GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ગુજરાતમાં 20 દિવસ પછી બીજી વાર 400થી વધારે અને અમદાવાદમાં 300થી વધુ કેસ

કોરોના

ગુજરાતમાં ચોથા તબક્કાના લોકડાઉનની છૂટછાટ છતાં આજે કોરોનાનો આંક 400 પ્લસ ગયો છે. ગુજરાતમાં 28 એપ્રિલ પછીથી કોરોના કહેરનો આંક પણ પાછુ વળીને જોતો નથી એ હકિકત બની ગઈ છે. ગુજરાતમાં તે પછીથી સતત 300 પ્લસ કેસ નોંધાયા હતા. રાજ્યમાં 5 મેના સૌથી વધારે 441 પોઝીટીવ કેસ નોંધાયા હતા. તે પછી 20 દિવસ બાદ કોરોનાનો આંક 400 પ્લસ ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમા વધુ 405 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 30 લોકોના મોત પણ થયા છે. સાથે જ 224 દર્દીને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. તે પછી સુરતમાં વધુ 31 નવા કેસ આવ્યા છે. વડોદરામાં પણ 18 અને સાબરકાંઠામાં વધુ 12 પોઝીટીવ આવ્યા છે. ગુજરાતમાં અમદાવાદમાં આંક 10590ને વટાવી ગયો છે તો સુરતમાં 1351થી વધારે પોઝીટીવ આવ્યા છે. વડોદરામાં પણ 854થી વધારે પોઝીટીવ થયા છે. રાજકોટ, ભાવનગરને પાછળ રાખી ગાંધીનગરમાં પોઝીટીવ કેસનો આંક વધી રહ્યો છે. ગાંધીનગરમાં 225 પોઝીટીવ કેસ આવ્યા છે.

છેલ્લા 25 દિવસમાં ગુજરાત અને અમદાવાદમાં વધેલા કેસની વિગત

અમદાવાદમાં મોતનો આંક થયો 700ને પાર

ગુજરાતમાં અમદાવાદ સૌથી વધુ કોરોનાથી સંક્રમિત થયું છે. અમદાવાદમાં અત્યાર સુધી 10590 કેસ આવ્યા છે જેમાં 722 લોકોના અત્યાર સુધી મોત થયા છે. અમદાવાદમાં 4187 લોકોને ડિસ્ચાર્જ અપાયું છે છતાં હજુ 5681 કેસ એક્ટિવ છે એ પણ હકિકત છે. અમદાવાદમાં સૌથી વધુ પોઝીટીવ કેસ 5 મેના રોજ 349 દર્દીઓ નોંધાયા હતા. જે બાદ આજે ફરીથી 300 પ્લસ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 20 દિવસ બાદ ફરીથી 300 પ્લસકેસ થયા છે. આજે નવા 310 કેસ આવતાં અમદાવાદનો આંક તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના કેસની તીવ્ર ગતિ આગામી સમયમાં ચિંતાનો વિષય બની રહ્યો છે. અમદાવાદમાં મોતનો આંક પણ 700ને પાર કરીને 722 થયો છે. અમદાવાદમાં આજે વધુ 25 લોકોના મોત થયા છે. ગુજરાતમાં એકજ દિવસમાં અમદાવાદમાં 310 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો સુરતમાં 31 અને વડોદરામાં 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ ધરાવતા અમદાવાદમાં આજે 310 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 25 લોકોના મોત પણ થયા છે. અમદાવાદમાં કોરોના વકરી રહ્યો છે તેની સામે છુટછાટ પણ વધારી દેવામા આવી છે.

રાજ્યમા વધુ 405 પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસ કુદકે ને ભૂસકે વધી રહ્યા છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમા વધુ 405 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 30 લોકોના મોત પણ થયા છે. સાથે જ 224 દર્દીને ડિટ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. તે સાથે આજે પણ અમદાવાદમાં 310 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો સુરતમાં 31 અને વડોદરામાં 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ ધરાવતા અમદાવાદમાં આજે 310 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 25 લોકોના મોત પણ થયા છે. અમદાવાદમાં કોરોના વકરી રહ્યો છે તેની સામે છુટછાટ પણ વધારી દેવામા આવી છે. તે સાથે જ રાજ્યમાં કુલ કેસની કેસની સંખ્યા 14468 પર પહોંચી ગઈ છે અને રાજ્યમાં કુલ મોતની સંખ્યા 888 થઈ ગઈ છે. જોકે, રાજ્યમાં કુલ સ્વસ્થ દર્દીની સંખ્યા 6636 છે.

આજે નોંધાયેલા કેસની વિગત

ગુજરાતભરમાં નોંધાયેલા 405 કેસ પૈકી અમદાવાદમાં 310 કેસ નોંધાયા છે. તો સુરતમાં 31, વડોદરામાં 18 , સાબરકાંઠામાં 12 કેસ નોંધાયા છે. ગુજરાતમાં 405 કેસની સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 14 હજાર 468 થઇ ગઇ છે જ્યારે મૃત્યુઆંક 888 થઇ ગયો છે. જેમાં અમદાવાદમાં જ અત્યારસુધીમાં 722 દર્દીઓના મોત થઇ ગયા છે. કોરોનાની મહામારીમાં સૌથી વધુ અસર અમદાવાદ શહેરમાં જોવા મળી છે. અમદાવાદમાં અત્યારસુધીમાં 10,590 કેસ નોંધાય ચૂક્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં 4187 દર્દીઓ સાજા થતા રજા અપાઇ છે જ્યારે 5681 દર્દીઓ એકટીવ છે. જ્યારે ટેસ્ટની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં અત્યારસુધીમાં 1 લાખ 86 હજાર 361 ટેસ્ટ થયા છે.

કોરોનાનો ભરડો

  • ગુજરાતમાં કોરોનાના વધુ 405 કેસ
  • અમદાવાદમાં ૩૧૦ કેસ નાંધાયા
  • છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૫ લોકોના મોત સહિત કુલ ૩૦ લોકોના મોત
  • ૨૨૪ લોકો સાજા થતા રજા અપાઇ
  • ગુજરાતમાં કુલ કેસની સંખ્યા ૧૪, ૪૬૮ થઇ
  • ૧૦૯ દર્દીઓ વેન્ટીલેટર પર
  • ગુજરાતમાં કુલ મૃત્યુઆંક ૮૮૮ થયો
  • અમદાવાદમાં કોરોના કેસની સંખ્યા ૧૦૫૯૦ થઇ
  • અમદાવાદમાં મોતનો આંકડો ૭૨૨ થયો

આજે નોંધાયેલ મરણ, ડિટ્ચાર્જની વિગત

જિલ્લા પ્રમાણે પોઝિટિવ કેસની યાદી

Read Also

Related posts

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત ધારણ કરી શકે છે કેસરિયો

Arohi

Coronaએ સુરતની સૂરત બદલતાં પહોંચ્યા રૂપાણી, આ માટે 100 કરોડની કરી દીધી ફાળવણી

Arohi

ગુજરાતના આ શહેરમાં દુકાનો ખુલ્લી રાખી તો થશે 500નો દંડ, આ કારણે લેવામાં આવ્યો આવો નિર્ણય

Arohi
Do NOT follow this link or you will be banned from the site!