GSTV

ચીનનાં જે બજારમાંથી ફેલાયો છે કોરોનાવાયરસ, ત્યાં વેચાય છે 112 પ્રકારનાં વિવિધ જીવતાં પશુઓ

કોરોના વાયરસ હાલમાં ટોપટ્રેન્ડમાં છે. વિશ્વ આ વાયરસને નાથવામાં લાગ્યું છે એ ક્યાંથી ફેલાયો એ બાબતે અનેક સમાચારો વહેતા થયા છે. જેમાં એક બાબત એવી પણ બહાર આવી છે.

ચીનીઓના ખાવાના શોખને પગલે આ વાયરસની ઉત્પતિ થઈ છે. જ્યાંથી આ વાયરસ બહાર આવ્યો છે એ વુહાન શહેરના એક પશુઓના માર્કેટની વાત કરીએ તો અહીં જીવતા અને મરેલા 112 પ્રકારના જીવજંતુઓ સહિતનું માંસ મળે છે. કોરોના વાયરસથી અત્યારસુધીમાં 6052 લોકોને અસર પહોંચી છે. જેમાં 5,974 લોકો તો માત્ર ચીનના છે. 132 લોકોનાં મોત થયા છે.

આ શહેરમાં કૂકડા, સુવર, ગાય, ભેંસ, શિયાળ, કોઆલા, શ્વાન, મોર, શાહી, વરુનાં બચ્ચા, બતક, સસલાં, શાહમૃગ, ઉંદર, હરણ, સાંપ, કાંગારુ, મગરમચ્છ, વિંછી, કાચબા, ઉંટ, ઘડીયાળ (એક પ્રકારનાં મગર મચ્છ) , ગદર્ભ, દેડકા, છછૂંદર , પાણીનાં જીવ, માછલી, ઈલ, યાકનું માથું, કીડાઓ સહીતનાં દરેક પ્રકારનાં જીવોનાં માંસ બહોળા પ્રમાણમાં મળે છે.

બાહરથી આવવાળા લોકો માટે આ બજાર એટલું ભીડભાડવાળું અને ગંદકી ભર્યું હોય છે કે અહિંયા હરવાફરવાનું તો દૂર કે ઉભા રહેવું પણ મળતું નથી. કોરોનાવાયરસ ફેલાયા પછી આ બજાર બંધ છે. આ પહેલા આ બજારમાં લોકો દુનિયાભરનાં જીવોને ખરીદવા માટે આવતા હતા.

વુહાન શહેરનાં જાનવરોનાં આ બજારમાં તમામ જાનવરોને એક સાથે વેચવામાં આવે છે, અને તેમને કટ પણ ત્યાંજ કરવામાં આવે છે. તેમાંથી નિકળતું લોહી, જીવજંતુઓ પર બણબણતી માંખી, ગંદકી, અત્યંત ખરાબ વાસ એક માત્ર કારણ છે કોઈપણ પ્રકારનાં વાયરસને ફેલાવા માટે, જ્યારે જે અંગોની ખરીદીથતી નથી તેમનો કચરો કલાકો સુધી બજારમાં પડ્યો રહે છે. આ માંસાહારી કચરાને કારણે ઘણી બિમારીઓ ફેલાવાનો ખતરો રહે છે.

આ ગંદકી વચ્ચે વેચાઈ રહેલા એક જાનવર માંથી પહેલા આ વાયરસ સાંપમાં ગયો અને એ સાપને ખાવાને કારણે ચીનનાં કોઈ મનુષ્યમાં ફેલાયો, ત્યાર પછી આ વાયરસ સમગ્ર દુનિયાનાં 15 દેશોમાં ફેલાયો છે. ચીનમાં કોરોનાવાયરસ ફેલાવાને કારણે અત્યાર સુધી 6.09 કરોડ લોકો લોકડાઉન છે. એટલેકે આ લોકોને ઘરમાંથી બહાર નિકળવાની આઝાદી નથી. ચીનનાં શેરબજારમાં કડકો આવ્યો છે અને શેર બજાર કકડભૂસ થઈ ને નીચે પડ્યું છે. સાથે સાથે ચીનની સરકારને ઘણું નુકશાન થયું છે.

READ ALSO

Related posts

દિવાળી બાદ સ્કૂલો ન ખૂલી તો 17થી 18 લાખ છાત્રોના ભવિષ્ય સાથે થશે ચેડાં, સરકારે કરવી પડશે આ તૈયારી

Mansi Patel

ખાનગી ટ્રેન : એક હજાર કરોડ રૂપિયા સરકાર ડિપોઝિટ પેટે વસૂલ કરશે, 151 ટ્રેન દોડશે

Mansi Patel

COVID-19 દરમ્યાન જરૂર કરાવી લો આ 4 વીમા પૉલિસી, મોટા-મોટા જોખમો સામે નહી થાય મુશ્કેલી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!