અમદાવાદમાં કોરોનાના સરકારી તંત્ર દ્વારા જાહેર કરાતા નવા કેસના અને મૃત્યુના આંકડા કરતાં વાસ્તવિક આંકડા ઘણાં ઉંચા હોવાની અને સ્થિતિ વધુ ખરાબ હોવાની બાબત હવે સૌ કોઈ સમજતા થઈ ગયા છે.મ્યુનિ. તંત્ર એક્ટિવ કેસો જાહેર કરે છે, તેનાથી વધુ દર્દીઓ તો ખાનગી હોસ્પિટલોના પ્રાઇવેટ બેડમાં હોય છે. તો શું આ કેસોને ગણતરીમાં નથી લેવાતા ? દરમ્યાનમાંં આજે એક જ દિવસમાં સરકારી યાદી અનુસાર નવા 332 કેસ નોંધાયા છે.
મૃત્યુના આંકડા કરતાં વાસ્તવિક આંકડા ઘણાં ઉંચા હોવાની અને સ્થિતિ વધુ ખરાબ હોવાની બાબત હવે સૌ કોઈ સમજતા થઈ ગયા

તેમજ સારવાર દરમ્યાન 10 દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે. જ્યારે સાજા થઈ ગયેલાં 351 લકોને ડિસ્ચાર્જ કરાયા છે. મ્યુનિ.ની હદમાં છેલ્લાં સાડા આઠ મહીનામાં નોંધાયેલાં કુલ કેસોની સંખ્યા 51015ના આંકડાને આંબી ગઈ છે. જે પૈકી 1983 દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે. જ્યારે સાજા થઈ ગયેલાં 41203 દર્દીઓએ પૂર્વવત કામગીરી શરૂ કરી દીધી છે. મ્યુનિ. દ્વારા એક્ટિવ કેસ 2768 હોવાનું જાહેર કરાયું છે, ત્યારે ખાનગી હોસ્પિટલના પ્રાઇવેટ બેડમાં જ 2824 દર્દીઓ હોવાનું મેડિકલ એસો.ની વેબસાઈટ જણાવે છે.
મ્યુનિ.અધિકારીઓ સંક્રમિત થયા

ખાનગી હોસ્પિટલના પ્રાઇવેટ બેડમાં જ 2824 દર્દીઓ હોવાનું મેડિકલ એસો.ની વેબસાઈટ જણાવે છે
આ વિસંગતતા જ આંકડાની ગોલમાલને ખુલ્લી પાડે છે. એક્ટિવ કેસોમાં પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1435 અને પૂર્વપટ્ટાના મધ્યઝોન, પૂર્વઝોન, દક્ષિણઝોન, ઉત્તરઝનના 1333 દર્દીઓનો સમાવેશ થવા જાય છે.જ્યારે ખાનગી હોસ્પિટલોના પ્રાઇવેટ 3143 બેડમાંથી 2824 ભરાયેલાં છે. માત્ર દૂરની હોસ્પિટલોની 319 બેડ હાલ ખાલી છે. એમાં પણ ગંભીર બાબત એ છે કે, આઇસીયુના 432 બેડ ભરાયેલા છે, માત્ર 38 જ ખાલી છે, તેવી જ રીતે 205 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે.
કયા ઝોનમાં કેટલાં એક્ટિવ કેસ !
ઉત્તરપશ્ચિમ ઝોન | – | 502 |
પશ્ચિમ ઝોન | – | 473 |
દક્ષિણ પશ્ચિમ ઝોન | – | 460 |
દક્ષિણ ઝોન | – | 392 |
પૂર્વ ઝોન | – | 320 |
ઉત્તર ઝોન | – | 319 |
મધ્યઝોન | – | 302 |
કુલ | 2768 |
માત્ર 18 વેન્ટીલેટર ખાલી છે. જ્યારે સરકારી યાદીમાં રાજ્યભરમાં વેન્ટીલેટર ઉપર માત્ર 89 દર્દી હોવાનું જાહેર કરાયું છે. આ વિરોધાભાસ પણ આંકડાની હેરાફેરી છે. સ્પષ્ટ રીતે ખુલી પાડી દે છે. ખાનગી હોસ્પિટલોના વેન્ટીલેટર ઉપરના દર્દીઓને ગણતરીમાં કેમ નથી લેવાતા ? તે પ્રશ્નનો જવાબ આપવા સરકારી તંત્રમાંથી કોઈ તૈયાર નથી.
ડ્રેનેજ-વોટર વિભાગના ઉચ્ચ અધિકારીઓને કોરોના સંક્રમણ
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફ્રન્ટલાઈન વોરીયર્સ ગણાતા એવા ડ્રેનેજ અને વોટર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થતા મ્યુનિ.કર્મચારીઓ અને અધિકારીઓમાં સોંપો પડી ગયો છે.પશ્ચિમ ઝોનના એડીશનલ સિટી ઈજનેર પરીવારના સભ્ય સંક્રમિત થતા હોમ કવોરન્ટાઈન થયા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે. મળતી માહીતી પ્રમાણે,ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવતા ફાલ્ગુન મિસ્ત્રી,પૂર્વ ઝોનના એડીશનલ સિટી ઈજનેર પ્રણય શાહ,આસિસ્ટન્ટ સિટી ઈજનેર રમેશ પ્રજાપતિ ઉપરાંત વોટર પ્રોજેકટ વિભાગમાં ફરજ બજાવતા અન્સારી સહીત કુલ ચાર કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે.

પશ્ચિમ ઝોનના એડીશનલ સિટી ઈજનેર ઋષિ પંડયાના પરીવારના સભ્ય કોરોના સંક્રમિત થતાં તે હોમ કવોરન્ટાઈન થયા હોવાનું જાણવા મળે છે.નોંધનીય છે કે,દિવાળી પર્વ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગમાં ફરજ બજાવતા વીસથી પણ વધુ કર્મચારીઓ અને અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે.

સાત ઝોનમાં 88 લોકોના ટેસ્ટ, એક પોઝિટિવ
સોલિડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા સાત ઝોનમાં માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને પકડીને તેમના ટેસ્ટ કરવામાં આવે છે.શનિવારે કુલ 88 લોકોના ટેસ્ટ કરાતા એક વ્યકિત પોઝિટિવ આવતા તેને સમરસ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાયો છે.સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કુલ રૂપિયા 1.48 લાખનો દંડ વસુલાયો છે.
READ ALSO
- તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ
- BIG NEWS : મોદી સરકારનો મોટો નિર્ણય, લાંબા સમયથી જે વિચારણા પર મંથન કરી રહ્યાં હતાં તેના પર આજે લઈ લીધો ફૈંસલો
- પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર
- દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
- પુરુષોમાં ઝડપથી વધી રહી છે નપુંસકતાની સમસ્યા, આજે જ આ વસ્તુઓ ખાવાનું છોડી દો…