GSTV
Gujarat Government Advertisement

લવ યુ જિંદગી: ICU બેડ ન મળવા છતાં પણ કોરોનાને માત આપી રહી છે આ યુવતી, ગંભીર હાલતમાં પણ કેમ લડવુ તે આ રીતે શિખો

Last Updated on May 13, 2021 by Pravin Makwana

ભારતમાં હાલ કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. બીજી લહેર તેના ચરમ પર છે. ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસથી દેશમાં ત્રણ લાખથી વધારે કેસો આવી રહ્યા છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વાયરસની સામે જીંદગીનો જંગ હારી ચુક્યા છે. દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલમાં બેડ નથી મળતા, ઓક્સિજન અને દવાની અછત સર્જાઈ રહી છે. ડોક્ટર્સ અને નર્સ રાત દિવસ દર્દીઓ માટે કામ કરી રહ્યા છે. ત્યારે આવા સમયે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે અન્ય દર્દીઓને હિંમ્મત આપે છે કે જીંદગીના કપરા સમયમાં કઈ રીતે લડવુ જોઈએ.

દિલ્હીની હોસ્પિટલમાં એક 30 વર્ષની છોકરી કંઈક આવી રીતે કોરોના સામે જંગ લડી રહી છે. તે પોતે જ કોરોનાથી સંક્રમિત છે, છતાં અન્ય કોરોના દર્દી માટે પ્રેરણા પુરી પાડી રહી છે. આ યુવતીનો આ મિજાજ હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ યુવતીની હિમ્મતના ખૂબ વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં યુવતી મોં પર ઓક્સિજન માસ્ક લગાવેલુ છે અને સાથે લવ યુ જિંદગી સોંગ સાંભળી રહી છે.

ડોક્ટર મોનિકા લંગેહે આ વીડિયો 8 મેના રોજ શેર કર્યો હતો. જેને અત્યાર સુધીમાં 40.3 હજાર લાઈક્સ મળી ચુક્યા છે. જ્યારે 9000થી વધારે લોકોએ તેને રિટ્વિટ કર્યો છે. આ વીડિયો પર 2000થી વધારે કમેન્ટ આવી ચુકી છે. જેમાં કોરોનાથી જંગ લડી રહેલી આ યુવતીના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Covid-19 Test/ હવે મોબાઈલ ફોનથી થશે કોરોનાનો સસ્તો અને ઝડપી ટેસ્ટ, જાણો કેવી રીતે કરશે કામ

Damini Patel

સોના-ચાંદીના ભાવ: 10,000 રૂપિયે સસ્તુ મળી રહ્યુ છે હાલમાં સોનું, જાણો અલગ અલગ શહેરમાં શું ચાલી રહ્યા છે રેટ

Pravin Makwana

અગત્યનું/ લોન ડિફોલ્ટ થઇ જાય તો પણ બેંક ના કરી શકે આ કામ, જાણી લો શું છે તમારા અધિકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!