GSTV

કોરોના બેકાબુ/ રાજકોટ જિલ્લા બેંકના એક બે નહિ પરંતુ આટલા કર્મચારીઓનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, તમામને કરાયા આઈસોલેટ

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના રાજકોટ શહેરમાં સંક્રમણ વધુ વકર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ એ હવે કોરોનાનું એપી સેન્ટર બની ચુક્યું છે. ત્યારે આ વચ્ચે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજકોટ જિલ્લા બેંકના 14 કર્મચારીઓ જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેથી તમામ કર્મચારીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બેંકમાં કામ કરતા કર્મચારીઓનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો છે.  મહત્વપૂર્ણ છે કે, કેબિનેટ પ્રધાન અને જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. જેથી તેમણે પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના રિપોર્ટ કરાવવા અપીલ કરી હતી.

રાજકોટ જિલ્લા બેંકના 14 કર્મચારીઓ જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધ્યું

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ એટલી હદે ફેલાઈ ચૂક્યું છે કે સાવચેતી રાખનારા તબીબી અધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવો પણ સંક્રમિત થઈ રહ્યા છે.ઓગષ્ટ સુધી કોરોનાથી બચેલા અનેક મહાનુભાવો પણ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે ત્યારે આજે રાજકોટ જિલ્લા કલેક્ટરનો રિપોર્ટ પણ પોઝીટીવ આવતા તેમને હોમ આઈસોલેટ કરી સારવાર હાથ ધરાઈ છે.

હોમ આઈસોલેટ કરી સારવાર હાથ ધરાઈ

સૂત્રો અનુસાર જિલ્લા કલેક્ટર   રેમ્યા મોહને ગઈકાલે એસ.પી., ડી.ડી.ઓ. વગેરે સાથે વિડીયો કોન્ફરન્સમાં હાજરી આપી હતી અને આજે તેમણે ફરજના ભાગરૂપે કોવિડ હોસ્પિટલ,સિવિલની મુલાકાત લીધી હતી. આ વખતે તેમણે એન્ટીજેન ટેસ્ટ કરાવતા તે પોઝીટીવ આવ્યો હતો અને તુરંત તેઓ તેમના સત્તાવાર નિવાસસ્થાને ૧૪ દિવસ માટે આઈસોલેટ  કરાયા છે. કલેક્ટરની ઓફિસ વગેરે સ્થળોને ડિસઈન્ફેક્શનની કામગીરી હાથ ધરાઈ હતી.

READ ALSO

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!