GSTV

રાજ્યમાં કોરોનાના બની રહ્યા છે નવા રેકોર્ડ, સતત 600 પ્લસ નવા પોઝીટીવ સાથે 7 દિવસમાં 4500થી વધુ કેસ

રાજ્યમાં કોરોના મહામારીના આંક સતત નવા રેકોર્ડ બનાવી રહી છે. રાજ્યમાં આજે વધુ 687 નવા પોઝીટીવ સાથે કુલ સંક્રમણનો આંક 34686 ને પાર થયો છે. રાજ્યમાં આજે વધુ 18 લોકોના મોત થતાં કુલ આંક 1906ને પાર થયો છે. રાજ્યમાં અમદાવાદમાં ભલે સંક્રમણ ઓછું થયું પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓમાં સંક્રમણ સત વધી રહ્યું છે એ હકિકત રાજ્યમાં વધતા નવા પોઝીટીવ કેસના આંક બતાવે છે. જૂન મહિનાના અંત અને જુલાઈની શરૂઆતમાં દરરોજ નવા જ રેકોર્ડબ્રેક આંક બહાર આવી રહ્યા છે. રાજ્યમાં આજે વધુ 687 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 7 દિવસથી 600થી વધુ પોઝીટીવ સાથે 4528 પોઝીટીવ આવ્યા છે. એવરેજ 647 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. કોરોના મહામારીને પગલે અમદાવાદ બાદ હવે સુરત વડોદરામાં પણ નવા કેસો સતત વધ્યા છે. રાજ્યમાં 9 મેના જેટલા કેસ નોંધાયા હતા તેનાથી પણ વધારે હાલમાં એક્ટિવ કેસ છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રિકવરી રેટ ભલે 2 2 ટકા જળવાયો હોય પરંતુ એક્ટિવ કેસ અર્થાત હોસ્પિટલાઈઝ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આજની તારીખ સુધીમાં 7839 કેસ એક્ટિવ છે.

છેલ્લા 7 દિવસમાં અમદાવાદ, સુરત સહિત રાજ્યના નવા પોઝીટીવ

તારીખ રાજ્યઅમદાવાદસુરત
27 જૂન615211184
28 જૂન624211182
29 જૂન626236206
30 જૂન620197199
1 જુલાઈ675215201
2 જુલાઈ681211227
3 જુલાઈ687204204

સુરતમાં સતત ત્રીજા દિવસે 200થી વધુ નવા પોઝીટીવ

સુરતમાં કોરોના મહામારીને પગલે સ્થિતિ સતત વણસી રહી છે. આજે પણ વધુ નવા 204 પોઝીટીવ આવ્યા છે. રાજ્યમાં અમદાવાદમાં કોરોના મહામારીના કેસો ભલે ઘટ્યા પરંતુ સુરત સિવાય હવે વડોદરા, જૂનાગઢ, ખેડા, સુરેન્દ્રનગર, ભરૂચ, પંચમહાલ વગેરે વિસ્તારોમાં નવા પોઝીટીવ કેસ ખૂબજ મોટા પ્રમાણમાં આવ્યા છે. સુરતમાં પણ છેલ્લા 3 દિવસથી મહામારીના આંક 200થી વધારે આવે છે. આજે અમદાવાદ અને સુરત બંનેમાં કોરોના સંક્રમણનો આંક 204 થયો છે. અમદાવાદમાં કોરોનાથી અત્યાર સુધી 21543 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે આજે વધુ 10 લોકોના મોત થતાં કુલ મૃત્યુ આંક 1471ને પાર થયો છે. સુરતમાં મહામારીનો આંક 5,500 નજીક પહોંચી ગયો છે.

READ ALSO

Related posts

બજેટ સત્ર: રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરશે કોંગ્રેસ સહીત 16 પાર્ટીઓ

Pritesh Mehta

મોડાસા/ કોંગ્રેસના 250 કાર્યકરો ઓવૈસીની પાર્ટીમાં જોડાયા, રાજકારણમાં અટકળો શરૂ

pratik shah

કાર્યવાહી/ ગુજરાતમાં કોરોના રેપિડ ટેસ્ટના નામે ફર્જિવાડો, ડોક્ટર સહિત 3 કર્મચારીઓ ભરાઈ ગયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!