GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

ઘાતક કોરોના: અમેરિકામાં જીવલેણ વાયરસ 99 હજારને ભરખી ગયો, યુએસમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર

વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે, ત્યારે આ જીવલેણ વાયરસની સૌથી ઘાતક અસર અમેરિકામાં સર્જાઈ છે. અમેરિકામાં જીવલેણ વાયરસથી કુલ મૃત્યુઆંક એક લાખને નજીક પહોંચ્યો છે..અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધી 99 હજાર 805 દર્દીઓના મોત થયા છે.અને પોઝિટિવ કેસની સંખ્યા 17 લાખ 6 હજારથી વધુ છે..અને હવે મૃત્યુઆંક એક લાખને નજીક પહોંચી ગયો છે.

અમેરિકામાં જીવલેણ વાયરસથી કુલ મૃત્યુઆંક એક લાખને નજીક

ન્યુયોર્ક ખાતે કુલ પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ લાખ 72 હજારને પાર થઈ છે.અને ન્યુયોર્કમાં 29 હજાર 310 દર્દીઓ કોરોનાથી મૃત્યુ થયા છે. ન્યૂજર્સી ખાતે એક લાખ 56 હજારથી વધુ પોઝિટિવ કેસ અને 11 હજાર 155 દર્દીઓના કોરોનાથઈ મોત થયા છે.બ્રાઝિલમાં કોરોનાના કેસ વધતા અમેરિકામાં બ્રાઝિલના નાગરિકોના પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.. ટ્રમ્પે આ અગાઉ યુકે,યુરોપ અને ચીનથી અમેરિકા આવવા માગતાં લોકો પર પ્રતિબંધ મુકેલો જ છે. જો કે આ પ્રતિબંધ અમેરિકન નાગરિકો અને કાનુની રીતે કાયમી રહેવાસીઓને લાગુ પડતો  નથી. જે વિદેશીઓ યુએસ આવવાના ૧૪ દિવસ પૂર્વે બ્રાઝિલમાં હોય તેમને આ પ્રતિબંધ  લાગુ પડે છે.

ન્યુયોર્કમાં 29 હજાર 310 દર્દીઓ કોરોનાથી મૃત્યુ

વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. વિશ્વનાં ઘણા દેશોમાં આ જીવલેણ વાયરસનાં કારણે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળ્યો, પરંતુ આ ગંભીર મહામારી વચ્ચે રાહતના સમાચાર  સામે આવ્યા છે.વિશ્વમાં કોરોનાથી મૃત્યુદર 21 ટકાથી ઘટીને 13 ટકા થયો છે.જોકે અત્યાર સુધી વિશ્વમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 55 લાખ 86 હજારને પાર થઈ છે. દુનિયાભરમાં ત્રણ લાખ 47 હજારથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓના મોત પણ નિપજ્યા છે.

દુનિયામાં કોરોનાના કારણે અત્યાર સુધી ૩ લાખ ૪૭ હજારથી વધુના મોત

  • વિશ્વમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યાઃ ૫૫,૮૬,૯૫૪
  • દુનિયામાં કોરોનાના કારણે અત્યાર સુધી ૩ લાખ ૪૭ હજારથી વધુના મોત
  • વિશ્વમાં કોરોનાના ૨૩ લાખ ૬૫ હજારથી વધુ દર્દીઓ સાજા થયા
  • વિશ્વમાં કોરોનાથી મૃત્યુદર ૨૧ ટકાથી ઘટીને ૧૩ ટકા થયો
  • બ્રાઝિલમાં પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ લાખ ૭૬ હજાર ૬૦૦ને પાર
  • બ્રાઝિલમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૨૩,૫૨૨ થયો
  • રશિયામાં પણ પોઝિટિવ કેસની સંખ્યા ૩,૫૩,૪૨૭ થઈ

ચેપગ્રસ્તોની સંખ્યા 55 લાખ પર પહોંચી

દુનિયામાં 23 લાખ 65 હજારપાંચસોથી વધુ દર્દીઓ સાજા થયા છે. દુનિયાભરમાં કોરોનાથી મૃત્યુઆંક ઘટી રહ્ય છે.પરંતુ બ્રાઝિલમાં સ્થિતિ વકરી રહી છે.બ્રાઝિલમાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુઆંક  23 હજાર 500ને પાર થયો છે.કુલ પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ લાખ 76 હજાર છસ્સોથી વધુ છે.

બ્રાઝિલમાં પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ લાખ ૭૬ હજાર ૬૦૦ને પાર

આ ઉપરાંત રહીશાયમાં પણ ત્રણ લાખ 53 હજાર 400થી વધુ પોઝિટિવ કેસ થયા છે.ત્યાં કુલ મૃત્યુઆંક ત્રણ હજાર છસ્સોથી વધુ છે..ભારત પણ વિશ્વના સૌથી વધુ કેસ ધરાવતા 10 દેશોમાં સામેલ છે.

READ ALSO

Related posts

ડિસ્કાઉન્ટના ચક્કરમાં ફસાયા હજારો ગ્રાહકો, આ એક ભૂલથી રોકાયું વાહનોનું રજીસ્ટ્રેશન

Mansi Patel

નાસાનું મિશન: પહેલી વખત મનુષ્યને મંગળ પર મોકલવાની તૈયારી, જો કે વૈજ્ઞાનિકો આપી રહ્યા છે આ ચેતવણી

Pravin Makwana

દેશમાં મહામારી બની કાબૂ બહાર, ફક્ત 4 દિવસમાં નવા 1 લાખ પોઝીટીવ કેસ સાથે 8 લાખને પાર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!