GSTV

કોરોના ઇફેક્ટ: સેન્સેક્સમાં પ્રચંડ કડાકો, સોનું રૂા. 45,000ની ઐતિહાસિક સપાટીએ

ચીનમાં પ્રસરેલા કોરોના વાઇરસ ઘાતક પુરવાર થયા બાદ હવે વિશ્વના અન્ય દેશોમાં ફેલાતા વૈશ્વિક મંદી પ્રબળ બનવા સાથે આઇએમએફે વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કરતા ભારત સહિત વૈશ્વિક બજારોમાં આજે પ્રચંડ કડાકો નોંધાયો હતો.જેના પગલે મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં પણ 807 પોઇન્ટનો પ્રચંડ કડાકો નોંધાયો હતો જે બજેટ પછીનો સૌથી મોટો કડાકો છે. બીજી તરફ પ્રતિકૂળ માહોલ વચ્ચે સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે સોનાની માંગ વધતા વૈશ્વિક સોનું 1680 ડોલર પહોંચી જતા અમદાવાદ સોના- ચાંદી બજારમાં સોનું રૂા. 1000 ઉછળીને 45,000 પહોંચી ગયું હતું. તો અમેરિકન ડોલર સામે રૂપિયો તૂટયો હતો.

કોરોના વાઇરસ ચીન બાદ વિશ્વના અન્ય દેશોમાં ઘાતક પુરવાર થવાના અહેવાલોથી વૈશ્વિક સ્તરે ચિંતાનો માહોલ પ્રબળ બન્યો છે. આ વાઇરસ ચીન પછી હવે દક્ષિણ કોરિયા, ઇટાલી, મિડલ ઇસ્ટના દેશોમાં ઝડપથી પ્રસરેલ છે.ઉદ્ભવેલ આ સ્થિતિને પગલ આઇ.એમ.એફે. ગંભીર ચિંતા વ્યક્ત કરીને વૈશ્વિક વૃદ્ધિનો અંદાજ ઘટાડયો હતો. બીજી તરફ આજે ભારત યાત્રાયે આવેલા અમેરિક પ્રમુખ દ્વારા બિઝનેશને લગતી કોઇ જાહેરાત ન થતા બજારમાં વસવસાની લાગણી પ્રવર્તતી હતી.

આમ, કોરોના વાઇરસના કારણે પ્રતિકૂળતામાં વધારો થતા વૈશ્વિક બજારમાં ફંડો તેમજ રોકાણકારો સેફ ઇન્વેસ્ટમેન્ટ નીતિને ધ્યાનમાં રાખીને સોનામાં રોકાણ તરફ વળતા વૈશ્વિક બજારોમાં સોનું ઉછળીને 1680.70 ડોલર પહોંચી ગયું હતું જ્યારે ચાંદી વધીને 18.92 ડોલર થઈ અંતે 18.74 ડોલર બંધ રહી હતી.

આ અહેવાલો પાછળ આજે યુરોપ તેમજ એશિયાઈ દેશોના શેરબજારમાં ગાબડા પડયા હતા. આ અહેવાલો પાછળ આજે મુંબઈ શેરબજાર ખાતે ચોમેરથી આવેલ વેચવાલીના દબાણના પગલે બી.એસ.ઇ. સેન્સેક્સ 806.89 પોઇન્ટ તૂટીને 40363.23ની ઉતરી આવ્યો હતો. જ્યારે નિફ્ટી 242.25 પોઇન્ટ તૂટીને 11838.60ની સપાટીએ ઉતરી આવ્યો હતો. વૈશ્વિક બજારોમાં સોનું ઉછળતા અમદાવાદ સોનાચાંદી બજારમાં આજે સોનું (99.9) રૂા. 1000 ઉછળીને 45,000ની ઐતિહાસિક ટોચે પહોંચી ગયું હતું. જ્યારે ચાંદી રૂા. 500 ઉછળીને 49,800ની સપાટીએ મજબૂત રહી હતી.

સેન્સેક્સમાં નોંધાયેલા ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બી.એસ.ઇ. માર્કેટ કેપ) રૂા. 3.17 લાખ કરોડનું ધોવાણથતા કામકાજના અંતેરૂા. 155.33 લાખ કરોડે ઉતરી આવ્યું હતું. હુંડિયામણ બજારમાં પણ આજે ડોલરમાં હાથ ધરાયેલ નવી ઝડપી લેવાલી પાછળ રૂપિયો 0.27 પૈસા તૂટીને 71.92ના મથાળે નરમ રહ્યો હતો.

Read Also

Related posts

Corona: અમદાવાદમાં 50 તો આર્થિક રાજધાની મુંબઈમાં 143 નવા કેસે દેશમાં વધારી દીધી ચિંતા

Bansari

પોતાની 102 ટ્રોફી વેચીને આ 15 વર્ષનાં ગોલ્ફરે PM મોદીને મોકલ્યા 4 લાખ, કહ્યુ, ‘મોદીજી લોકોના જીવ બચાવો’

Mansi Patel

અમદાવાદ બાદ આ શહેરમાં તો એક જ વિસ્તારમાં કોરોનાના 55 કેસ સામે આવ્યા, નવુ હોટસ્પોટ જાહેર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!