GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

ચેતી જજો: સાબરમતી નદીમાંથી મળી આવ્યા કોવિડ-19ના વાયરસ, તમામ સેમ્પલ સંક્રમિત આવતા તંત્ર દોડતું થયું

ગુજરાત રાજ્યમાંથી જીવલેણ કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, બીજી તરફ અમદાવાદમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી કોરોના વાયરસ હોવાની પુષ્ટી થઈ છે. સાબરમતી નદીમાંથી લેવાયેલા તમામ નમૂનાઓ સંક્રમિત જોવા મળ્યા છે..જે ચિંતાનો વિષય છે..અત્યાર સુધી ગંગા નદીમાં મળી આવતા મૃતદેહને લઈને ગંગા નદીમાં કોરોના સંક્રમણ ફેલાવવાનો ખતરો હતો.

કોરોના
  • અમદાવાદ: સાબરમતી નદીમાં મળ્યા કોવિડ-૧૯ના વાયરસ
  • સાબરમતીમાંથી લેવાયેલા તમામ સેમ્પલ સંક્રમિત મળ્યા
  • કાંકિરયા અને ચંડોળા તળાવમાંથી લેવાયેલા સેમ્પલ પણ સંક્રમિત મળ્યા
કોરોના

જોકે આઈઆઈટી ગાંધીનગર સહિત દેશની આઠ સંસ્થાઓએ વિવિધ પ્રાકૃતિક જળસ્ત્રોતનો અભ્યાસ કર્યો..જેમાં અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી લેવાયેલા સેમ્પલમાં કોરોના વાયરસ મળ્યા છે..સાબરમતી ઉપરાંત કાંકરિયા અને ચંડોળા તળાવમાંથી લેવાયેલા સેમ્પલ પણ કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

IIT ગાંધીનગરના પૃથ્વી અને વૈજ્ઞાનિક વિભાગ

આ રિસર્ચને લઈને IIT ગાંધીનગરના પૃથ્વી અને વૈજ્ઞાનિક વિભાગના પ્રોફેસર મનીષકુમારે જણાવ્યું હતું કે પાણીમાં આ સેમ્પલ નદીમાંથી 3 સપ્ટેમ્બરથી 29 ડિસેમ્બર 2020 સુધી દરેક અઠવાડીયે લેવામાં આવ્યા હતા. સેંપલ લીધા પછી તેમાં તપાસ કરવામાં આવી તો તેમાં કોરોના વાયરસના જીવતા જીવાણું જોવા મળ્યા હતા.

પ્રોફેસરના જણાવ્યા મુજબ સાબરમતી નદીમાંથ 694, કાંકરીયા તળાવ માંથી 549 અને ચંડોળા તળાવ માંથી 402 સેંપલોની તપાસ કરવામાં આવી છે, આ સેમ્પલોમાં જ કોરોના વાયરસ મળી આવ્યા હતા.

READ ALSO

Related posts

દારૂડીયા પતિનું કારસ્તાન / પત્નીની આવકમાંથી દારૂનો નશો કરતા પતિએ તેના પર જ કર્યો એસિડ એટેક

GSTV Web Desk

મિશન 2024 / ચંદ્રશેખર રાવની દિલ્હી રેલીમાં વિપક્ષી એકતાનું પ્રદર્શન?, મોદી સામે લડવા રાવમાં થનગનાટ પણ વિપક્ષ ઉદાસિન

Hardik Hingu

વિશ્વ બેંકે ભારતના વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડી 6.5% કર્યો, કહ્યું- દેશ પર કોઈ મોટું વિદેશી દેવું નથી

Hemal Vegda
GSTV