GSTV

જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત, અમદાવાદમાં પ્રતિ 1 હજાર ટેસ્ટમાં 25 પોઝિટિવ: ચેતી જજો પરિસ્થિતિ વકરી!

Last Updated on November 29, 2020 by pratik shah

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ રાજ્યના અમદાવાદમાં તો આ જીવલેણ કોરોના વાયરસના પંજાએ ભંયકર રીતે ભરડો લીધો છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 49420 છે જ્યારે કુલ ટેસ્ટ હવે 20 લાખની નજીક છે. આમ, અમદાવાદમાં કોરોનાનો ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો 2.5% છે. મતલબ કે, અમદાવાદમાં પ્રત્યેક 100 ટેસ્ટમાં 2થી વધુ વ્યક્તિના કેસ પોઝિટિવ આવે છે. આ સ્થિતિએ અમદાવાદમાં પ્રત્યેક 1 હજાર ટેસ્ટમાં સરેરાશ 25ના કેસ પોઝિટિવ આવે છે તેમ કહી શકાય.  ગુજરાતમાં હાલ કુલ 76,90,779 ટેસ્ટ થયેલા છે અને તેની સામે કુલ કેસનો આંક 2,06,714 છે. આમ, સમગ્ર ગુજરાતમાં ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો 2.70% છે.

ગુજરાતમાં ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો 2.70%

ગુજરાતમાં પ્રત્યેક 10 હજાર ટેસ્ટમાં 270 વ્યક્તિના કેસ પોઝિટિવ આવે છે તેમ કહી શકાય. ગુજરાતના જે જિલ્લામાં ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો સૌથી વધુ છે તેમાં જામનગર 4.90% સાથે મોખરે છે. જામનગરમાં 1.90 લાખથી વધુ ટેસ્ટ સામે 9164 કેસ નોંધાયેલા છે. વડોદરા 4.40%  સાથે બીજા, ગાંધીનગર-સુરત 3.60% સાથે ત્રીજા, મહેસાણા 3.40% સાથે ચોથા જ્યારે રાજકોટ-ભરૂચ 3.10% સાથે પાંચમો ક્રમ ધરાવે છે.

ગુજરાતમાં પ્રત્યેક 10 હજાર ટેસ્ટમાં 270 વ્યક્તિના કેસ પોઝિટિવ

આ યાદીમાં અમદાવાદનો ક્રમ આઠમો છે. ડાંગમાં સૌથી ઓછો 0.60% ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો છે. જોકે, ડાંગમાં કુલ ટેસ્ટનું પ્રમાણ હજુ 23 હજારે પહોંચ્યું નથી અને કુલ કેસનો આંક 128 છે. પોરબંદરમાં 0.90%, અરવલ્લીમાં 1.00%, છોટા ઉદેપુરમાં 1.10%, વલસાડમાં 1.20%નો ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો છે.

READ ALSO

Related posts

Breaking / નિવૃત્તિ પહેલા રાકેશ અસ્થાનાને મોદી સરકારની મોટી ભેટ, દિલ્હી પોલીસના કમિશનર બન્યા ગુજરાત કેડરના IPS

Zainul Ansari

વડાપ્રધાન મોદીને બંગાળના મુખ્યમંત્રી મળ્યા મમતા બેનર્જી, પેગાસસ પર સર્વપક્ષીય પરિષદ બોલાવવાની કરી માંગ

pratik shah

નવું સંકટ: અમેરિકામાં નવી બીમારીનો ખતરો વધ્યો અનેક લોકો થયા સંક્રમિત: દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!