GSTV

સમય પસાર કરવા માટે દોસ્તો સાથે જુગાર રમવા ગયો ટ્રક ડ્રાઈવર, 24 લોકો થયા કોરોના પોઝીટીવ

Last Updated on April 26, 2020 by Mansi Patel

આંધ્રપ્રદેશના વિજયવાડા શહેરમાં લોકડાઉનને કારણે સમય પસાર કરવાના ઇરાદે મિત્રો અને પડોશીઓ સાથે પત્તા રમવાના મામલે 24 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. કૃષ્ણા જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ એ મોહમ્મદ ઇમ્તિયાઝે શનિવારે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વિજયવાડાના જ બીજા વિસ્તારમાં સમય પસાર કરવા માટે અન્ય એક ટ્રક ડ્રાઈવર દ્વારા ભેગા થયેલાં વધુ 15 લોકો કોવિડ -19નાં દર્દીઓ બન્યા છે. ઇમ્તિયાઝે જણાવ્યું હતું કે પાછલા દિવસોમાં બે ઘટનાઓમાં લગભગ 40 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે ટ્રક ડ્રાઈવર શહેરના કૃષ્ણ લંકા વિસ્તારમાં મિત્રો અને પડોશીઓ સાથે પત્તા રમી રહ્યો હતો જ્યારે મહિલાઓ ગ્રુપમાં તંબોલા રમતી હતી. આ સમયગાળા દરમિયાન, સામાજિક અંતરના અભાવને કારણે, 24 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. ઇમ્તિયાઝે કહ્યું કે આવી જ ઘટના કર્મિકા નગરમાં બની હતી. ટ્રક ડ્રાઈવરે સામાજિક અંતરનું ઉલ્લંઘન કર્યું હતું, જેના કારણે 15 લોકો કોરોના વાયરસની પકડમાં આવ્યા હતા. વીડિયો મેસેજમાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે કહ્યું કે સામાજિક અંતરનું પાલન ન થવું એ ચેપ વધવાનું કારણ છે. તેમણે ચેપથી બચવા માટે સામાજિક અંતરને અનુસરવાની અપીલ કરી છે. નોંધનીય છે કે વિજયવાડામાં અત્યાર સુધીમાં કોવિડ -19 ના 100 જેટલા કેસ નોંધાયા છે.

READ ALSO

Related posts

કોરોના / અમેરિકન વેક્સિન કંપનીએ ભારતમાં રસીના ટ્રાયલ માટેની અરજી પાછી ખેંચી, ન જાહેર કર્યું કારણ

Zainul Ansari

7th Pay Commission : આવી રહ્યા છે વધુ એક સારા સમાચાર! રૂ .95,000 વધી જશે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર

Vishvesh Dave

IRCTCની શાનદાર ઓફર/ જયપુર સહિત આ 6 સ્થળોની મુલાકાત લો, તમને મફત રહેઠાણ અને ભોજનની મળશે સુવિધા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!