GSTV
Gujarat Government Advertisement

સંકજો/હાઈકોર્ટના એક બે નહી આટલા કર્મચારીઓના ટેસ્ટ રિપોર્ટ આવ્યા પોઝિટિવ, મચ્યો ફફડાટ

Last Updated on September 10, 2020 by pratik shah

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે આ વાયરસની અસર અમદાવાદમાં પણ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે શહેરની ગુજરાત હાઇકોર્ટમાં આજે ૧૭ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે ચાર કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બુધવારે આશરે ૨૫૦ કર્મચારીઓનું ટેસ્ટિંગ હાથ ધરાયું હતું. જેમાં ૧૭ કર્મચારીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

આશરે ૨૫૦ કર્મચારીઓનું ટેસ્ટિંગ હાથ ધરાયું હતું

૭ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો

હાઇકોર્ટમાં બે દિવસમાં ૨૧ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આવતીકાલે પણ અહીં સઘન ટેસ્ટિંગ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનના કારણે માર્ચ મહિનાથઈ હાઇકોર્ટ વીડિયો કોન્ફરન્સ દ્વારા કેસોની સુનાવણી કરી રહી છે અને હવે ૧૪મી સપ્ટેમ્બરથી આંશિક રીતે કેસોની સુનાવણી ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

૧૪મી સપ્ટેમ્બરથી આંશિક રીતે કેસોની સુનાવણી ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો

જેની પહેલાં કોર્ટના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થતાં હવે અહીં સઘન ટેસ્ટિંગ તેમજ પ્રત્યક્ષ સુનાવણી માટેના કડક નિયમો અને દિશાનિર્દેશો બનાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા

Dhruv Brahmbhatt

દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ

Dhruv Brahmbhatt

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!