GSTV

ભેજવાળા માહોલમાં સંક્રમણનો ખતરો/ સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધ્યો, નવા 448 કેસો નોંધાતા ફેલાયો ફફડાટ

કોરોના

ગુજરાતના સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લામાં મળીને કુલ ૪૪૮ નવા કોરોના કેસ ઉમેરાયા છે, તડકો પડે તો મહામારી ધીમી બને એવી આશા હજુ તો બંધાય એવામાં જ સૌરાષ્ટ્રમાં ફરી વરસાદી માહોલ રચાયો હોવાથી ભેજવાળા વાતાવરણમાં વાયરસ જલ્દી ફેલાવાની તબીબોને ભીતિ છે. આ સંજોગોમાં, જે સત્તાવાર યાદી મુજબ રાજ્યભરના આજના ૧૩૪૯ નવા કેસો પૈકી ૩૩ ટકાથી વધુ છે. આ દરમિયાન આજે રાજકોટમાં ૩૯ અને જામનગરમાં ૧૧ હતભાગી દર્દીઓએ અંતિમ શ્વાસ લીધા હતા, પરંતુ સરકારે જામનગર શહેરના ૨, ગ્રામ્યમાં ૧ અને રાજકોટ શહેરમાં ૧ એમ સૌરાષ્ટ્રમાં આજનો મૃત્યુઆંક ચાર જ જાહેર કર્યો છે.

કોરોના

રાજ્યભરના આજના ૧૩૪૯ નવા કેસો પૈકી ૩૩ ટકાથી વધુ

રાજકોટ શહેરમાં આજે બપોર સુધીમાં ૪૭ કેસ નોંધાયા બાદ મોડી બપોરે જિલ્લા કલેકટર રેમ્યા મોહનનું કોરોના સંક્રમિત થવું ટોક ઓફ ધ ટાઉન બન્યું હતું. કલેકટર કચેરીમાં જયાં અત્યાર સુધી ૨૨  કેસ નોંધાી ચુકયા છે ત્યાં ખુદ કલેકટર ઉપરાંત મેજીસ્ટેરિયલ શાખાના કલાર્ક હાર્દિક મંડનો ટેસ્ટ પણ પોઝીટીવ આવતાં ઓફિસમાં જ કેસની સંખ્યા ૨૪ થવા પામી છે. સાંજ પડયે રાજકોટમાં વધુ ૪૭ દર્દી ઉમેરાઈ ગયા હતાં. આ સાથે જ શહેરમાં અત્યાર સુધીના કેસની સંખ્યા ૪૬૩૨ થઈ છે અને કુલ કોવિડ ડેથ ૮૬ જાહેર થયા છે, પરંતુ આજે એક જ દિવસમાં રાજકોટ ખાતે ૩૯ કોવિડ પેશન્ટોએ દમ તોડી દીધો હતો, જેમાંથી કોવિડથી જ મૃત્યુ કેટલાં એ તંત્ર હવે પછી જાહેર કરશે. ૯૪ નવા કેસ સામે આજે રાજકોટ શહેરમાં ૨૨૬ ને રજા આપવામાં આવી હતી અને ડિસ્ચાર્જ રેઈટ આ રીતે વધતો રહે તો હોસ્પિટલોમાં ભારણ અને જનમાનસમાં ચિંતા ઘટે તેમ છે. જો કે, હાલ સ્થિતિ એ છે કે ગત શુક્રવારે જ કેન્સર રીસર્ચ સેન્ટર ખાતે શરૂ કરાયેલી ૨૦૦ બેડની હોસ્પિટલમાં આજે સાંજ સુધીમાં જ ૧૬૦ બેડ ભરાઈ ગયા હતાં

કોરોના

રાજકોટમાં શુક્રવારે જ શરૂ થયેલા કેન્સર રીસર્ચ સેન્ટરમાં ૨૦૦માંથી ૧૬૦ બેડ  ભરાઈ ગયા

રાજકોટ જિલ્લામાં પણ આજે તંત્રએ ૪૭ નવા કેસ નોંધ્યા છે, જો કે એકલા ધોરાજીમાં જ ૧૯ નવા કેસ ઉમેરાયા છે. દોરાજીમાં કોવિડ સારવાર શરૂ કરવાની તજવીજ વચ્ચે સરકારી હોસ્પિટલમાં અત્યાર સુદી થતું ટેસ્ટિંગ જ આજે બંધ રખાવી દેવામાં આવ્યું હતું.જામનગરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૧ દર્દીઓના જીજી હોસ્પિટલના બિછાને મૃત્યુ નિપજયા હતાં. જયારે છેલ્લા ૧૬ દિવસથી કોરોનાના ૧૦૦થી વધુ પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે. મંગળવારે વધુ ૧૨૩ જયારે છેલ્લા ૧૬ દિવસથી કોરોનાના ૧૦૦થી વધુ પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે. મંગળવારે વધુ ૧૨૩ દર્દીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે.

મોરબી શહેરમાં ૧૧ સહિત જિલ્લામાં ૨૮, જૂનાગઢ જિ.ના ૩૫માંથી ૧ કેસ સિટીના

જામનગર શહેરમાં મંગળવારે પણ ૧૦૨ પોઝિટિવ કેસ નોંધાતા દર્દીઓનો આંકડો ૩,૬૫૧ નો થયો છે. તે જ રીતે જામનગર ગ્રામ્યમાં આજે વધુ ૨૧ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેથી જામનગર ગ્રામ્યનો કોરોનાનો આંકડો ૬૫૬ નો થયો છે. અલબત્, જી.જી. હોસ્પિટલમાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓનો રિકવરી રેટ પણ સારો છે. વધુ ૧૨૫ દર્દીઓને જીજી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જેમાં શહેરના ૧૦૦ દર્દીઓ તથા ગ્રામ્યના ૨૫ દર્દી૩ઓને સમાવેશ થાય છે. બીજી તરફ સરકારી હોસ્પિટલમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવતાં મૂળ હિંમતનગરના હંસાબેન નિનામા, જેઓ હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં છઠ્ઠા માળે મહિલાઓના વોર્ડના ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યાં હતાં તેઓ પોતે જ દર્દીઓની સારવાર દરમિયાન કોરોના સંક્રમિત બની ગયા હતાં. કોવિડ વોર્ડમાં તે સારવાર લઈ રહ્યાં હતાં. અને તેઓ બે દિવસતી વેન્ટિલેટર ઉપર હતાં. પરંતુ તેઓ કોરોના સામેની લડતમાં જીંદગીનો જંગ હારી ગયા છે.આજે તેનું મૃત્યું નિપજયું છે. જેથી હોસ્પિટલના મુખ્ય કોરોના વોરિયર્સ એળા હેડ સ્ટાફ નર્સના મૃત્યુનો કિસ્સો સામે આવતાં અન્ય કર્મચારી વર્ગમાં ભારે સોંપો પડી ગયો છે.

ઉલ્લેખનીય છે કે એક સમયે અમરેલી જીલ્લામાં એક પણ કોરોનાં પોઝીટીવ કેસ નોંધાયેલ ન હતો. આજે ઉલ્ટી ગંગા સર્જાયેલ છે. જેમાં અમરેલી શહેર હોટસ્પોટની દિશામાં જઈ રહેલ છે. અમરેલી જિલ્લામાં દરરોજ ૨૫થી ૩૦ પોઝીટીવ કેસમાંથી પચાસ ટકા કેસ અમરેલી શહેરનાં હોય છે.તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં નહી આવે તો શહેરમાં વિકટ પરિસ્થિતિ સર્જાશે. આજે અમરેલી જીલ્લાનાં ૩૦ પોઝીટીવ કેસ નોંધાયેલ હતાં. તેમાંથી અગિયાર કેસ અમરેલી સીટીનાં હતાં આજ દિન સુધીમાં કોરોના લગત અનેક મોત નિપજેલ હતાં. પરંતુ આરોગ્યતંત્ર દ્વારા ફકત ૩૦ મોત જ દર્શાવવામાં આવે છે. મોતનો આંક ચોપડા ઉપર આગળ વધતો જ નથી

મોતનો આંક ચોપડા ઉપર આગળ વધતો જ નથી

મોરબી શહેરના ૧૧, ગ્રામ્યના ૪,વ ાંકાનેર શહેર તાલુકાના ૪, હળવદ ૬, ટંકારાના ૩ મળીને આજે જિલ્લામાં ૨૮ નવા કેસ ઉમેરાયા છે. જે સાથે કુલ કેસની સંખ્યા ૧૩૫૪ થઈ છે. તેમાંથી હાલ ૨૫૪ એક્ટિવ છે અને આજે ડિસ્ચાર્જ પામેલા ૨૭ સહિત અત્યાર સુધીમાં ૧૦૩૪ દર્દી રીકવર થઈ ચુકયા છે. જૂનાગઢ શહેરમાં ૧૭, ગ્રામ્યમાં એક, કેશોદમાં પાંચ, ભેંસાણ તથા માળીયા હાટીનામાં ત્રણ ત્રણ, માણાવદરમાં બે તથા મેંદરડા, માંગરોળ , વંથલી અને વિસાવદરમાં એેક-એક મળી  કુલ ૩૫ લોકોને કોરોના પોઝીટીવ આવ્યો હતો.

જ્યારે ૩૪ દર્દી ડિસ્ચાર્જ થયા હતાં. આજે પણ રેકર્ડ પર કોઈ મોત થયું ન હતું. જેની સામે સવાલો સર્જાયા હતાં. જ્યારે બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં આજે ૧૯ પેશન્ટોને ડિસ્ચાર્જ અપાયું હતું. પરંતુ એવામાં જ સુત્રાપાડા અને કોડીનાર તાલુકામાં ૩-૩, તાલાલાના ૨, ઉનાના ૫ અને અન્ય જિલ્લાના ૧ સહિત ૧૫ નવા કેસ ઉમેરાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે ફક્ત ૪ કેસ નોંધાતા રાહત વ્યાપી છે, તો ભાવનગર શહેર – જિલ્લામાં ૩૮, સુરેન્દ્રનગર ૧૮ અને બોટાદમાં ૧૨ કેસ ઉમેરાયા છે. પોરબંદર શહેરમાંબે અને ગ્રામ્યના ત્રણ મળીને જિલ્લામાં પાંચ નવા કેસ ઉમેરાયા છે, અને જિલ્લામાં સંક્રમણ ઘટતું હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

READ ALSO

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!