GSTV

ચીને ફેલાયો કોરોના? વાઇરસના સ્ત્રોતના ખુલાસા પહેલા જ ડ્રેગને નષ્ટ કર્યા પુરાવા, રિપોર્ટમાં ખુલાસો

Last Updated on June 24, 2021 by Zainul Ansari

કોરોના વાઇરસની વિરૂદ્ધ આખી દુનિયા જંગ લડી રહી છે. કોરોના વાઇરસ ક્યાંથી ફેલાયો છે? તેની ઉત્પત્તિ ક્યાંથી થઇ છે? ત્યારે નિષ્ણાતોનું માનવુ છે કે આ ખતરનાક વાઇરસ ચીનના વુહાન શહેરમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયો છે.

જો કે વાઇરસના સ્ત્રોતને લઇને રિસર્ચ ચાલી રહ્યું છે. ત્યારે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને ઘણા દર્દીઓના ડેટાને ખતમ કરી નાંખ્યા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે કોરોના મહામારી ફેલાવવાના શરૂઆતના દિવસોમાં આ સંક્રમણથી ગ્રસિત થનારા ઘણા લોકોના ટેસ્ટ રિપોર્ટ સંબંધિત ડેટાનો ચીને નાશ કર્યો છે કે જેથી વાઇરસ ફેલાવવાના સ્ત્રોતની જાણ ન થઇ શકે.

આ વૈજ્ઞાનિક રિપોર્ટ લખનારા લેખકનું કહેવું છે કે વુહાનમાં આ વાઇરસથી સૌથી પહેલા શરૂઆતમાં સંક્રમિત થનારા લોકોનો રિપોર્ટ આ વાઇરસના સ્ત્રોત અંગે ઘણી મહત્વની જાણકારી આપી શક્યા હોત. આ ફાઇલોથી કોરોના વાઇરસની ઉત્પતિને લઇને મહત્વપૂર્ણ પુરાવા હાથ લાગી શક્યા હોત. રિપોર્ટ મુજબ ચીને જ્યારે વાઇરસ ફેલાવવા અંગે માહિતી આપી હતી તે પહેલા જ વાઇરસ ફેલાઇ ચુક્યો હતો.

Read Also

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!