GSTV

ભૂલતા નહીં/ કોરોના ટેસ્ટ વિના ધારાસભ્યને પણ અહીં નહીં મળે પ્રવેશ, ટેસ્ટ કરાવવો સરકારે ફરજિયાત કર્યો

કોરોનાના સંક્રમણ વચ્ચે આગામી 21મી સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ વખતે વિધાનસભામાં ધારાસભ્યોએ કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. કોરોના ટેસ્ટ નેગેટિવ હશે તો ધારાસભ્ય, અધિકારીને વિધાનસભામાં પ્રવેશ મળશે. જોકે, કોરોનાના વધતાં કેસોને પગલે આ વખતે ચોમાસુ સત્ર દરમિયાન વિધાનસભામાં મુલાકાતીઓને પ્રવેશ આપવામાં નહી આવે.

કોરોના ટેસ્ટ વિના ધારાસભ્યને પણ અહીં નહીં મળે પ્રવેશ

કોરોનાની મહામારી વચ્ચે આગામી 21 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી વિધાનસભાનુ ચોમાસુ સત્ર મળી રહ્યુ છે. કોરોનાના વધતા સંક્રમણને પગલે વિધાનસભામાં પ્રેથમવાર સોશિયલ ડિસટન્સ જળવાઇ રહે તે રીતે બેઠક વ્યવસૃથા ગોઠવવામાં આવી છે. એટલુ જ નહીં, સત્ર પહેલાં દરેક ધારાસભ્યોએ કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે.

ટેસ્ટ કરાવવો સરકારે ફરજિયાત કર્યો

ધારાસભ્યો પક્ષની બેઠકમાં હાજર ન રહે તો પ્રથમ દિવસે એક કલાક પહેલાં આવીને વિધાનસભા પ્રાંગણમાં જ કોરોનાનો ટેસ્ટ કરાવી શકે તેવી પણ વ્યવસૃથા ગોઠવવામાં આવી છે. ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં અર્બન હેલૃથ સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાવી સર્ટિફિકેટ લાવીને વિધાનસભામાં પ્રવેશ મેળવી શકશે. વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો ઉપરાંત કુલ મળીને 92 ધારાસભ્યો બેસી શકે તેવી વ્યવસૃથા ગોઠવાઇ છે જયારે 79 ધારાસભ્યો પ્રેક્ષક ગેલેરીમાં બેસી શકે તેવી વ્યવસૃથા કરવામાં આવી છે.

વિધાનસભા પ્રાંગણમાં જ કોરોનાનો ટેસ્ટ કરાવી શકે તેવી પણ વ્યવસૃથા ગોઠવવામાં આવી

અધિકારીઓ દિર્ઘામાં ય સોશિયલ ડિસટન્સ સાથે બેસી શકાય તેવી બેઠક ગોઠવવામાં આવી છે. આ વખતે ધારાસભ્યના ડ્રાઇવર કે અંગતને ય પ્રવેશ નહી મળે. 18મીએ કામકાજ સલાહકાર સમિતીને બેઠક મળનાર છે. આમ, પહેલીવાર વિધાનસભામાં ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસવુ પડશે.

સત્રના અંતિમ દિવસે બે ધારાસભ્યોને છેલ્લે દિવસે એવોર્ડ અપાશે

આ વર્ષે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં ધારાસભ્યોને શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ આપવામાં આવશે. આ શ્રેષ્ઠ ધારાસભ્યના એવોર્ડ નક્કી કરવા માટે એક સમિતી બનાવાઇ છે. 2 ધારાસભ્યોને શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ આપવા નક્કી કરવામાં આવ્યુ છે.શ્રેષ્ઠ ધારાસભ્યનો ખિતાબ મેળવનાર ધારાસભ્યને 1100 ગ્રામની ચાંદીની પ્લેટ પુરસ્કારરૂપે આપવામાં આવશે.

READ ALSO

Related posts

સરકારે ફરવાના શોખીનો માટે વિવિધ સ્થળોને ખુલ્લા મુકતા લાંબા સમયથી ખોટ ખાઈ રહેલા ટુર ઓપરેટરોની દિવાળી સુધરશે

Nilesh Jethva

મોદી સરકારને પડ્યો સૌથી મોટો ફટકો/ અકાલી દળે 22 વર્ષ જૂની દોસ્તી એક ઝાટકે તોડી નાખી, NDAનો સાથ છોડી દીધો

Pravin Makwana

અમદાવાદમાં ચણિયાચોળીના વેપારીઓની હાલત કફોડી બની, ઘરનું ગુજરાન ચલાવવા આ વેપારી પીપીઈ કીટ બનાવવા લાગ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!