GSTV
Gujarat Government Advertisement

શું ખતરો વધ્યો/ દેશમાં વાઈરસની બીજી લહેર પીક પર, સરકારને ત્રીજી લહેરનો ડર પરેશાન કરવા લાગ્યો: વૈજ્ઞાનિકો ચિંતિત!

Last Updated on May 4, 2021 by pratik shah

દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર હવે પીક પર આવવાની તૈયારીમાં છે ત્યારે સરકારને હવે ત્રીજી લહેરનો ડર પરેશાન કરવા લાગ્યો છે. દરેક લોકોના મનમાં સવાલ ઉભો થયો છે કે, જો બીજી લહેર આટલી જોખમી છે તો ત્રીજી લહેરની કેવી અસર હશે? ત્રીજી લહેર સામે હાલ લીધેલી વેક્સિન પણ પ્રભાવશાળી હશે કે નહીં તે વિશે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઘણાં દેશોએ ત્રીજી લહેરને રોકવા માટે લોકડાઉન સહિત અન્ય પ્રતિબંધો પણ વધારી દીધા છે. માનવામાં આવે છે કે, કોરોનાની ત્રીજી લહેર ત્યારે જ રોકાશે જ્યારે આપણે કોઈ એક જગ્યાએ રોકાઈ જઈએ. ભારતમાં આજે કોરોનાની બીજી લહેરનો સખત ડર ફેલાયેલો છે. પરંતુ તેની સાથે સાથે રોજ ચારેય બાજુ ત્રીજી લહેરની ચર્ચા પણ એટલી જ વધી રહી છે.

વેક્સિન

કોરોનાની બીજી લહેરનો સખત ડર ફેલાયેલો

કાઉન્સિલઓફ સાઈન્ટીફિક ઈન્ડસ્ટ્રીયલ એન્ડ રિસર્ચ (CSIR)ના મહાનિર્દેશક ડોક્ટર શેખર માંડેએ પણ કહ્યું છે કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવશે. તેમણે કહ્યું છે કે, આ વિશે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો ચિંતિત છે. દરેક લોકો તેને રોકવાના ઉપાયમાં જોડાયેલા છે. માંડેએ કહ્યું છે કે, ત્રીજી લહેરથી બચી શકાય છે, કારણકે આપણી પાસે વેક્સિન છે.

શું છે થર્ડ વેવ?


WHOના યુરોપ નિર્દેશક હેન્સ ક્લુઝે કહ્યું છે કે, થર્ડ વેવમાં વાઈરસનો નવો વેરિઅન્ટ B117નું મ્યુટેશન પહેલીવાર યુકેમાં જોવા મળ્યું છે. એવું પણ કહેવામાં આવે છે કે, તે મૂળ વાઈરસની સરખામણીએ 50 ટકા ઝડપથી સંક્રમણ ફેલાવે છે અને વધુ ઘાતક છે. તેણે કહ્યું છે કે, વેરિઅન્ટનો પ્રસાર વધી રહ્યો છે અને જો લોકો સુરક્ષિત અને નિયંત્રિત રીતે નહીં રહે ત્યારે તે વધારે ઝડપથી ફેલાવાની શક્યતા છે.

કોરોના

બાળકો માટે વધારે જોખમી બનશે ત્રીજી લહેર


અમુક નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ત્રીજી લહેર નાની ઉંમરના બાળકો માટે ખૂબ આક્રમક રહેશે. કોરોનાની પહેલી લહેરમાં વૃદ્ધો લોકો વધારે સંક્રમિત થયા હતા. બીજી લહેરમાં પણ જોવા મળ્યું છે કે, ઉમરનો કોઈ બાધ રહ્યો નથી અને યુવા વર્ગ તેમાં વધારે સપડાયો છે. જ્યારે ત્રીજી લહેર માટે માનવામાં આવે છે કે તેમાં 12થી ઓછી ઉંમરના બાળકો વધારે સંક્રમિત થઈ શકે છે. ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને હવે વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોનું માનવું છે કે, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ શક્ય હોય તેટલી ઝડપથી વેક્સિન ડેવલપ થવી જોઈએ.

કોરોના

ભારતની હાલ શુ સ્થિતિ છે


ભારતની વાત કરીએ તો અહીં સરકાર દ્વારા વેક્સિનેશનના બીજા તબક્કાની શરૂઆત કરી દેવામાંઆવી છે. પહેલાં તબક્કામાં સ્વાસ્થ્ય કર્મીઓ, ફ્રન્ટ લાઈન વર્કર અને 45થી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ સંજોગોમાં થર્ડવેવ વિશે લોકોના મનમાં ખૂબ ડર છે. તે ઉપરાંત દેશમાં અત્યારે રોજના 3.50 લાખ કરતાં પણ વધારે કેસ અને રોજના 3000થી વધારે મોત થતાં હોવા છતાં કેન્દ્ર સરકાર તરફથી પૂર્ણ લોકડાઉનની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં દેશમાં દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર સહિત સાત રાજ્યોએ તેમના પ્રમાણે લોકડાઉન લગાવી દીધુ છે.

સુપ્રીમ

કોરોનાની થર્ડ વેવ સામે અન્ય દેશોની સ્થિતિ


જર્મનીની હાલત
– જર્મનીએ ફેબ્રુઆરીના અંત સુધીમાં સ્કૂલ, નોકરી-ધંધા બધુ ખોલવાનો વિચાર કરી લીધો હતો. પરંતુ ત્રીજી લહેરની શરૂઆત થતાં જ લોકો સતર્ક થઈ ગયા હતા. અહીં થર્ડ વેવ પછી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. અહીં એક દિવસના 30 હજાર કેસ આવતાં જ આ કડક નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે, આ વેવમાં નાની ઉંમરના બાળકો વધારે સંક્રમિત થયા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ફફડાટ/ B.1.167 કોરોના વેરિએન્ટ સૌથી ખતરનાક પણ આ વેરિએન્ટથી પણ ઘાતક ભારતમાં આવી શકે છે નવો વેરિએન્ટ, સાચવજો

Dhruv Brahmbhatt

ઓપન લેટર/ જ્યાંથી વેક્સિન મળે ત્યાંથી ખરીદી દેશને વેક્સિન આપો, વડાપ્રધાન પાસે 12 મોટા વિપક્ષી દળોએ કરી આ 9 માંગણીઓ

Dhruv Brahmbhatt

BIG NEWS: ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિર સામે નોંધાઈ ફરિયાદ, એફબીઆઈએ તપાસ આદરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!