GSTV

ચેતવણી / કોરોના તો હજુ આ શરૂઆતના સ્ટેજમાં : તબાહી આવવાની તો હજુ બાકી છે, આ વૈજ્ઞાનિકે મચાવ્યો ફફડાટ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે જોડાયેલા દૂનિયાના જાણીતા સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડેવિડ નાબ્રરોએ કહ્યું છે કે, કોરોના મહામારી હજું તેના શરૂઆતના સમયમાં છે. ડેવિડના જણાવ્યાં પ્રમાણે કોરોનાની બીજી લહેર આવવાની આશંકાને ટાળી નથી શકાતી અને તે ઘણી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે.

એક રિપોર્ટ પ્રમાણે સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડેવિડ નાબ્રરોએ જાણકારી બ્રિટનના સંસદના હાઉસ ઓફ કોમન્સ ફોરેન અફેયર્સ કમિટિને જણાવી છે. હાલ તો કોરોના વાયરસને ચિંતા મુક્ત થવાની મોટું નુકશાન આવી શકે છે. ડેવિડે કહ્યું છે કે, આ સમય રાહતનો શ્વાસ લેવાનો નથી પરંતુ આવનારી મોટી તબાહી માટે તૈયાર રહેવાનો છે.

ડેવિડ નાબ્રરો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વિશેષ પ્રતિનિધિ છે અને બ્રિટનના પ્રતિષ્ઠિત ઈંપેરિયલ કોલેજ લંદન ઈન્સ્ટીટ્યુટ ઓફ ગ્લોબલ હેલ્થ ઈનોવેશનના કો-ડાયરેક્ટર પણ છે. ડેવિડે ખાસકરીને યુરોપને લઈને કહ્યું છે કોરોનાની બીજી લહેર આવવાથી પરિસ્થિતિ બગડી શકે છે.

ડેવિડે બ્રિટનના સાંસદને જણાવ્યું છે કે, કોરોના વાયરસ બેકાબું થઈ ગયો છે. એ માટે વૈશ્વિક ઈકોનોમીમાં માત્ર મંદી છવાઈ છે. તેમજ કોઈ સાઈન્સ ફિક્શન મુવી કરતા પણ ખરાબ સ્થિતિ છે.

WHOના વિશેષ પ્રતિનિધિ ડેવિડ નાબ્રરોએ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોના દાવાને નકારી કાઢ્યો છે કે ચીન તરફથી WHO પ્રમુખને ખરીદવામાં આવ્યાં છે. એ માટે સંગઠન કોરોના મહામારી ઉપર કોઈ પણ પ્રકારના પગલા ઉપાડતી નથી. ડેવિડે કહ્યું છે કે, વાયરસના કારણે અર્થવ્યવસ્થાને એટલું નુકશાન થયું છે કે, ગરીબોની સંખ્યાં બમણી થઈ શકે છે. તેણે કહ્યું કે, આપણે હજું મહામારીની વચ્ચે નથી પહોચ્યા, પરંતુ આ તો હજું શરૂઆત છે.

સૌથી પહેલા WHO પ્રમુખ ડો. ટેડ્રોસ એડનોમ ગેબ્રિયેસસે કહ્યું કે, દૂનિયાના તમામ દેશો કોરોના નાબુદી માટે ખોટી દીશામાં જઈ રહ્યાં છે. ડો. ટેડ્રોસે કહ્યું કે, કોરોના વાયરસના સંક્રમણના નવા કેસ વધી રહ્યાં છે. તેનાથી સાબિત થઈ રહ્યું છે કે, જે ઉપાયની વાત કરવામાં આવી રહી છે તેનું પાલન થઈ રહ્યું નથી.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે, જો કડક પગલા ઉઠાવવામાં નહીં આવે તો કોરોના વાયરસની મહામારી બદ કરતા બદતર થતી જશે. ઉત્તરી અને દક્ષિળી અમેરિકા આ મહામારીની ચપેટમાં અત્યારે ગંભીર રીતે પ્રભાવિત થયું છે. અમેરિકામાં સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અને રાષ્ટ્રપતિ ટ્રમ્પમાં ચાલી રહેલા તણાવની વચ્ચે સંક્રમણના નવા કેસો સતત વધી રહ્યાં છે.

WHOના ડાયરેક્ટર જનરલ ટ્રેડોસ ગેબ્રેસિએસે કહ્યું કેસ બાળકો ઉપર મહામારી સૌથી ખતરનાક અસર થઈ શકે છે. જો કે, સ્કુલોને અસ્થાયી રૂપે તે વિસ્તારમાં બંધ કરાવવી જોઈએ જ્યાં સંક્રમણનું વધું જોખમ હોય. સ્કુલ બંધ કરવી એ મહામારી સામે સૌથી છેલ્લું પગલુ હોવું જોઈએ. સાથે જ સોશયલ ડિસ્ટેન્સીંગનું ધ્યાન રાખવું જોઈએ.

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!