કોરોના વાયરસનો દેશની અર્થવ્યવસ્થા, ઇન્ડસ્ટ્રીની સાથે આમ આદમી અને ટેક્સપેયર્સ પર નકારાત્મક પ્રભાવ પડ્યો છે. તેને નાથવા માટે મોદી સરકારે અનેક રાહત પેકેજની ઘોષણા કરી છે. સરકારે આમ આદમીને રાહત આપતા ઇએમઆઇ મોરેટોરિયમ, ઇપીએફ ઉપાડ જેના અનેક પગલાં લીધા છે. આ ઉપરાંત સરકારે નાની બચત યોજના અને રોકાણથી સંબંધિત ડેડલાઇન પણ વધારીને 30 જૂન 2020 કરી દીધી છે. સરકારના આ પગલાથી આમ આદમી અને ટેક્સપેયર્સને રાહત મળશે અને તેમણે રૂપિયાની અછત સામે નહી ઝઝૂમવુ પડે. ચાલો તમને જણાવીએ સરકારે કયા પગલાં લીધાં છે….

EMI મોરેટોરિયમ
રિઝર્વ બેન્કે તાજેતરમાં જ તમામ ભારતીય બેન્કો અને ઇન્ડિયન ફાઇનાન્શિયલ ઇંસ્ટીટ્યુશંસને લોનધારકો, ખાતાધારકો અને ક્રેડિટ કાર્ડ ધારકોને તમામ ટર્મ લોન ઇન્સ્ટોલમેન્ટ અને ક્રેડિટ કાર્ડ લોનની ચુકવણી પર 3 મહિનાના મોરેટોરિયમ આપવાનો નિર્દેશ આપ્યો છે. 1 માર્ચ 2020થી 31 મે 2020 સુધી આમ આદમીને તેનો લાભ મળશે. જણાવી દઇએ કે આ સર્વિસનો લાભ લેવા પર તમારે વધુ વ્યાજ ચુકવવુ પડશે.

EPF ઉપાડ
કર્મચારી ભવિષ્ય નિધી સંગઠને પોતાના 6 કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ પીએફ ખાતામાંથી ઉપાડની પરવાનગી આપી છે. તેના અંતર્ગત પીએફમાંથી ઉપાડ 3 મહિનાની બેસિક સેલરી અથવા ઇપીએફ જમાના 75 ટકા રકમ ઉપાડી શકાય છે.
PPF, RD, SSY ડિપોઝીટ
પબ્લિક પ્રોવિડેંટ ફંડ, રિકરિંગ ડિપોઝીટ અને સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ 2019-20 માટે ફરજિયાત ડિપોઝીટ ડેડલાઇનને 30 જૂન સુધી લંબાવી દેવામાં આવી છે. હવે ડિપોઝીટર્સ આ સ્કીમમાં 30 જૂન સુધી રૂપિયા જમા કરી શકશે. તેના માટે તેમણે કોઇ ડિપોઝીટ નથી કરવાની. તેનાથી તે ડિપોઝીટર્સને રાહત મળશે, જેણે નાણાકીય વર્ષ 2019-20 માટે તેમાં અત્યાર સુધી કોઇ ડિપોઝીટ નથી કરી.

5 લાખ સુધી ઇનકમ ટેક્સ રિફંડ
નાણા મંત્રાલયે તરત જ 5 લાખ રૂપિયા સુધીના ટેક્સ રિફંડને જારી કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી 14 લાખ ટેક્સપેયર્સને ફાયદો થશે. નાણા મંત્રાલયે જીએસટી અને કસ્ટમના ટેક્સ રિફંડ પણ જારી કરવાનો આદેશ આપ્યો છે. તેનાથી 1 લાખ બિઝનેસમેન અને MSMEને રાહત મળશે. સરકાર કુલ 18 હજાર કરોડ રૂપિયાનું રિફંડ જારી કરશે.
NPS માંથી ઉપાડ
પેન્શન ફંડ નિયામક તથા વિકાસ પ્રાધિકરણે એનપીએસ ખાતાધારકોને કોરોના વાયરસની મહામારીના ઇલાજમાં આવનારા ખર્ચ માટે એનપીએસ એકાઉન્ટમાંથી આંશિક રૂપે ઉપાડ કરવાની પરવાનગી આપી છે. એનપીએસ સબસ્ક્રાઇબર્સ ઇલાજ માટે પોતાના જીવનસાથી, બાળકો, તેમાં કાનૂની રૂપે દત્તક લીધેલ બાળકો અને આશ્રિત માતા-પિતા પણ સામેલ છે,ના ઇલાજ માટે આંશિક ઉપાડની છૂટનો ફાયદો લઇ શકે છે. એનપીએસમાંથી આંશિક ઉપાડની છૂટનો ફાયદો લઇ શકે છે. એનપીએસમાંથી આંશિક ઉપાડના અન્ય નિયમ સમાન છે.
Read Also
- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ