GSTV

Omicron/ ભારતમાં આ મહિનામાં પીક પર હશે કોરોનાની ત્રીજી લહેર, IIT પ્રોફેસરનો દાવો

કોરોના

Last Updated on December 5, 2021 by Damini Patel

કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનની અસર નવા વર્ષે દેખાવાની શરુ થઈ જશે. જાન્યુઆરી 2022ના અંતિમ સપ્તાહમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં આ વેરિએન્ટથી સંક્રમિત થવા વાળાની સંખ્યા પીક પર હશે. ભારતીય પ્રાદ્યોગિકરણ સંસ્થા(IIT) કાનપુરમાં કમ્પ્યુટર વિજ્ઞાન અને એન્જીનીયરીંગ વિભાગમાં પ્રોફેસર અને ડેપ્યુટી ડાયરેક્ટર મનિંદર અગ્રવાલે આ દાવો કર્યો છે.

પ્રો. મનિંદર અગ્રવાલ મુજબ, ઓમિક્રોન વેરિએન્ટના તેજીથી ફેલાવાના લક્ષણ તો છે પરંતુ વધુ ઘાતક નથી દેખાઈ રહ્યા. આ વેરિએન્ટની હર્ડ ઇમ્યુનીટીને બાયપાસ કરવાની સંભાવના ઓછી છે. જો કે એના ફેલાવવાના લક્ષણ વધુ અને હજુ સુધી સાઉથ આફ્રિકીથી લઇ દુનિયા ભરમાં જ્યાં પણ આ ફેલાય છે, એના લક્ષણ ગંભીર નહિ પરંતુ હલકા દેખાઈ રહ્યા છે.

કોરોના

ડેલ્ટા વેરિઅન્ટ જેવી અસર નહીં થાય

IIT પ્રોફેસરના સંશોધન મુજબ, ભારતમાં તેની ગંભીરતા ઓછી હોવાની શક્યતા ઓછી છે, કારણ કે 80 ટકા લોકોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઈ છે. આવી સ્થિતિમાં, જો ત્રીજી લહેર આવે તો પણ તેની અસર બીજી લહેરના ડેલ્ટા વેરિઅન્ટ જેવી નહીં થાય. પ્રો. અગ્રવાલે પ્રથમ અને બીજી લહેરમાં પણ તેમનું સંશોધન બહાર પાડ્યું હતું, ત્યારે પણ તેમની ગણતરીઓ ઘણી હદ સુધી સાચી સાબિત થઈ હતી.

ઓમિક્રોન

30 દેશોમાં પહોંચી

જણાવી દઈએ કે આ વેરિએન્ટ જે દક્ષિણ આફ્રિકાથી નીકળ્યો છે, તે વિશ્વના લગભગ 30 દેશોમાં પહોંચી ગયો છે. આ વેરિઅન્ટના 4 કેસ ભારતના કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યા છે. હાલમાં આ દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે, જેમની યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે.

Read Also

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk

લોટરી લાગી / રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, આ IPS અધિકારીઓને મળ્યા પ્રમોશન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!