GSTV

આવા ઘરોમાં Corona વાયરસ ફેલાવાનો છે વધુ ખતરો, ક્યાંક તમારુ ઘર પણ આવું તો નથી ને!

કોરોના

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 17 લાખને પાર પહોંચી ગઈ છે. કોરોનાના વધતા સંક્રમણનના શરૂઆતના દિવસોમાં વિશેષજ્ઞોએ જણાવ્યું કે, જે ઘરોમાં વેન્ટિલેશનની પૂરી વ્યવસ્થા નથી, ત્યાં કોરોના સંક્રમણનો ખતરો વધારે છે.આ મામલે હવે અમેરિકાની મિનિસોટા યુનિવર્સિટીએ પણ એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, નાના અને બંધ સ્થાન પર કોરોના માત્ર હવામાં વધારે નથી રહેતો પરંતુ સાથે તેના ડ્રોપલેટ્સ અલગ-અલગ જગ્યાઓ પર ચોંટે પણ છે.

જાણો શું કહે છે સંશોધન

આજના સમયમાં ઘર ઘણા નાના થવા લાગ્યા છે. આવું પહેલા પણ શોધમાં સામે આવ્યું છે કે, નાના ઘરમાં રહેવું સ્વાસ્થ્ય માટે હાલના સંજોગોમાં સારૂ નથી હોતું. કોરોના મહામારીના આ સમયમાં નાના ઘરમાં રહેતા અથવા બંધીયાર ઘરમાં રહેતા લોકો માટે ખતરો વધી જાય છે. શોધમાં સામે આવ્યું છે કે, મોટા અને હવા ઉજાસવાળા ઘરોમાં રહેતા લોકોમાં કોરોનાનો કતરો બંધીયાર ઘર કરતા ખુબ ઓછો છે.

13 ફૂટ દૂર સુધી થઇ શકે છે કોરોનાની અસર

છેલ્લા કેટલાક મહિનામાં કોરોના વાયરસને લઈ અલગ-અલગ સંસ્થાઓ દ્વારા અનેક રિપોર્ટ સામે આવ્યા છે. કોરોના વાયરસને લઈ પૂરી દુનિયાના વૈજ્ઞાનિકોમાં અલગ-અલગ મતો છે. કોરોના પર શરૂઆતના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, તે 3 ફૂટની દુરી સુધી ફેલાય છે. ત્યારબાદ કહેવામાં આવ્યું કે, 6થી 8 ફૂટની દુરી સુધી ફેલાઈ શકે છે, અને હવે કહેવામાં આવે છે કે, કોરોનાની અસર 13 ફૂટની દુરી સુધી થઈ શકે છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે, નાના ઘરોમાં હવા ઘરમાં ફરતી રહે છે, જ્યારે મોટા આકારના ઘરમાં હવાનો પ્રવાહ રહે છે. આ સિવાય બંધીયાર ઘરોમાં સૂરજનો પ્રકાશ નથી પહોંચતો, જેના કારણે પણ વાયરસ રહેવા માટે સુરક્ષિત સ્થાન મળી રહે છે. હવા-ઉજાશવાળા ઘરોમાં કોરોના વાયરસ વધારે સમય સુધી રહી નથી શકતો અને હવાના ફ્લોની સાથે ઘરમાંથી બહાર નીકળી જાય છે.

Read Also

Related posts

મોદી સરકારને પડ્યો સૌથી મોટો ફટકો/ હરસિમરત કૌર બાદ હવે અકાલી દળે છેડો ફાડ્યો, NDAમાંથી થયું અલગ

Pravin Makwana

અમદાવાદમાં ચણિયાચોળીના વેપારીઓની હાલત કફોડી બની, ઘરનું ગુજરાન ચલાવવા આ વેપારી પીપીઈ કીટ બનાવવા લાગ્યા

Nilesh Jethva

મહિલા ક્રિકેટ/ લાંબા સમય બાદ જાહેર થઈ મહિલા ક્રિકેટની સિલેક્શન કમિટી, નીતૂ ડેવિડ બન્યા ચીફ સિલેક્ટર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!