઇ જશો
- સાવધાન / બિલાડીઓ સાથે રમવાનો શોખ પડશે ભારે! થઈ શકો છો આ ગંભીર બીમારીઓના શિકાર
- પાટણ: સ્થાનિક ચૂંટણીઓને લઈને તૈયારીઓ પુરજોશમાં, ઉભા કરાયા 1 હજારથી વધુ મતદાન મથકો
- ઇન્ડોનેશિયામાં ફાટ્યો માઉન્ટ મેરાપી ભીષણ જ્વાળામુખી, 30 કિલોમીટર સુધી સંભળાયો અવાજ
- શું તમે જાણો છો/ પગારમાંથી માસિક કપાતા 25 રૂપિયામાંથી તમને મળે છે લાખોનો ફાયદો