GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

મહારાષ્ટ્રમાં કોરોનાનો હડકંપ: એક જ દિવસમાં 3000 જેટલા નવા કેસ સાથે મહારાષ્ટ્ર 45 હજાર નજીક

દેશમાં કોરોના સંક્રમના કેસો સતત વધી રહ્યા છે . આજે દેશમાં વધુ 5500થી વધારે નવા કેસ આવ્યા છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 2940 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના સૌથી વધારે પોઝીટીવ કેસ છે. મહારાષ્ટ્રમાં છેલ્લા બે અઠવાડિયાની સ્થિતિ જોઈએ તો 8 મેના રોજ 19 હજાર કેસ હતા જે હવે 45 હજારની નજીક પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં 15 મેના રોજ 29 હજાર કેસ નોંધાયા હતા. અર્થાત છેલ્લા સપ્તાહ દરમિયાન 15482 જેટલા નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા સપ્તાહમાં દરરોજ 2212 જેટલા કેસ નોંધાય છે. મહારાષ્ટ્રમાં આજે સૌથી વધુ એક દિવસના 2940 કેસ નોંધાયા છે અર્થાત 3 હજાર નજીક આંક પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં વધુ 63 લોકોના મોત થતા કુલ આંક 1517 થયો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 19 મેના 76 કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં મુંબઈમાં સૌથી વધુ 25500 જેટલા કેસ થયા છે. તો મોતનો આંક પણ 882 સુધી પહોંચી ગયો છે.

  • 30 હજારથી વધુ કેસ એક્ટિવ, મોતનો આંક 1,500ને પાર
  • દેશમાં કોરોના સંક્રમણનો આંક 1.24 લાખ નજીક પહોંચ્યો
  • એક જ દિવસમાં સૌથી વધુ 5486 નવા કેસ નોંધાયા
Corona

દેશમાં ગુજરાત, તામિલનાડુમાં પણ નવા કેસ વધ્યા

મહારાષ્ટ્રમાં આજે વધુ 2940 નવા કેસ નોંધાતા કુલ આંક 44582 થયો છે. જેમાં નવા 857 લોકો ડિસ્ચાર્જ થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 12583 લોકો સાજા થયા છે તો હજુ પણ 30482 જેટલા કેસ એક્ટિવ છે.
દેશમાં બીજા નંબરે તામિલનાડુમાં પણ કોરોના સંક્રમણના આંક 15 હજાર નજીક પહોંચી ગયા છે. તામિલનાડુમાં મોતનો આંક 100 સુધી છે.ગુજરાતમાં પણ કોરોના સંક્રમણના આંક 13 હજારને પાર થયો છે. દેશમાં આજે વધુ 5486 નવા કેસ નોંધાતા કુલ આંક 1.24 લાખ નજીક પહોંચી ગયો છે. દેશમાં હજુ પણ 69 હજાર જેટલા કેસ પોઝીટીવ છે.

READ ALSO

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!